ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની ભૂમિકા ભજવવા માટે કંગના રનૌતે દસ કરોડ રૂપિયા મહેનતાણું લીધું..

0
547

 

IANS

અભિનેત્રી કંગના રનૌત પ્રતિભાશાળી કલાકાર છે. તેણે એનેક ફિલ્મોમાં ઉત્કૃષ્ટ અભિનય કરીને પ્રેક્ષકોની પ્રશંસા મેળવી છે. ઉત્તમ અભિનય માટે કંગનાને શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો છે. કંગના હંમેશા કોઈને કોઈ મામલે વિવાદમાં રહેતી હોય છે. હાલમાં તે ફિલ્મ મણિકર્ણિકા – ધ ક્વીન ઓફ ઝાંસીના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે મહારાણી લક્ષ્મીબાઈનું પાત્ર ભજવી રહી છે. જેને માટે તેને રૂ10 કરોડની ફી આપવામાં આવી હતી. આ ફિલ્મનું શૂટિંગ નવેમ્બર 2017થી શરૂ થયું હતું. આ ફિલ્મમાં શૂટિંગ માટે કંગનાએ ચાર મહિનાનો સમય ફાળવ્યો હતો. કંગના દરેક નિર્માતા પાસેથી મોં માગી રકમ લેતી નથી, પણ પોતે જે ફિલ્મમાં કામ કરી રહી છે તેનું કુલ બજેટ કેટલું છે , એ કયા સ્તરની ફિલ્મ છે વગેરે જાણ્યા બાદ જ એ પોતાની  ફી નક્કી કરતી હોય. છે. મણિકર્ણિકા મોટા બજેટની ફિલ્મ હોવાને કારણે જ તેણે ફિલ્મના નિર્માતા કમલ જૈન પાસે દસ કરોડ રૂની ફી નો આગ્રહ રાખ્યો હતો.