ઝેરી ગેસ ગળતરને કારણે સુરત જીઆઇડીસીમાં છ લોકોનાં મૃત્યુ

 

સુરતઃ સુરતના સિંચન GIDCમાં કેમિકલ ભરેલું ટેન્કર ખુલ્લામાં ઠાલવવામાં આવતાં ઝેરી અસરથી ૬ લોકોનાં માત થયા છે, જ્યારે ૨૩થી વધુ મજૂરો અને કારીગરોને ગૂંગળામળ થતાં હોસ્પિટલ ખેસડવામાં આવ્યા છે. જેમાં GIDCમાં આવેલી વિશ્વ પ્રેમ મિલના ૧૦ કારીગર અને અન્ય મજુરો અસરાગ્રસ્ત થયા છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ દોડતો થઇ ગયો છે. તમામ અસરગ્રસ્તોને સિવિલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મામલે માનવ વધનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. સંદીપ ગુપ્તા, પ્રેમ ગુપ્તા, પ્રકાશ મારવાડી સહિત આઠથી ૧૦ લોકોની સંડોવણી હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુપ્તાબંધુઓ ભૂગર્ભમાં જતા રહ્યા હોવાનું સામે આવ્યું છે. હાઇડ્રોજન સલ્ફાઈટથી મોત થયાની આશંકા તબીબો દ્વારા સેવવામાં આવી રહી છે. 

ડૉ. અશ્ર્વિન વસાવા ( મેડિસિન વિભાગ સિનિયર ડોક્ટર) એ જણાવ્યું હતું કે, સચિનમાં બનેલી દર્ઘટના પાછળ હાઇડ્રોજન સલ્ફાટ નામનું કેમિકલ જવાબદાર હોય એમ કહી શકાય છે. એટલું જ નહીં પણ આ કેમિકલ સીધી શ્વાસ અને મગજને અસર કરે છે, શ્વાસોશ્વાસની પ્રક્રિયા ધીમી કરી શકે છે અને મગજને કામ કરતું ધીમું પાડી શકે છે . ઘટના બાદ ગણતરીની મિનિટોમાં જો સારવાર આપવામાં આવે એટલે કે, એન્ટી ડોટ આપવામાં આવે તો દર્દીઓને બચાવી શકાય છે. આ ઝેરી પ્રવાહી શ્વાસોશ્વાસથી શરીરમાં ગયા બાદ બ્રેન ડેડ કરી શકે છે. ૬ જણાની મોત પણ બ્રેઇન ડેડથી થયા હોય એમ કહી શકાય છે. જોકે હાલ સેમ્પલ લઈ લેબમાં મોક્લવામાં આવ્યા છે અને બી બાજુ પોસ્ટ મોર્ટમ કામગીરી શરૂ કરાઈ છે. લેબના રિપોર્ટ બાદ જ મૃતકની મોતનું સાચું કારણ જાણી શકાય છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પહેલા ઝડપથી સારવાર ચાલી રહી છે. એ પ્રાથમિકતા છે. ત્યાર બાદ જે જરૂર હશે, એ કરવામાં આવશે. પોલીસ કમિશનર દ્વારા બે – ત્રણ ટીમ બનાવી તપાસ કરાઈ રહી છે. ટેકરનો ડ્રાઈવર હાલ બેભાન છે, પણ ભાનમાં આવી જશે એવી શક્યતા છે. ટેન્કરમાં જે કેમિક્લ હતું એ થોડું હેવી હશે, કેમ કે, પહેલા માળ સુધી અસર થઈ હશે, જોકે સંપૂર્ણ તપાસ ચાલી રહી છે. 

ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારી સાંસદ સી.આર. પાટીલે સચિન જીઆઈડીસીની દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું. સચિન જીઆઈડીસીમાં કેમિકલ ભરેલા ટેન્કરો જે ખાલી કરવામાં આવે છે એના માલિકોને શોધીને તેમની સામે ગંભીર ગુનો દાખલ કરવો જોઈએ.

GIDCમાં રાજકમલ ચીકડી પ્લોટ નંબર ૩૬૨ બહાર કેમિકલ ટેન્કરથી ૮-૧૦ મીટર દૂર જ તમામ મજુરો સૂતા હતા, ત્યારે અચાનક જ ટેન્કરમાંથી કેમિકલ ઠાલવતા ઝેરી અસર થઈ હતી, જેને શરણે સૂતેલા મજૂરો અને મિલના કારીગરો પર એની અસર થઈ હતી. હાલ આ તમામ મજૂર સહિત મિલ કારીગરોને આજુબાજની હોસ્પિટલો અને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

ડોક્ટર ઓમકાર ચૌધરીએ જણાવ્યું હતું કે ઘટનાની ગંભીરતાને લઈ મેડિસિન સર્જરી, એનેસ્થેસિયા સહિતના સિનિયર ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો તાત્કાલિક ટ્રોમાં સેન્ટરમાં દોડી આવ્યા હતા. એટલું જ નહીં, તમામ મેડિકલ ઓફિસરોને પણ બોલાવી લેવાયા હતા. ખડે પગે તમામની સારવાર સાથે દાખલ કરાયા છે.

ઇન્ચાર્જ સિવિલ સુપરિન્ટેન્ડન્ટ ધ્રુતી પરમાર પણ ટ્રોમાં સેન્ટરમાં દોડી આવ્યાં હતાં. તમામ મજૂરોને મોગ્ય સારવાર મળી રહે એ માટે તમામ સુવિધાઓની વ્યવસ્થા કરી દેવાઈ છે. હાલ પરિસ્થિતિ કાબૂમાં હોય એમ કહી શકાય છે. હાલ દાખલ કરાયેલા દર્દીઓ પર ધ્યાન અપાઈ રહ્યું છે. ડોક્ટરો બને એટલું શક્ય હશે એ કરીને હવે કોઈ મૃત્યુ ન થાય એની કામગીરીમાં જોડાયા છે.

પઠાણ (૧૦૮ પ્રોજેક્ટ મેનેજર)એ જણાવ્યું હતું કે ઘટના લગભગ સવા ચાર વાગ્યાની હતી. પ્રથમ કોલ સચિન લોકેશનની એમ્બ્યુલન્સને મળ્યો હતો. ત્યારે બાદ ઘટનાસ્થળે અનેક દર્દીઓ ગૂંગળાયેલી હાલતમાં હોવાથ લગભગ વિવિધ લોકેશનની ૧૦ એમ્બ્યુલન્સને મોકલવામાં આવી હતી. ઓછામાં ઓછા ૨૯ અસરગ્રસ્ત દર્દીઓને ઓક્સિજન સહિતની સારવાર સાથે સિવિલ લઈ જવાયા હતા. ૧૦૮ના ડોકટર અને પાયલોટની સૂઝબૂઝ સહિતની કામગીરીને હું આવકારું છું