ટીમ ઇન્ડિયા સામે ઇંગ્લેન્ડનો 2-1થી વન-ડે શ્રેણીવિજય

ઇંગ્લેન્ડ સામેની ત્રીજી અને અંતિમ વન-ડેમાં હાર સાથે ભારતે 2-1થી શ્રેણી ગુમાવી હતી. કોહલીની કેપ્ટન્સીમાં સળંગ છેલ્લી આઠ વન-ડે સિરીઝ જીતનાર ભારત પ્રથમ વાર વન-ડે સિરીઝ હાર્યું હતું. ત્રીજી વન-ડેમાં જીત માટે 257 રનના ટાર્ગેટનો પીછો કરતાં ઇંગ્લેન્ડે બે વિકેટે વિજયી રન બનાવી સિરીઝ જીતી હતી. રૂટ 100 અને મોર્ગન 88 રને નોટઆઉટ રહ્યા હતા. તસવીરમાં વિજયની ઉજવણી કરતા ખેલાડીઓ. (ફોટોસૌજન્યઃ ડીએનએ)