ઝારખંડમાં કોરોનાનાં નિયમોનું પાલન ન કરનારને માટે સખત સજાની જોગવાઈ…

 

      ઝારખંડમાં કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરનાર અને માસ્ક ના પહેરનાર વ્યક્તિને એક લાખ રૂપિયાનો દંડ ને બે વરસની જેલની સજા કરવાની જોગવાઈ  કરવામાં આવી છે. ઝારખંડ કેબિનેટે સંક્રમણ રોગ અધ્યાદેશ 2020 આજે પસાર કરી દીધો હતો. જેમાં જણાવવામાં આવ્યું છે કે, સુરક્ષા પ્રોટોકોલનું ઉલ્લંઘન કરનાર અને માસ્ક ના પહેરનાર વ્યક્તિ સજાને પાત્ર ગણવામાં આવશે. જોકે નિયમોનો ભંગ કરનારાઓને રોકવા માટે રસ્તા પર કોઈ ચેકિંગ કરવામાં આવતું નહોતું. રાજધાની રાંચીના રસ્તાઓ પર સંખ્યાબંધ લોકો માસ્ક પહેર્યા વગર ફરતા જોવા મળ્યા હતા. ઝારખંડમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. કોરોનાના દર્દીઓનો આંકડો ત્વરાથી વધી રહ્યો છે, જેને કારણે હાલમાં સરકારી હોસ્પિટલોમાં જગ્યા નથી. સરકારે હવે નિર્ણય લીધો છે કે, પ્રાયવેટ હોસ્પિટલો અને બેન્કવેટ હોલનો ઉપયોગ હવે આઈસોલેશન વોર્ડમાં કરવામાં આવશે. જોકે સરકારના ઉપરોક્ત નિર્મયનો રાંચીના સ્ટેશન રોડ પર રહેનારા રહેવાસીઓ વિરોધ કરી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઝારખંડમાં કુલ દર્દીઓની સંખ્યા 6, 485 છે. જેમાં 64 વ્યક્તિઓના મૃત્યુ થયાં છે. અત્યાર સુધીમાં 3024 દર્દીઓ સાજા થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here