ટાઈમ મેગેઝિન દ્વારા પ્રકાશિત થનારા વિશ્વના 100 શક્તિશાળી પ્રભાવશાળી વ્યક્તિઓના ફાયનલ લિસ્ટમાં પુન નરેન્દ્ર મોદીનું નામ હોવાની સંભાવના ..

0
1054

 

વિશ્વના અતિ પ્રતિષ્ઠિત રાજકીય મેગેઝિન ટાઈમ દ્વારા દાયકાથી ય વધુ સમયથી વિશ્વની  અતિ પાવરફુલ 100 વ્યક્તિઓના નામની યાદી પ્રગટ કરવામાં આવે છે. ફાયનલ યાદી તૈયાર કરવાની કામગીરી ટાઈમના એડિટરો સંભાળે છે. આ વરસે ફાયનલ યાદીમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ હોવાની પ્રબળ સંભાવના હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ યાદીમાં ડોનાલ્ડ ટ્રમ્પ, માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલલ, રશિયાના શાસક વ્લાદિમીર પુતિન અને ચીનના શી જિનપિંગના નામનો પણ સમાવેશ થયો હોવાની માહિતી મળી હતી. આ 100  વ્યક્તિઓના નામનું લિસ્ટ આવતા મહિને પ્રકાશિત કરવામાં આવશે. જેમના વ્યક્તિત્વ અન કર્તૃત્વની અસર સમગ્ર વિશ્વ પર પડે છે તેવી વિશિષ્ટ અને પ્રભાવક વ્યક્તિઓના નામનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here