
કાર્યક્રમોના એન્કર તરીકે અને રિયાલિટી શોના સંચાલક- હોસ્ટ તરીકે મનિષ પોલનું ફિલ્મ તેમજ ટીવી જગતમાં લગભગ એકચક્રી શાસન છે. હાલમાં તે નચ બલિયે -9નું હોસ્ટિંગ કરી રકહ્યો છે. તેણે અત્યાર સુધીમાં અનેક શોનું સફળતાપૂર્વક સંચાલન કર્યું છે. હવે તે આગામી કવીઝ શોના સંચાલનની ભૂમિકા અદા કરવાનો છે. પોતાની કારકિર્દીમાં તે સૌ પ્રથંમવાર બોલીવુડના કવીઝ શોનું સંચાલન કરશે. આ શોમાં બોલીવુડના અનેક નાના -મોટા કલાકારો જોવા મળી શકશે. અનિલ કપુર, અર્જુન કપુર, ફરાહ ખાન, તબુ, જાહનવી કપુર, ઈશાન ખટ્ટર, જેકલીન ફર્નાન્ડીસ, ટાઈગર શ્રોફ, સહિતના સેલિબ્રિટિઝની બોલીવુડની જાણકારી વિષેની ટેસ્ટ મનિષ લેશે. આ શોમાં ભાગ લેનારા રૂા.ત્રીસ લાખ સુધીની રકમ જીતી શકે છે. આ ઉપરાંત પણ અનેક ઈનામો રાખવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું.