ટોક્યોમાં વિમાનમાં આગ: ૩૭૯નો બચાવ, પાંચનાં મોત

ટોકયો: જાપાનના ટોક્યોના હાનેડા હવાઈમથકના રન-વેમાં એક પ્લેનની બીજા પ્લેન સાથે ટક્કર લાગતાં એમાં આગ લાગી હતી. તેમાં ૩૭૯ લોકો ઉગરી ગયા હતા અને પાંચ જણ માર્યા ગયા હતા. દેશના જાહેર બ્રોડકાસ્ટરે મુકેલા વીડિયોમાં પેસેન્જર પ્લેનની બારીમાંથી આગની જ્વાળા બહાર નીકળતી દેખાય છે. વીડિયોમાં પ્લેનની નીચે અને પાછળ પણ આગ લાગી હોવાનું દેખાય છે. પ્લેન રનવેમાં ગયું કે એમાં આગ લાગી હતી. બ્રોડકાસ્ટર એનએચકેએ અહેવાલ આપ્યો હતો કે જાપાન એરલાઈન્સના વિમાન જેએએલ-૫૧૬માં રહેલા ૩૭૯ લોકો સલામત રીતે બચાવી લેવામાં આવ્યા બાદ પ્લેનને આગોની જ્વાળાએ ઘેરી લીધું હતું અને એ બળીને ખાખ થઈ ગયું હતું. કોસ્ટ ગાર્ડે કહ્યું હતું કે અમારા પ્લેનની ટકકર થઈ હતી. પાઈલોટ બચી જવામાં સફળ થયો હતો, પરંતુ બીજા પાંચ ક્રુ એટલે કે કર્મચારી લાપત્તા છે. કોસ્ટ ગાર્ડના પ્લેનની હાલત વિશે પણ કશું જાણવા મળ્યું નથી. સ્થાનિક ટીવીના વીડિયોમાં પ્લેનમાં આગની જ્વાળા દેખાતી હતી અને તેની સાઈડમાંથી ધુમાડો બહાર આવી રહ્યો છે. ત્યાર બાદ પાંખ આગળના ક્ષેત્રમાં આગ લાગી હતી. એક કલાક બાદના ફૂટેજમાં આખા પ્લેનમાં આગ લાગેલી દેખાય છે. એનએચકે ટીવીએ કહ્યું હતું કે આ પ્લેન એરબસ એ-૩૫૦ હતું અને તે સાપોરો શહેરના ચીતોસ એરપોર્ટથી હાનેડા આવ્યું હતું. કોસ્ટ ગાર્ડના પ્રવકતા યોશિનોરી યાનાગીશિમાએ એ વાતને સમર્થન આપ્યું હતું કે, તેના વિમાન એમે-૭૨૨ (જે બોમબાર્ડિયર ડેશ-૮ છે)ની ટક્કર પેસેન્જર પ્લેન જોડે થઈ હતી. પ્લેનમાં આગ લાગવાનું કારણ એની કોસ્ટ ગાર્ડના પ્લેન સાથે થયેલી ટક્કરનું છે એવો અહેવાલ નિપોન ટીવીએ આપ્યો હતો. હાન્ડા જાપાનનું વ્યસ્ત હવાઈમથકમાંનું એક છે. જાપાનના કોસ્ટ ગાર્ડે અગાઉ કહ્યું હતું કે, અમે અમારા પ્લેનની બીજા પ્લેન સાથે અથડામણ થઈ હોવાના અહેવાલો તપાસી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here