ટ્રમ્પ પ્રશાસનની મોટી કાર્યવાહીઃ હવે ગર્ભવતી મહિલાઓને વિઝા નહિ મળે

 

વોશિંગ્ટનઃ ગર્ભવતી મહિલાઓને અમેરિકા આવતી રોકવાનું પ્લાનિંગ તો પહેલેથી જ ચાલતું હતું, પરંતુ હવે ટ્રમ્પ પ્રશાસને એને અમલીકરણનો જામો પહેરાવી દીધો છે. સરકારે જાહેર કર્યું છે કે બીજા દેશોમાંથી આવતી ગર્ભવતી મહિલાઓને ટેમ્પરરી વિઝા (ગ્-૧/ગ્-૨)  આપવામાં આવશે નહિ. અમેરિકામાં ‘બર્થ ટૂરીઝમ’ પર પ્રતિબંધ માટે આવા પ્રતિબંધો લગાવાયા છે. આ પ્રકારના વિઝાની હેઠળ એવી મહિલાઓ, જે બાળકોને જન્મ આપવા માટે અમેરિકા આવવા ઇચ્છતી હતી, જેથી કરીને તેમનાં બાળકોને અમેરિકાના પાસપોર્ટ મળી જાય, પરંતુ હવે સરકારના આ નિર્ણયથી એ શક્ય બનશે નહિ. ટ્રમ્પ પ્રશાસનનું કહેવું છે કે નવા નિયમોનો સંબંધ રાષ્ટ્રીય સુરક્ષા સાથે છે અને એમાં ‘બર્થ ટૂરીઝમ’ દ્વારા અપરાધિક ગતિવિધિઓ પર રોક લગાવવાનો હેતુ પણ સામેલ છે.