ટ્રાયસ્ટેટ એરિયામાં ઉચ્ચ પ્રતિભા હાંસલ કરતા ભારતીય-અમેરિકી ફિઝિશિયનો

 ડો. પૂર્વી પરીખ,ડો. સામીન કે. શર્મા  ,ડો. રોમા ટીકુ

ડો. વિવેક મહેશ્વરી , ડો. મયંક શુકલા , ડો. શીરાઝ કુરેશી

ન્યુ યોર્કઃ અમેરિકામાં ટ્રાયસ્ટેટ એરિયામાં પોતપોતાનાં ક્ષેત્રોમાં ઉચ્ચ પ્રતિભા ધરાવતા વિવિધ ભારતીય-અમેરિકી ફિઝિશિયનો લોકપ્રિયતા ધરાવે છે. તાજેતરમાં ન્યુ યોર્ક ટાઇમ્સની સન્ડે એડિશનમાં 15મી જુલાઈએ પ્રકાશિત આવૃત્તિમાં ત્રણ પાનાંની પૂર્તિ બહાર પાડવામાં આવી હતી, જેમાં આ પ્રદેશના ટોચના 41 ડોક્ટરોની યાદીમાં છ ભારતીય અમેરિકી ફિઝિશિયનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ છ ફિઝિશિયનોમાં સૌથી યુવાન ડો. પૂર્વી પરીખ છે જે ન્યુ યોર્ક એલર્જી એન્ડ અસ્થમા સોસાયટીના પ્રેસિડન્ટ છે. આ સોસાયટી 1937માં સ્થપાયેલી અમેરિકાની સૌથી જૂની રિજિયોનલ એલર્જી સોસાયટી ગણાય છે. ડો. પૂર્વી પરીખ એલર્જી અને ઇમ્યુનોલોજીમાં નિષ્ણાત છે અને હાલમાં એનવાયયુ લેન્ગોન હેલ્થ સાથે સંકળાયેલા છે. અન્ય પાંચ ડોક્ટરોમાં ડો. સામીન કે. શર્મા, ડો. રોમા ટીકુ, ડો. વિવેક મહેશ્વરી, ડો. મયંક શુક્લા અને ડો. શીરાઝ કુરેશીનો સમાવેશ થાય છે.
ડો. રોમા ટીકુ ન્યુ યોર્ક સિટીમાં મેમોરિયલ સ્લોન કેટરિંગ કેન્સર સેન્ટરમાં ફેકલ્ટીમાં ક્લિનિસિયન એજ્યુકેટર છે. કાર્ડિયોલોજિસ્ટ ડો. સામી કે. શર્મા ઇન્ટરનેશનલ ક્લિનિકલ એફિલિયેશન્સના ડીન અને માઉન્ટ સિનાઇમાં મેડિસિન એન્ડ કાર્ડિયોલોજીના ડીન છે. ડો. મયંક શુકલા હાર્મની સેન્ટર ન્યુ યોર્કમાં પ્રેસિડન્ટ છે. ડો. વિવેક મહેશ્વરી ગેસ્ટ્રોઇન્ટેન્સિયલ કેન્સર્સમાં નિષ્ણાત ગણાય છે. ડો. શિરાઝ કુરેશી હોસ્પિટલ ફોર સ્પેશિયલ સર્જરીમાં ઓર્થોપેડિક સર્જન છે અને વેલ કોરનેલ મેડિકલ કોલેજમાં ઓર્થોપેડિક સર્જરીના એસોસિયેટ પ્રોફેસર છે.
ડો. પૂર્વી પરીખ પરીખ વર્લ્ડવાઇડ મિડિયાના ફાઉન્ડર-ચેરમેન પદ્મશ્રી ડો. સુધીર પરીખનાં પુત્રી છે. ડો. પૂર્વી પરીખના એલર્જી, અસ્થમા અને ઇમ્યુનોડેફિસિયન્સી સિન્ડ્રોમ્સ વિશેના લેખો એનાલ્સ ઓફ એલર્જી, અસ્થમા એન્ડ ઇમ્યુનોલોજી, ધ જર્નલ ઓફ ગેસ્ટ્રોઇન્ટેસ્ટીનલ કેન્સરમાં પ્રકાશિત થયા છે. તેમનાં સંશોધનો વિવિધ નેશનલ અને ઇન્ટરનેશનલ સેમિનારોમાં રજૂ થયા છે. તેઓ અમેરિકન કોલેજ ઓફ ફિઝિશિયન્સની પબ્લિક પોલીસી કમિટીમાં છે, જ્યારે અમેરિકન કોલેજ ઓફ એલર્જી, અસ્થમા એન્ડ ઇમ્યુનોલોજીમાં એડવોકેસી કાઉન્સિલ છે.
ડો. પૂર્વી પરીખ કહે છે કે દરેક ડોક્ટર એ વાત સાથે સંમત થાય છે કે તમે આજીવન વિદ્યાર્થી છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here