
ઝારખંડ ને ઉત્તરપ્રદેશમાં વાવાઝોડા અને વરસાદને કારણે તેમજ વીજળી પડવાને લીધે કુલ 37 જણાના મૃત્યુ થયા હોવાનું સમાચારસૂત્રોએ જણાવ્યું હતું. બિહારમાં 17 વ્યક્તિઓના મોત થયા હતા. બિહારના ઔરંગાબાદના દાઉનગરમાં તેમજ પૌથુ, રફીગંજ વગેરે વિસ્તારોમાં વીજળી ત્રાટકવાને કારણે લોકો કાળનો કોળિયો બન્યાં હતા. ઝારખંડના ચતરા, રાંચી, પલામ , રામગઢ, હજારીબાગ અને લોહરદગામાં તોફાની વરસાદે કેર વર્તાવ્યો હતો. ઉન્નાવ અને કાનપુરમાં પણ વરસાદને લીધે જાનહાનિ થઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા.