ટવીટર પર સૌથી વધુ સંખ્યામાં ફોલોઅર ધરાવતા વિશ્વનેતા શ્રી નરેન્દ્ર મોદી

0
817

ટવીટર પર ફોલોઅરની સંખ્યાની વાત કરીએ તો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની
લોકિપ્રયતાનો આંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. મોદીએ જગતભરના રાજકીય નેતાઓને પાછળ રાખીને ઴લોકચાહના હાસિલ કરી છે. હા, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ખ્રિસ્તી પ્રજાના વડા ધર્મ- ગુરુ પોપ ફ્રાન્સિસ બાદ મોદી ત્રીજા ક્રમે આવ્યા છે. મોદીએ ટવીટર પર બહોળી સંખ્યામાં ફોલોઅર મેળવીને આગેકૂચ જારી રાખી છે.

દુનિયાના શ્રેષ્ઠ દસ રાજપુરુષોમાં પ્રથમ ક્રમાંકે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ છે અને ત્યારબાદ વેટિકન સિટીના પ્રમુખ અને ધામિર્ક વડા પોપ ફ્રાન્સિસ છે. જોકે પોપના તો વિશ્વની જુદી જુદી નવ ભાષાઓમાં ટવીટર એકાઉન્ટો છે. આ બન્ને મહાનુભાવો બાદ ભારતના વડાપ્રધાન મોદી વર્તમાન સમયે ટ્વીટર પર કુલ ચાર કરોડ ફોલોઅર ધરાવે છે. આધુનિક ટેકનોલોજીમાં જીવંત રસ ધરાવનાર મોદી વિવિધ સંપર્ક માધ્યમોના વિસ્તૃત ઉપયોગ દ્વારા આખી દુનિયામાં ફેલાયેલા તેમના તમામ વય જૂથના પ્રશંસકો અને સમર્થકો સાથે પોતાનો વૈચારિક સંવાદ જાળવી શક્યા છે, એ જ એમની વિશ્વનેતા તરીકેની ઈમેજને ગૌરવવંતી બનાવે છે.