ઝિફિટી ભારતીય રિટેઇલરોને અમેરિકી બજારમાં પ્રવેશવામાં મદદરૂપ થાય છે

વોર્ટન, ન્યુ જર્સીઃ ઝિફિટી ભારતીય રિટેઇલરોને અમેરિકી બજારમાં પ્રવેશવામાં મદદરૂપ થાય છે. લગભગ 200 વેચાણકર્તાઓ અને એક લાખ ચીજવસ્તુઓ પોતાની વેબસાઇટ પર ધરાવતી ઓનલાઇન ઈ-કોમર્સ માર્કેટપ્લેસ ઝિફિટીડોટકોમ સાઉથ એશિયન ઇન્ડિયન બ્રાન્ડ્સ અને રિટેઇલરોને મોટા પાયે વિચારવા-વૈશ્વિક સ્તરે વૃદ્ધિ પામવા સહાયરૂપ થાય છે.
જ્યારે ક્રોસ-બોર્ડર ઈ-કોમર્સમાં સતત વૃદ્ધિની વાત આવે ત્યારે કેટલાક વેપારીઓ તકો વિશે માહિતગાર હોતા નથી. રિટેઇલરો આંતરરાષ્ટ્રીય ઉપભોક્તાઓને પોતાની ચીજવસ્તુઓના વેચાણ માટેના પડકારોનો સામનો કરવો પડતો હોય છે. વિવિધ જૂથના માર્કેટપ્લેસ ઉપભોક્તાઓ ઉચ્ચ લક્ષ્યાંકિત સમુદાયને લક્ષ્ય બનાવી શકતા નથી.
ઝિફિટીએ યોગ્ય ટેક્નોલોજી, બ્રાન્ડિંગ, પ્લેટફોર્મ વિકસાવ્યું છે જે આ સમસ્યાઓને ઉકેલેછે અને ભારતથી અમેરિકામાં ક્રોસબોર્ડર સેલને અસરકારક રીતે સહાયરૂપ થાય છે.
પરીખ વર્લ્ડવાઇડ મિડિયાના ચેરમેન-પબ્લિશર પદ્મશ્રી ડો. સુધીર પરીખે જણાવ્યું હતું કે ઝિફિટી તમામ ભારતીય ચીજવસ્તુઓ-માલસામાન ભારતની બહાર, ખાસ કરીને અમરિકામાં વેચાણ માટે ખૂબ જ મોટું માર્કેટપ્લેસ છે. હું ઝિફિટીનો પાર્ટનર બન્યો છું, કારણ કે હું માનું છું કે ઝિફિટી ડોટકોમ નોર્થ અમેરિકામાં વસતા તમામ સાઉથ એશિયન ભારતીયોને મોટી સેવા પૂરી પાડશે