ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક વિવેક ઓબેરોય નિર્મિત ફિલ્મથી હિન્દી ફિલ્મમાં પદાર્પણ કરી રહી છે. ..

0
908
(Pic credit: Instagram/shweta.tiwari)

 

        બોલીવુડના પ્રતિભાશાળી કલાકાર વિવેક ઓબેરોય રોઝી – ધ સેફરન ચેપ્ટર નામની એક ફિલ્મ બનાવી રહ્યા છે. જેમાં ટેલિવિઝન સિરિયલોની જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક ડેબ્યુ કરી રહી છે. કસૌટી જિંદગીકી સિરિયલમાં (અગાઉની ) પ્રેરણાની ભૂમિકા ભજવીને દર્શકોના મન જીતી લેનારી શવેતા તિવારીએ અનેક પ્રકારની ભૂમિકાઓ ભજવી છે. હવે તેમની પુત્રી પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવા ફિલ્મમાં પદાર્પણ કરી રહી છે. વિવેક ઓબેરોય પ્રેરણા અરોરા સાથે મળીને ઉપરોક્ત ફિલ્મનું નિર્માણ કરી રહયા છે. ફિલ્મનું પોસ્ટર રિલિઝ થઈ ગયું  છે. જેમાં પલક અત્યંત ગ્લૅમરસ લુકમાં જોવા મળી રહી છે. આ હોરર થ્રિલર ઝોનની ફિલ્મ છે. જેમાં ગુરગાંવની સત્યઘટનાઓનો આધાર લેવા આવ્યો છે. આ ફિલ્મનું નિર્દેશન વિશાલ મિશ્રા કરી રહ્યા છે. પલક પોતાની આગામી ફિલ્મ માટે ખૂબ આશાવાદી છે.