ટિકિટબારી પર વીક એન્ડમાં 32 કરોડ રૂાની કમાણી કરીને આગળ ધપતી રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપુરની ફિલ્મ સ્ત્રી ..!

0
702

માત્ર 20 કરોડના બજેટમાં બનેલી શ્રદ્ધા કપુર અને રાજકુમાર રાવને ચમકાવતી ફિલ્મ સ્ત્રીએ વીક એન્ડમાં ટિકિટબારી પર 32 કરોડની કમાણી કરી લીધી હોવાના સમાચાર મળ્યા હતા. સોમવારના દિવસે પણ આ ફિલ્મે 8 કરોડનો વકરો કર્યો હતો. નાના બજેટની અને સુપરસ્ટારની ઝાકઝમાળ વિનાની આ ફિલ્મમાં શ્રદ્ધા કપુર અને રાજકુમાર રાવના અભિનયની દર્શકો પ્રશંસા કરી રહયા છે. રાજકુમાર રાવ પ્રતિભાશાળી કલાકાર છે. આજની પેઢીના ઉત્તમ કલાકારોમાં તેની ગણના કરવામાં આવે છે. કોઈની પણ લાગવગ વિના, માત્ર પોતાના અભિનયની તાકાત પર કામ મેળવનારા અને પોતાના કામને લીધે સફળતા હાંસલ કરનારા  અભિનેતા- અભિનેત્રીઓ બહુ જૂજ છે. આશુતોષ રાણા, મનોજ બાજપેયી, નવાજુદી્ન સિદીકી, તાપસી પન્નૂ, આયુષમાન ખુર્રાના , ભૂમિ પેંડણેકર, સુશાંત રાજપૂત જેવા કલાકારો પોતાની અભિનય પ્રતિભાના જોરે બોલીવુડમાં સફળતા મેળવી શક્યા છે.