ટીવીના જાણીતા એન્કર અને અભિનેતા મનિષ પોલની ઈન્સ્ટાગ્રામ પર રજૂઆત :લોકડાઉન પત્યા બાદ મારે કામ કરવું છે, મને કામની જરૂર છે..

 

    ટીવી પર રિયાલિટી શો જોનારા દર્શકો તરુણ અને સોહામણા અભિનેતા – એન્કર મનિષ પોલના નામથી સારી રીતે પરિચિત છે. મનિષે અનેક શોનું  સફળ સંચાલન કર્યું  છે. હોસ્ટ તરીકે તેને આગવી સફળતા હાંસલ કરી છે. તાજતરમાં મનિષે પોતાની તસ્વીર અને બાયો- ડેટા સાથે એવી માગણી કરી હતીકે, મારે લોકડાઉન પત્યા બાદ તરત કામની જરૂર છે. તેણે કહ્યું છેઃ હું હોસ્ટિંગ, એકરીંગ, રિયાલિટી શો કે ઈવેન્ટનું સંચાલન – બધું જ કરવા તૈયાર છું. હું સમયસર કામ પર આવીશ. હું અને મારો સ્ટાફ વેનિટી વાનમાં બેસી નહિ રહીએ. અમે કશી માગણી નહિ કરીે હું મારું જમવાનું પણ મારી સાથે લઈને આવીશ, હું કશી હેરાનગતિ ઊભી નહિ કરું પણ મારે કામની બહુ જરૂર છે. મનિષ પોલે પોતાની વિવિધ તસવીરો પણ પોતાની કેફિયત સાથે ઈન્સ્ટાગ્રામ પર મૂકી હતી. મનિષની આ રજૂઆત માત્ર વ્યંગ કે ટિખળ છે કે, એમાં ગંભીરતા છે એ તો ભવિષ્યમાં જ જાણવા મળશે.