ટવીટર પર રિલિઝ થયેલા વિડિયોમાં ક્રિકેટર રોહિત શર્મા કહે છે :હાર્દિક પંડયા સારો ડાન્સર નથી…

0
942
Cricket - India v Australia - First One Day International Match - Chennai, India – September 17, 2017 – Hardik Pandya of India celebrates after dismissing Travis Head of Australia. REUTERS/Adnan Abidi

                        ઈંગ્લેન્ડમાં વર્લ્ડ કપની મેચ શરૂ થવાને આડે માત્ર બે દિવસ જ બાકી રહ્યા છે.ભારતની ક્રિકેટ ટીમ  આગામી 5જૂનથી દક્ષિણ આફ્રિકા સામે મેચ રમવાની છે. પરંતુ આઈસીસીએ એક વિડિ્યો જારી કરીને ભારતની ક્રિકેટટીમના ખેલાડીઓની વિશેષતાઓ- ખાસિયતો રજૂ કરીને ઘણા દર્શકો- પ્રશંસકો સમક્ષ વાતો પ્રગટ કરી હતી. જેમાં ક્રિકેટ ખેલાડીઓની પસંદ-નાપસંદ, ગમા- અણગમા બધુ રજૂ કર્યું છે. તેમણે કેટલાક સવાલોના જવાબમાં જ કહ્યું હતું કે, હાર્દિક પંડયાને  સેલ્ફી લે્વાનું સૌથી વધુ ગમે છે. ભારતીય ક્રિકેટ ટીમમાં કયો ખેલાડી સૌથી ખરાબ ડાન્સર છે એવા સવાલના ઉત્તરમાં રોહિતે હાર્દિક પંડ્યાનું નામ આપ્યું હતું. આ વિડિયો -કલીપમાં ક્રિકેટરો વિષેની એવી ઘણી બાબતો છે, જે એમના પ્રશંસકોને ખબર જ નહિ હોય .