

હર્લી ડેવિડસન એક અમેરિકન કંપની છે. એ મોટર સાયકલનું નિર્માણ કરે છે. ભારતમાં આ કંપનીની બાઈકની ખૂબ ડિમાંડ છે.પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વારંવાર પોતાના નિવેદનોમાં એ જ વાત કરી છેકે, ભારતથી અમેરિકામાં આયાત કરવામાં આવતી મોટરસાયકલો પર અમેરિકા જીરો ટકા ટેકસ લગાવે છે. તેમણે ભારત અને ચીન જેવા દેશોને ચીમકી આપતાં કહ્યું હતું કે, જો અમેરિકાની ટેરિફ – નીતિને તમે નહિ અનુસરો તો એનું પરિણામ તમારે ભોગવવું પડશે. જો ચીન અમારા ઉત્પાદન પર 25 ટકા ટેકસ- ડયુટી લગાવશે અને ભારત 50 ટકા ડયુટી લગાવશે તો અમે પણ એના જવાબમાં એટલો જ ટેકસ તમારી પાસેથી વસૂલ કરીશું. તેમણે કહયું હતું કે, અમેરિકાની કંપનીઓની સાથે બીજા દેશોએ યોગ્ય વર્તન કર્યું નથી . ટ્રમ્પે ચીનનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે, ચીન અમેરિકાની મોટરકાર પર 25 ટકા ટેકસ લગાવે છે, જયાર અમેરિકામાં આયાત કરાતી ચીનની કાર પર અમે માત્ર અઢી ટકા ટેકસ જ લગાવીએ છીએ.