ટેક્સાસ સુપ્રીમ કોર્ટની ચૂંટણીમાં લડી રહેલા જજ રવિ સંદિલ

0
894

ન્યુ યોર્કઃ ભારતીય-અમેરિકી જજ આર. કે. સંદિલ હેરિસ કાઉન્ટીમાં ટેક્સાસ સુપ્રીમ કોર્ટની ચૂંટણી લડી રહ્યા છે. ડેમોક્રેટ રવિ સંદિલ પોતાની જાતને ટેક્સાન, પતિ, પિતા અને કેન્સર સર્વાઇવર ગણાવે છે. નવ સુપ્રીમ કોર્ટ જસ્ટિસ છે અને તેમાંના તમામ રિપબ્લિકન છે. જો તે પોતાના રિપબ્લિકન પ્રતિસ્પર્ધીને હરાવશે તો સંદિલ રાજ્યની સર્વોચ્ચ કોર્ટના પ્રથમ ભારતીય-અમેરિકન બનશ, જેઓ 2012માં જીત્યા હતા, તેઓ સન 2009થી હેરિસ કાઉન્ટીમાં 127મી સિવિલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ તરીકે સેવા આપી રહ્યા છે. ટેક્સાસમાં ભારતીય-અમેરિકન અથવા સાઉથ એશિયન મૂળના સૌપ્રથમ ડિસ્ટ્રિક્ટ કોર્ટ જજ છે. તેઓ 2016માં પુનઃ ચૂંટાયા હતા અને નવેમ્બરમાં હારી ગયા હતા. તેઓ બેન્ચનો ‘સ્વતંત્ર અવાજ’ બનવા માગે છે.