-ટાઈગર શ્રોફ હવે એની આગામી ફિલ્મોમાં હીરોઈન સાથે ઈન્ટીમેટ સીન નહિ કરે તેમજ હીરોઈનને કિસ નહિ કરે..

0
825

 

પોતાની બોડી ફિટનેસ અને ડાન્સ માટે જાણીતો બનેલો .યુવાન અભિનેતા ટાઈગર શ્રોફ આજકાલ એના અભિનય કે ફિલ્મને કારણે નહિ, પણ એના કોન્ટ્રેકટમાં એમણે ઉમેરેલી એક કોલમને કારણે ચર્ચાનો વિષય બની ગયો છે. ટાઈગર અને દિશા પાટની લાંબા સમયથી એકમેકસાથે ડેટિંગ કરી રહયો છે. તેમની બન્નેની રિલેશનશિપ આખું બોલીવુડ જાણે છે. ટાઈગર અન્ય કોઈ હીરોઈન સાથે ઈન્ટીમેટ સીન કરે કે હીરોઈનને ચુંબન કરે તે દિશાને બિલકુલ સ્વીકાર્ય નથી. આથી દિશાએ આ રીતે ટાઈગરને શરતોના પાંજરામાં પૂરી દીધો ..હવે નો કિસિંગનો  ફતવો લઈને ફિલમમાં રોલ કરવા જશે તો કેટલા નિર્માતા એની વાત સ્વીકારશે એ તો ભવિ્ષ્યમાં જ ખબર પડશે. પણ કરણ જોહર, આદિત્ય ચોપરા, સંજયલીલા ભણશાળી , અનુરાગ કશ્યપ , અનુરાગ બાસ, રાજુ હીરાની કે રાજકુમાર બડજાત્યા , સલમાન ખાન, રાકેશ રોશન સહિતના નામાંકિત ને નીવડેલા નિર્માતા- નિર્દેશક પાસે તો ટાઈગર બકરી બની જશે ..