ઝાયડ્સના ચેરમેન પંકજ પટેલની આરબીઆઈમાં વરણી

 

અમદાવાદઃ દેશની અગ્રણી કંપનીઓમાંની ઍક ઝાયડ્સ કેડિલા તરીકે ઓળખાતી કેડિલા હેલ્થકેર લિમિટેડ ઍક છે. ત્યારે ઝાયડ્સના ચેરમનની ય્ગ્ત્ના સેન્ટ્રલ બોર્ડમાં નોન ઓફિશિયલ ડાયરેક્ટર પદે નિયુક્તિ કરવામાં આવી છે. ઝાયડ્સના ચેરમન પંકજ પટેલની ચાર વર્ષ માટે RBIમાં વરણી કરાઈ છે. ACC ચાર વર્ષ માટે પ્રસ્તાવને મંજૂરી આપી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ઍ Zydus Lifesciences Limited ચેરમેન પંકજ આર. પટેલને RBI સેન્ટ્રલ બોર્ડમાં નિયુક્ત કર્યા છે. કંપનીઍ આ અંગે માહિતી આપી હતી. કેબિનેટની નિમણૂંક સમિતિઍ તેમની નિમણૂંકની સૂચનાની તારીખથી ચાર વર્ષના સમયગાળા માટે અથવા આગળના આદેશો સુધી બેમાંથી જે વહેલું હોય તે માટે નિમણૂંકના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. પંકજ પટેલ હાલમાં બોર્ડ ઓફ ગવર્નર્સ ઍન્ડ સોસાયટી,IIM, ઉદયપુરના અધ્યક્ષ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM), અમદાવાદના બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્ય છે. તેઓ ઈન્વેસ્ટ ઈન્ડિયા, મિશન સ્ટીયરીંગ ગ્રુપ (MSG), અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ડ્રગ ટેકનિકલ ઍડવાઈઝરી બોર્ડ સહિત અન્ય ઘણી સંસ્થાઓના સભ્ય છે.