ટિકિટબારી પર સફળ થતી ફિલ્મોના સોથી લોકપ્રિય અભિનેતા અક્ષયકુમારની ફિલ્મ બેલબોટમ રિલિઝ થઈ રહીછે…

 

       ખતરોં કા ખિલાડી તરીકે ઓળખાતા – એકશન હીરો અક્ષયકુમારની ફિલ્મ બેલબોટમનું શૂટિંગ કોરોના મહામારીના સમયગાળા દરમિયાન  પૂરું કરવામાં આવ્યું હતું. કોવિદ-19 મહામારીના માહોલ દરમિયાન તમામ પ્રોટોકોલનું પાલન કરીને શૂટિંગ પૂરું કરનારી આ પ્રથમ ફિલ્મ છે. જેને કારણે ફિલ્મ- નિર્માતાઓ પણ તેની પ્રશંસા કરી રહ્યા છે. આ ફિલ્મની કથા સત્ય ઘટના પર આધારિત છે. રહસ્યભરી વાર્તા – જાસૂસી ડ્રામા પેશ કરતી બેલબોટમની રજૂઆતની અક્ષયકુમારના ચાહકો પણ પ્રતીક્ષા કરી રહ્યા છે. અક્ષયકુમારે ટવીટ કરીને જણાવ્યું હતું કે, હું જાણું છું કે તમે સહુ આતુરતાથી મારી ફિલ્મ બેલબોટમ રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે. હું મારી ફિલ્મની રિલિઝ તારીખ જાહેર કરીને ખૂબ ખુશ છું. આગામી 27મી જુલાઈએ એ વિશ્વભરમાં મોટા પરદા પર રજૂ થઈ રહી છે. 

       આ ફિલ્મમાં અક્ષયકુમાર સાથે હીરોઈનની ભૂમિકામાં વાણી કપુર છે. અભિનેત્રી લારા દત્તા પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. ફિલ્મનું નિર્દેશન રણજીત તિવારીએ કર્યું છે. વસુ ભગનાની, જેકી ભગનાની અને નિખિલ અડવાની ફિલ્મના નિર્માતા છે. ફિલ્મ રોમાંચક અને મનોરંજક હોવાથી પ્રેક્ષકોને જરૂર ગમશે એવું એના એના નિર્માતાઓ માની રહ્યા છે.