ટીવીના રિયાલિટી શોના  યુવા હોસ્ટ ગાયક આદિત્ય નારાયણની જાહેરાતઃ 2022 પછી હું ટેલિવિઝનના પરદા પર હોસ્ટ તરીકે કામ નહિ કરું…

 

   

 તાજેતરમાં જાણીતા ટીવી હોસ્ટ (યુવા ગાયક તેમજ એકટર ) આદિત્ય નારાયણે એવી ઘોષણા કરી છેકે, તેઓ હવે ટીવીના રિયાલિટી કાર્યક્રમોમાં હોસ્ટની કામગીરી નહિ કરે. તે કશુંક મોટું , કશુંક નવું કે અલગ કરવા માગે છે. તરંતુ હકીકતમાં આદિત્યએ પોતાની ભાવિ કામગીરી અંગે કશી સ્પષ્ટતા કરી નથી. 

    આદિત્યે જણાવ્યું હતું કે, જયારે આવતા વરસ સુધીમાં તો ટીવીના હોસ્ટ તરીકે કામ કરવાનું બંધ કરશે , ત્યાં સુધીમાં તો તેઓ એક બાળકના પિતા પણ બની ચુક્યા હશે. 

 આદિત્ય નારાયણ 80-90ના દાયકાના બોલીવુડ ફિલ્મ ના જાણીતા અને અતિ લોકપ્રિય ગાયક ઉદિત નારાયણના પુત્ર છે. તેમણે જણાવ્યું હતું કે, ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીએ મને જીવનમાં સ્થિરતા આપી છે, હું મુંબઈમાં મારું ઘર લઈ શક્યો છું, મોટરકાર લઈ શક્યો છું- હું એક સુંદર -સરસ જીવન જીવી શકું છું – આ બધું  ટેલિવિઝનને આભારી છે. મેં જયારે ટેલિવિઝન પર કામ કરવાની શરૂઆત કરી હતી ત્યારે હું ઉંમરમાં બહુ નાનો હતો. 

  આદિત્ય નારાયણે 2007માં રિયાલિટી શો સારેગમપા ચેલેન્જમાં હોસ્ટ તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. ગત વરસે આદિત્યે શ્વેતા અગ્રવાલ સાથે ડિસેમ્બરમાં લગ્ન કર્યા હતા. તેઓ આશરે 8-10 વરસ સુધી શ્વેતા સાથે રિલેશનશિપમાં રહ્યા હતા. 

  આદિત્ય નારાયણ એક અચ્છા ગાયક પણ છે, પરંતુ કમનસીબે તેમની ગાયકીને ખાસ પ્રતિસાદ મળ્યો નહોતો. આદિત્યે શાપિત નામની ફિલ્મમાં પણ હીરો તરીકે ભૂમિકા ભજવી હતી.