ટ્રમ્પના નાક નીચે સાઉથ ડકોટામાં ચાલતી હતી એક મીટ કોરોનાની ફેક્ટરી

 

વોશિંગ્ટનઃ અમેરિકામાં કોરોનાથી મોતનો આંકડો ૫૦ હજારને પાર થઈ ગયો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર આ દાવો કરી રહ્યાં છે કે, ધીરે ધીરે અમેરિકામાં કોરોના કાબૂમાં આવી રહ્યો છે. પરંતુ તેમનો દાવો હકીકતથી બહુ જ દૂર છે. ડોનાલ્ડ ટ્રમ્પના નાક નીચે અમેરિકાની સૌથી મોટી કોરોનાની ફેક્ટરીમાં વાઇરસનું પ્રોડક્શન ચાલી રહ્યું હતું, જે વિશે તેમને માલૂમ ન હતું.

ચીનના વુહાન મીટ માર્કેટ બાદ હવે અમેરિકાની એક મીટ ફેક્ટરીને કારણે ત્યાંના સાઉથ ડકોટા રાજ્યમાં ૫૫ ટકા કોરોના સંક્રમણ હોવાની આશંકા છે. આ મીટ ફેક્ટરીના ૩૭૦૦માંથી ૭૨૫ કર્મચારી કોરોનાથી સંક્રમિત છે. અહીંથી સતત મીટનું સપ્લાય થઈ રહ્યું હતું. આવામાં સવાલ એ છે કે, શું મીટ ફેક્ટરીથી લોકોને કોરોનાનું સપ્લાય થઈ રહ્યું હતું. 

સમગ્ર દુનિયામાં કોરોનાનો સૌથી મોટા એટેકનો સામનો કરી રહેલ અમેરિકાની પરિસ્થિતિ સુધરવાને બદલે વધુ બગડતી જઈ રહી છે. અમેરિકામાં કોરોનાથી મોતનો આંકડો ૫૦ હજાર ઉપર પહોંચી ગયો છે. અમેરિકામાં પરિસ્થિતિ ખરાબ હોવાનુ કારણ અમેરિકાની લાપરવાહી છે. જેનું સૌથી મોટું સબૂત છે અમેરિકાના સાઉથ ડકોટાની એક મીટ ફેક્ટરી.

અમેરિકાના સાઉથ ડકોટામાં સ્મિથફીલ્ડ ફેક્ટરી અમેરિકામાં કોરોનાની સૌથી મોટી ફેક્ટરી બની ગઈ છે. સ્મિથફીલ્ડ અમેરિકાના પોર્ક મીટની સૌથી મોટી બ્રાન્ડ છે. આ ફેક્ટરીમાં કોરોનાના સંક્રમણ જંગલમાં લાગેલી આગની જેમ ફેલાઈ ગયું છે. કર્મચારીઓના સંખ્યાના હિસાબે સ્મિથફીલ્ડની આ ફેક્ટરી શહેરની ચોથી સૌથી મોટી ફેકટરી છે. આટલી મોટી ફેક્ટરીમાં કોરોના સંક્રમણનો મામલો આવ્યો અને તે કિટાણુંની જેમ ફેલાતો ગયો. અહીં પહેલા સપ્તાહમાં ૮૦ કર્મચારી સંક્રમિત થયા. બીજા સપ્તાહમાં ૧૯૦ અને ત્રીજા સપ્તાહમાં ૨૩૮ કર્મચારીઓ વાઇરસના ઝપેટમાં આવી ગયા. હવે આ આંકડો ૭૦૦ને પાર થઈ ગયો છે. 

અમેરિકાની આ મીટ ફેક્ટરીએ પોતાના હજારો કર્મચારીઓ સાથે અન્ય કર્મચારીઓનો જીવ પણ જોખમમાં મૂકી દીધો છે. ફેક્ટરીમાં અંદાજે ૩૭૦૦ કર્મચારીઓ દિવસ-રાત કામ કરતા હતા. અહીં દર દિવસે ૧૯૫૦૦ પોર્ક મીટના ટુકડા કાપવામાં આવતા હતા. અહીંથી નીકળનારું મીટ સમગ્ર અમેરિકામાં સપ્લાય થતું હતું.

સ્મીથફીલ્ડની આ ફેક્ટરીએ કોરોનાને લઈને મોટી બેપરવાહી બતાવી છે. આ ફેક્ટરીમાં કોરોના આગની જેમ ફેલાઈ ચૂક્યો હતો, તેમ છતાં અહીંથી મોટા પાયે મીટ લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યું હતું. 

આ ફેક્ટરીમાં સૌથી પહેલા સાતમા માળ પર કામ કરનારા એક કર્મચારીનું મોત નિપજ્યું હતું. જેના બાદ માલૂમ પડ્યું કે, તેનું મોત કોરોનાના સંક્રમણથી થયું હતું. એક કર્મચારીના મોત બાદ પણ અહીં સતત કોરોનાના કેસ વધતા ગયા હતા. લોકડાઉન છતાં આ ફેક્ટરી ખુલ્લી રહી હતી. 

જ્યારે આ ફેક્ટરીના કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૭૦૦ પર પહોંચી ગઈ છે. ત્યારે જ સ્થાનિક તંત્રની ઊંઘ ઉડી હતી અને ૧૫ એપ્રિલના રોજ ફેક્ટરીને સીલ કરવામાં આવી હતી. ત્યાં સુધી હજારો ટન મીટ અહીંથી અમેરિકાના અલગ અલગ શહેરોમાં પહોંચાડવામાં આવી ચૂક્યું હતું. હવે અમેરિકા માટે સૌથી મોટી મુસીબત આ બાબતથી માલૂમ કરવું મુશ્કેલ છે કે, આ ફેક્ટરીથી નીકળેલ મીટ ક્યાં ક્યાં સુધી પહોંચી ચૂક્યું છે અને તેમાં કેટલા લોકો કોરોના સંક્રમિત છે.