ટીવીના સુપરસ્ટાર કોમેડિયન કપિલ શર્માનો નવો કોમેડી શો ટૂંક સમયમાં આવી રહ્યો છેઃ ફેમિલી ટાઈમ વિથ કપિલ શર્મા

0
466

ભારતીય ટેલિવિઝનના પરદે સ્ટેન્ડઅપ કોમેડીનું એક આગવું સ્વરૂપ પ્રગટ કરનાર કામયાબ હાસ્ય કલાકાર કપિલ શર્મા પોતાની રીતભાત અને વધુ પડતા અહમને લીધે લોકોની ટીકાનો ભોગ બન્યા હતા. વિદેશ પ્રવાસ દરમિયાન પોતાના કોમેડી શોના સહ કલાકાર મશહૂર ગુલાટી સાથે અણછાજતું વર્તન કરીને પોતાની કારકિર્દીને જોખમમાં મૂકી હતી. ત્યારબાદ એમના ટીવી શોની લોકપ્રિયતાનો આંક ઘટવા માંડતા નિર્માતાઓેએ  શો બંધ કરવો પડ્યો હતો. હતાશા , માનસિક તનાવથી પીડાતા કપિલ શર્માની ફિલ્મ ફિરંગી પણ ટિકિટબારી પર કશું કૌવત બતાવી શકી નહોતી. પણ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. કપિલના પ્રશંસકો માટે સારા સમાચાર છે- ટૂંક સમયમાં કપિલ શર્મા નવા કન્ટેઈન્ટ સાથે નવો મનોરંજક શો લઈને સોની ચેનલ પર આવીરહ્યા છે. તેમના શોનું નામ છે- ફેમિલી ટાઈમ વિથ કપિલ શર્મા. આ શોનો પ્રોમો રિલિઝ થઈ ગયો છે. જેને લોકોનો ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો છે. કપિલ શર્મા એક ઉત્તમ હાસ્ય કલાકાર છે. સ્ટેન્ડ-અપ કોમેડી માટે જરૂરી હોય છે- સહજતા, સરલતા અને હાજરજવાબીપણું., ટાઈમિંગ્સ અને પંચ લાઈન .કપિલ પાસે ગજબની ટાઈમિંગ સેન્સ છે  અને પંચ લાઈનનો તો એ મહારથી છે ! …કપિલ શર્માના કોમેડી શોની પ્રેક્ષકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે…!.