ટ્રાય-સ્ટેટ એરિયામાં અગ્રેસર ભારતીય-અમેરિકન મહિલાઓની સિદ્ધિઓ

0
1145

 

21મી જાન્યુઆરી, 2017ના રોજ વીમેન્સ માર્ચ ઓન વોશિંગ્ટનમાં પ્રવચન આપી રહેલાં સેનેટર કમલા હેરિસ.

ન્યુ યોર્કઃ આઠમી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી અંતર્ગત ટ્રાયસ્ટેટ એરિયામાં ભારતીય-અમેરિકન મહિલાઓની સિદ્ધિઓ વર્ણવવામાં આવી છે. રાષ્ટ્રીય કક્ષાએ રાજકારણમાં તેમ જ વિવિધ ક્ષેત્રે ભારતીય-અમેરિકન મહિલાઓ અગ્રેસર છે. કોર્પોરેટ વર્લ્ડ, વર્કર્સ યુનિયન, આંતરરાષ્ટ્રીય સંગઠનો, મનોરંજન સહિતનાં ક્ષેત્રોમાં ટ્રાયસ્ટેટ એરિયામાં વસતી ભારતીય-અમેરિકન મહિલાઓ અગ્રેસર છે.

કનેક્ટિકટનાં નાગરિક ઇન્દ્રા નુયી પેપ્સીકોનાં ચેરમેન-સીઈઓ છે. યુનાઇટેડ નેશન્સ ન્યુ યોર્કનાં રાજદૂત નિક્કી હેલી, ન્યુ યોર્કના ‘ગર્લ્સ હુ કોડ’નાં સ્થાપક રેશમા સૌજાની, ન્યુ યોર્ક ટેક્સી વર્કર્સ એલાયન્સનાં યુનિયન લીડર ભૈરવી દેસાઈ અને વર્લ્ડ ટ્રેડ સેન્ટર વર્કર્સનાં સારુ જયરામન દેશભરમાં મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યાં છે.

નિક્કી હેલી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ગાઢ સલાહકારોમાંનાં એક છે અને અમેરિકાના ઇતિહાસમાં કેબિનેટ કક્ષાનો દરજ્જો હાંસલ કરનાર ભારતીય-અમેરિકન સમુદાયનાં પ્રથમ મહિલા છે. ટ્રાયસ્ટેટ એરિયા પછી તે વેસ્ટ કોસ્ટ હોય કે મિડવેસ્ટ હોય, અગ્રણી નેતાઓ યુએસ સેનેટર કમલા હેરિસ (ડી-કેલિફોર્નિયા), કેલિફોર્નિયાના ભૂતપૂર્વ એટર્ની જનરલ અને કોંગ્રેસવુમન પ્રમીલા જયપાલ (ડી-વોશિંગ્ટન), ‘મી ટુ મુવમેન્ટ’ના ંકેટલાક અગ્રણી મહિલાઓ, જેમ કે નેશનલ સેન્ટર ફોર મેડિકેર એન્ડ મેડિકેઇડ સર્વિસીસનાં એડમિનિસ્ટ્રેટર સીમા વર્મા, 15 ડોલરનું લઘુતમ વેતન મળવું જોઈએ તેવી ચળવળ શરૂ કરી સમગ્ર દેશનું ધ્યાન ખેંચનારાં સિયેટલ સિટી કાઉન્સિલનાં સોશિયલિસ્ટ ક્ષમા સાવંત, કેલિફોર્નિયાનાં નેશનલ કમિટી વુમન હરમીત ધિલોન અગ્રણી મહિલાઓમાં નામ ધરાવે છે. દેસાઈ અને જયરામન રાષ્ટ્રીય કક્ષાએ દરજ્જો ધરાવે છે, જેમણે બ્લુ-કોલર વર્કર્સ અને ટેક્સી ડ્રાઇવરોના રક્ષણ માટે આગળ આવ્યાં છે.

જયરામને રેસ્ટોરાં ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી મહિલા અને અન્ય લઘુતમ વેતન ધરાવતા કામદારોના રક્ષણ માટેની ચળવળમાં હોલીવુડના કલાકારોને પણ સાંકળ્યા છે, જ્યારે સૌથી વધુ સ્પેસવોક કરનાર મહિલા તરીકે રેકોર્ડ હાંસલ કરનાર સુનીતા વિલિયમ્સના નામે બે સ્પેસ મિશન નોંધાયેલાં છે, જે અવકાશમાં સૌથી વધુ વોકિંગ કરનાર મહિલા બન્યાં છે.

ટ્રાયસ્ટેટ એન્ટરટેઇનમેન્ટ-ફેશન ઇન્ડસ્ટ્રીમાં ટોપ શેફ હોસ્ટ-મોડેલ-લેખક પદ્મા લક્ષ્મી, વેનિટી ફેરનાં એડિટર-ઇન-ચીફ રાધિકા જોન્સ, એલાઇટ સાક્સ ફિફ્થ એવન્યુ ચેઇનનાં ફેશન ડિરેક્ટર રૂપલ પટેલ, ન્યુ યોર્કનાં પ્રથમ ભારતીય-અમેરિકન મહિલા જજ રાજા રાજેશ્વરી (ક્રિમિનલ કોર્ટ), મેયર બિલ ડી બ્લાસિયોના વહીવટી તંત્રમાં ઇમિગ્રેશન કમિશનર નિશા અગરવાલનો સમાવેશ થાય છે.

ભારતીય-અમેરિકન મહિલાઓમાં આવેલા પરિવર્તન વિશે બે અધ્યાપકોએ પોતાના અભ્યાસમાં લખ્યું છે કે ઉચ્ચ શિક્ષણના કારણે મહિલાઓ પોતાની કારકિર્દી અને જીવનની પસંદગી કરતાં શીખી ગઈ છે અને પડકારોનો સામનો કરે છે.
તેઓના પુસ્તક ‘ઇન્ડિયન ઇમિગ્રન્ટ વીમેન એન્ડ વર્કઃ ધ અમેરિકન એક્સપિરિયન્સ’માં ન્યુ જર્સીની સ્ટોકટોન યુનિવર્સિટીના અર્થશાસ્ત્રનાં અધ્યાપક રમયા વિજયા અને વેસ્ટર્ન વોશિંગ્ટન યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સનાં પ્રોફેસર બિદિશા બિશ્વાસ કહે છે કે આજે અમેરિકામાં ભારતીય મહિલાઓ ‘રોજેરોજની પસંદગી દ્વારા થતા બદલાવની એજન્ટ’ છે.
આજે યુવા ભારતીય-અમેરિકન મહિલાઓ પોતાના ખભા પર ઊભી છે અને પરિવારને સહાયરૂપ થવામાં અને સોશિયલ નેટવર્કમાં મદદ કરે છે. અમેરિકામાં ભારતીય મૂળની મહિલાઓ કે જે એકલી આવી હોય અને પોતાના પતિ સાથે આવી હોય તેમણે અમેરિકાને પોતાનું બનાવ્યું છે તેમ બિશ્વાસે જણાવ્યું હતું. સ્વતંત્ર મહિલાઓ પોતાની કારકિર્દી બનાવવા માટે આ દેશમાં આવી હતી, મોટા ભાગની ઉચ્ચ જ્ઞાતિની, સુશિક્ષિત હતી, જેઓએ આશાઓની સરહદો ખોલી છે.
લીડરશિપ કોન્ફરન્સ ઓન સિવિલ એન્ડ હ્યુમન રાઇટ્સનાં એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ અને સીઓઓ સીમા નંદાએ જણાવ્યું હતું કે આ ભાવિ પેઢીની મહિલાઓ વિશેની નોંધપાત્ર બાબત એ છે કે આ મહિલાઓ વિવિધ જૂથોનું નેતૃત્વ કરે છે.

ન્યુ યોર્ક ટેક્સી ડ્રાઇવર્સ એલાયન્સનાં સ્થાપક ભૈરવી દેસાઈ છઠ્ઠી ફેબ્રુઆરીએ ન્યુ યોર્ક સિટીમાં આત્મહત્યા કરનારા ટેક્સી કામદારના માનમાં યોજાયેલી વિજિલમાં સંબોધન કરી રહ્યાં છે. તેમની બાજુમાં એલાયન્સના સભ્યો નજરે પડે છે.

રાષ્ટ્રીય ક્ષેત્રે અગ્રેસર ટ્રાય-સ્ટેટ ઇન્ડિયન-અમેરિકન મહિલાઓ

– ઇન્દ્રા નુયી – પેપ્સીકોનાં ચેરમેન-સીઇઓ
– નિક્કી હેલી – યુએન રાજદૂત
– ભૈરવી દેસાઈ – ન્યુ યોર્ક ટેક્સી વર્કર્સ એલાયન્સનાં સ્થાપક
– સારુ જયરામન – રેસ્ટોરાં ઓપર્ચ્યુનિટીઝ સેન્ટર્સ યુનાઇટેડ (આરઓસી યુનાઇટેડ)નાં સ્થાપક
– જજ – રાજા રાજેશ્વરી, ન્યુ યોર્ક
– મલ્લિકા દત્ત – ‘બ્રેકથ્રુ, સખી’નાં સ્થાપક
– રેશમા સૌજાની – ‘ગર્લ્સ હુ કોડ’નાં સ્થાપક
– ઉર્વશી વૈદ – વૈદ ગ્રુપ એલએલસીનાં સીઈઓ
– ડીજે – રેખા
– ફેશન ડિઝાઇનર – રસેલ રોય

અમેરિકામાં વિવિધ ક્ષેત્રે કાર્યરત ભારતીય-અમેરિકન મહિલા અગ્રણીઓ

પદ્મશ્રી વોરિયર – એનઆઇઓ યુએસનાં સીઈઓ
રેવથી અદ્વૈતી – ઇલેક્ટ્રિકલ સેક્ટર, ઇટોન કોપોરેશનનાં સીઓઓ
સીમા વર્મા – સેન્ટર ફોર મેડિકેર એન્ડ મેડિકેઇડ સર્વિસીસનાં એડમિનિસ્ટ્રેેટર
કમલા હેરિસ – કેલિફોર્નિયાનાં સેનેટર
પ્રમીલા જયપાલ – વોશિંગ્ટન સ્ટેટનાં કોંગ્રેસવુમન
ક્ષમા સાવંત – વોશિંગ્ટનનાં સિયેટરનાં સોશિયલિસ્ટ સિટી કાઉન્સિલ મેમ્બર
હરમીત ધિલોન – કેલિફોર્નિયા રિપબ્લિકન પાર્ટીનાં ભૂતપૂર્વ વાઇસ ચેરમેન
વનિતા ગુપ્તા – લીડરશિપ કોન્ફરન્સ ઓન સિવિલ એન્ડ હ્યુમન રાઇટ્સ
સુનીતા વિલિયમ્સ – અવકાશયાત્રી
રેણુ ખાતોર – હ્યુસ્ટન યુનિવર્સિટી સિસ્ટમનાં ચાન્સેલર
નીરા ટંડેન – સેન્ટર ફોર અમેરિકન પ્રોગ્રેસનાં વડાં
નિશા દેસાઈ બિસ્વાલ – યુએસ-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલનાં પ્રમુખ
મિન્ડી કાલિંગ – ધ મિન્ડી પ્રોજેક્ટ, મુવીઝ
હન્નાહ સિમોન – અભિનેત્રી
અપર્ણા નાનચેરલા – સ્ટેન્ડ-અપ કોમેડિયન
એલિંગ્ટન મિત્રા – હાર્વર્ડની સ્નાતક જેણે સ્ટેન્ડ-અપ કોમેડિયન બનવાનો નિર્ણય કર્યો
ધાયા લક્ષ્મીનારાયણન – ભૂતપૂર્વ વેન્ચર કેપિટલિસ્ટમાંથી સ્ટેન્ડ-અપ કોમેડિયન