ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી : મુખ્ય ચૂંટણી કમિશનર  સુનીલ અરોડાએ ઘોષણા કરી..

0
795

   તાજેતરમાં એક પ્રેસ- કોન્ફરન્સને સંબોધતાં જાહેરાત કરી હતી કે, ઝારખંડ રાજ્યમાં આગામી 30 નવેમ્બરથી વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવશે. આ ચૂંટણીમાં પાંચ તબક્કામાં મતદાન કરાશે. પાંચ તબક્કામાં યોજાયેલી આ ચૂંટણી 20 ડિસેમ્બરે પૂરી થશે. . પાંચ તબક્કામાં યોજાનારી ચૂંટણીની મતગણના 23મી ડિસેમ્બરે શરૂ કરવામાં આવશે. ચૂંટણી કમિશનરના જણાવ્યા અનુસાર, ઝારખંડમાં 67 ટકા વિસ્તાર  નકસલવાદીઓથી પ્રભાવિત છે. જેમાં 13 વિસ્તારો નકસલવાદીઓથી પૂરેપૂરા પ્રભાવિત છે. આ અતિ સંવેદનશીલ વિધાનસભા મત વિસ્તારો માટે ખાસ સુરક્ષાની ગોઠવણ કરવામાં આવશે.