ટાઈગર શ્રોફની ફિલ્મ – સ્ટુડન્ટ ઓફ ધ યર-2 ટિકિટ બારી પર ધમાકેદાર આેપનિંગ સાથે કમાણી કરી રહી છે

0
928

.

આ ફિલ્મ ટાઈગર શ્રોફની કેરિયરની 3 બેસ્ટ વીકેન્ડ ઓપનરમા સ્થાન મેળવી ચૂકી છે. આ ફિલ્મે વીકેન્ડમાં  44 કરોડ, 35 લાખનો વકરો કર્યો હોવાનું બોલિવુડના ફિલ્મ વિવેચક તરણ આદર્શે જણાવ્યું હતું. આ ફિલ્મમાં ટાઈગરે બેહતરીન ડાન્સ કર્યો હોવાનું ફિલ્મી પંડિતો દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં ટાઈગરની સાથે બે હીરોઈનો છે,  જેમાં એક જાણીતા કોમેડિયન ચન્કી પાંડેની પુત્રી અનન્યા પાંડે છે, તોબીજી હીરોઈન તારા સુતરિયા છે. બોલીવુડના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ટાઈગર અને દિશા પાટનીની ફિલ્મ – બાગી-2 2018માં રિલિઝ થઈ હતી. આ ફિલ્મે પણ વીકેન્ડમાં જ 73 કરોડ, 10 લાખ રૂપિયાનો વકરો કર્યો હતો.

હવે આવતા સપ્તાહમાં અજય દેવગણ અને તબ્બુની ફિલ્મ દે દેપ્યાર દે અને બીજી ફિલ્મ જોનવિક ચેપ્ટર 3 રિલિઝ થઈ રહી છે. આથી ટાઈગર શ્રોફની ફિલ્મની આવક પર પણ એની અસર પડશે, કારણ કે દર્શકો વહેંચાઈ જવાના..