ઝોયા અખ્તરની ફિલ્મ  ગલી બોયનો પ્રથમ લુક રિલિઝ કરવામાં આવ્યો

0
1034

ઝોયા અખ્તર એક કુશળ ડિરેકટર છે. તેના ભાઈ ફરહાન અખ્તરની જે મ તેપણ ચીલાચાલુ વિષયોથી હટીને નવા કથા-વસ્તુ ધરાવતા વિષયો પર ફિલ્મો બનાવે છે. આ અગાઉ એણે વર્તમાન જીવન-શૈલીની વિસંગતિઓ  પેશ કરતી મલ્ટી સ્ટારર ફિલ્મ દિલ ધડકને દો બનાવી હતી. જેને ટિકિટબારી પર સારી સફલતા મળી હતી. હવે મુંબઈ જેવા શહેરમાં રસ્તાઓ પર અને ગલીઓમાં ફરી ફરીને ગીત ગાતા ગાતા પોતાની રોજી- રોટી કમાતા ગાયકોના જીવન પર ઝોયા ફિલ્મ બનાવી રહી છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણવીર સિંહ મુખ્ય ભૂમિકા  ભજવી રહ્યા છે. રણવીર સિંહ કુશળ અને પ્રતિભાસંપન્ન કલાકાર છે, આલિયા ભટ્ટ હાલની નવોદિત પેઢીની પ્રતિભાસંપન્ન અભિનેત્રી છે. તાજેતરમાં આ ફિલ્મનો ફર્સ્ટ લુક પ્રકાશિત કરવામાં આવ્યો છે. આગામી 2019ની 14મી ફેબ્રુઆીના દિને એટલે કે વેલેન્ટાઈન ડેના ગલીબોય ફિલ્મ રજૂ કરવામાં આવશેએમ જણાવવામાં આવ્યું છે.