જાણીતા સ્ટેન્ડ એપ કોમેિડયન ઝાકીરખાને તાજેતરમાં ન્યુજસીર્ના (નુઆર્ક) પર્ફોમિંગ આર્ટસ સેન્ટરમાં સુંદર કાર્યક્રમ પેશ કર્યો હતો. સામાન્ય માણસની રોજ-બરોજની જિંદગીમાં બનતા બનાવોમાંથી , પારિવારિક ઘટનાઓમાંથી નિષ્પન્ન થતા હાસ્યને તેમણે અતિ સહજતાથી રજૂ કરીને પ્રેક્ષકોને હાસ્ય અને રમૂજમાં તરબોળ કરી દીધાં હતા. આખું થિયેટર યુવા પ્રેક્ષકોથી ભરાયેલું હતું. ઉર્દૂ મિશ્રિત હિન્દીમાં રજૂ કરાયેલા આ ત્રણ કલાકનો કાર્યક્રમ સહુએ મન ભરીને માણ્યો હતો. કશીય ખલેલ વિના સહજતાથી પોતાની વાત રજૂ કરીને પ્રેક્ષકો સાથે સંવાદ રચવામાં ઝાકીર ખાન સફળ રહયા હતા. ઝાકીર ખાન એક કુશળ વક્તા છે, પ્રેક્ષકોની રસ- રુચિ પારખીને તેઓ સરળતાથી પોતાની વાત શ્રોતા સુધી પહોંચાડીને તેમને હસાવી શકે છે.