ટૂંક સમયમાં પ્લાસ્ટિકની ચલણી નોટો આવી રહી છે…

0
888
Photo: Reuters

હવે  ભાજપની સરકાર વિવિધ પ્રયોગો અને કાર્યક્રમોને અમલમાં મૂકીને દેશના વહીવટીતંત્રને વધુ કાર્યક્ષમ બનાવવા માગે છે. સરકાર આમ જનતાના જીવનની ગતિવિધિને લક્ષમાં રાખીને આયોજનો કરવા ઈચ્છે છે. તાજેતરમાં કેન્દ્રના રાજયકક્ષાના નાણાપ્રધાન પી. રાધાકૃષ્ણને એક પ્રશ્નનો ઉત્તર આપતાં સંસદમાં માહિતી આપી હતી કે, હાલ ચલણમાં રહેલી 2,000 રૂપિયાની નોટો બંધ કરવાનો સરકારનો કોઈ ઈરાદો નથી. કેન્દ્ર સરકાર એક નવો પ્રયોગ કરવા માગે છે્. ટૂંક સમયમાં સરકાર 10 રૂપિયાની પ્લાસ્ટિકની નોટો ચલણમાં મૂકશે. આ કામ હાલમાં પ્રાયોગિક ધોરણે કરવામાં આવી રહ્યું છે.

   સરકાર ભારતના પાંચ શહેરોમાં પ્રયોગના ધોરણે પ્લાસ્ટિકની નોટો ચલણમાં મૂકશે. આ પાંચ શહેરોના નામ છે- કોચી, મૈસુર. જયપુર, સિમલા અને ભુવનેશ્વર.

થોડા સંમયબાદ 5, 20 અને 50 રૂપિયાની પ્લાસ્ટિકની નોટો ચલણમાં  મૂકવામાં આવશે. 5,10, 20 અને 50 રૂપિયાની નોટોનો સામાન્ય નાણાકીય વ્યવહારમાં વારંવાર ઉપયોગ થતો હોવાથી એ કાગળની નોટને ખૂબ ઘસારો પહોંચે છે. એ જલ્દીથી ચોળાઈ જાય છે, ફાટી જાય છે. આ બધા કારણોને લક્ષમાં રાખીને સરકાર હવે પ્રયોગના ધોરણે પ્લાસ્ટિકની નોટ ચલણમાં મૂકવાનું આયોજન કરી રહી હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.