ઝડપથી ગતિ કરતું ‘પરીખ ફાઉન્ડેશન ફોર ઇન્ડિયાઝ ગ્લોબલ ડેવલપમેન્ટ’

 

 

ન્યુ જર્સીઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયાના ફાઉન્ડર-ચેરમેન પદ્મશ્રી ડો. સુધીર પરીખ દ્વારા 25મી ઓગસ્ટે લોન્ચ કરવામાં આવેલી થિન્ક ટેન્ક ‘પરીખ ફાઉન્ડેશન ફોર ઇન્ડિયાઝ ગ્લોબલ ડેવલપમેન્ટ’ ઝડપથી ગતિ કરી રહી છે. આ થિન્ક ટેન્કની સ્થાપના ગયા વર્ષે ડો. સુધીર પરીખે કરી હતી.
આ થિન્ક ટેન્ક ઊભરતા વૈશ્વિક ખેલાડી તરીકે ભારતની નીતિઓ અને નવી નવી પહેલોની હિમાયત કરે છે – સમર્થન આપે છે. તેમણે નીતિના ઘડવૈયાઓ, ચૂંટાયેલા સત્તાવાળાઓ અને ભારતીય-અમેરિકનોને આ બાબતને આગળ ધપાવવા માટે અને અમેરિકન સમકક્ષો અને પ્રજાજનોને માહિતગાર કરવા વિનંતી કરી હતી. આ થિન્ક ટેન્ક ડિફેન્સ સ્ટ્રેટેજી, વ્યવસાયલક્ષી હેતુઓ, કલા, ધર્મ સહિતનાં ક્ષેત્રો તેમ જ ભારતીય-અમેરિકનો અને ભારતીયોનું વિશ્વવભરમાં પ્રદાન વગેરે બાબતમાં તમામ તરફથી માહિતી મેળવે છે અને તેને નીતિવિષયક ઘડવૈયાઓ અને અગ્રણીઓ તેમ જ વિચારકો સુધી પહોંચાડે છે.
આ થિન્ક ટેન્કનું આયોજન અમેરિકામાં અને ભારતમાં સેમિનારો અને કોન્ફરન્સો યોજવાનું છે, જે નવા સર્જનાત્મક વિચારો રજૂ કરશે, 21મી સદીમાં ભારત-અમેરિકા વચ્ચેના દ્વિપક્ષી સંબંધો વધુ ઊંચાઈએ લઈ જશે. તેમણે જણાવ્યું હતું કે ભારતીય-અમેરિકો સમગ્ર અમેરિકામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી રહ્યા છે, જેમાં ટેક્નોલોજી, મેડિસીન, એકેડેમિયા, બિઝનેસથી લઈને રાજકારણ અને સરકાર સહિતનાં ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ સમય આવી ગયો છે કે ભારત-અમેરિકી સંબંધોને ઉત્તેજન આપવા માટે તેઓની બૌદ્ધિક ઊર્જા અને સર્જનાત્મકતાનો ઉપયોગ કરવો જોઈએ અને તેને વૈશ્વિક પરિબળ બનાવવા નવી ઊંચાઈએ લઈ જશે.
ડો. સુધીર પરીખે આ થિન્ક ટેન્કના લોન્ચિંગ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે તમને બધાને ખબર છે કે યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત વચ્ચેના દ્વિપક્ષી સંબંધો ખૂબ પારદર્શી અને મજબૂત છે, બે દેશો વચ્ચેનો દ્વિપક્ષી વેપાર સતત વિકસતો જાય છે. આ બાબત ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વધતી જતી મિત્રતા ચાવીરૂપ પાસું છે. આજે, મને વિશ્વાસ છે કે, ભવિષ્યમાં ચૂંટણીઓમાં બદલાવ છતાં, (પછી ભલે તે નવી દિલ્હી અથવા વોશિંગ્ટનમાં હોય), ભારત અને અમેરિકા વચ્ચેના ગાઢ સંબંધોને 21મી સદીમાં નવી વ્યાખ્યા મળશે.
ડો. પરીખે જણાવ્યું હતું કે ભારત ‘સહજ અને ભરોસાપાત્ર સાથી’ હોવા છતાં, આજે આપણે જ્યાં છીએ ત્યાં પહોંચવું સરળ નથી. આ ધ્યેય સુધી પહોંચવા આપણે સખત મહેનત કરી છે. તેમણે ઉપસ્થિત ચૂંટાયેલા સત્તાવાળાઓનો આ ધ્યેય હાંસલ કરવામાં મદદરૂપ થવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે મેં વ્યક્તિગત રીતે છેલ્લા ચાર દાયકા દરમિયાન બે દેશો વચ્ચેના દ્વિપક્ષી સંબંધો વધુ મજબૂત બનાવવાના પ્રયાસો કર્યા છે, જેમાં 1990માં કેપિટોલ હિલમાં ઇન્ડિયા કોકસ લોન્ચ કરવામાં મદદરૂપ થવાનો, વોશિંગ્ટન લીડરશિપ કાઉન્સિલની રચનામાં મદદરૂપ થવાનો અને ઇન્ડિયા-યુએસ ન્યુક્લિયર ડીલનો માર્ગ તૈયાર કરવાનો સમાવેશ થાય છે. ભારત અને અમેરિકા એકબીજા સાથે મળીને વિવિધ મુદ્દાઓનો ઉકેલ લાવ્યાં છે.
ડો. પરીખે કહ્યું કે સવાલ એ ઊભો થાય છે કે ભારત અને તેની વિવિધ પહેલો પર પ્રકાશ ફેંકવા માટે અહીં ભારતીય ડાયસ્પોરા શું કરી શકે છે. ઘણાં વર્ષોથી ભારતીયો અને ભારતીય અમેરિકન સંગઠનોએ અમેરિકામાં ભારતની છબિ ઉજ્જવળ બનાવવાના ખૂબ જ પ્રયાસો કર્યા છે. ઘણા અમેરિકનો આજે ભારતીય અમેરિકનોના પ્રદાનનું સન્માન કરે છે.
ડો. પરીખે જણાવ્યું કે ભારત સરકારની વિવિધ પહેલ વિશે તેઓની ધારણાઓ પર ઘણું બધું કરવાની, અને દ્વિપક્ષી સંબંધો વિસ્તારવાના પ્રયાસો કરવાની જરૂરિયાત છે. કદાચ, આની શરૂઆત સંવાદથી કરવી જોઈએ. ભારત સરકારની વિવિધ પહેલની ખાતરી કરવા, દ્વિપક્ષી સંબંધો વિસ્તારવાના પ્રયાસોને આના પરિપ્રેક્ષ્યમાં મૂકવામાં આવ્યા છે. આ હાંસલ કરવા માટે આ સાહસમાં નિયમિત ધોરણે સ્પષ્ટ પ્રતિબદ્ધતા હોવી જોઈએ, અને ટોચના નિષ્ણાતો-નીતિવિષયકો, રાજકારણીઓ, બૌદ્ધિકો હોવા જોઈએ. ડો. સુધીર પરીખે આ પહેલમાં મદદરૂપ થવા માટે ભારતીય ડાયસ્પોરાને અનુરોધ કર્યો હતો.
ડો. સુધીર પરીખે અમેરિકી સ્ટેટ સેક્રેટરી રેક્સ ટીલરસને 18મી ઓક્ટોબરે તેમની પ્રથમ ભારત મુલાકાત દરમિયાન સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝમાં પ્રવચન આપતી વખતે ‘100 યર વિઝન-ઓફ ઇન્ડિયાઝ ગ્લોબલ રોલ’ વિશે આપેલી માહિતી પર ભાર મૂક્યો હતો.


ડો. સુધીર પરીખે જણાવ્યું હતું કે ફલેગશિપ મેગેઝિન ‘યુએસ-ઇન્ડિયા ગ્લોબલ રિવ્યુ’માં ભારતના અમેરિકા સાથેના સંબંધો વિશે જ નહિ, પરંતુ વૈશ્વિક સ્તરે વધતા જતા તેના પ્રભાવ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેમાં ભારતનો સંરક્ષણ સ્ટાફ અને યુનાઇટેડ નેશન્સમાં શાંતિ સ્થાપવા માટેના પ્રદાનનો સમાવેશ થાય છે. આ સામયિકના બે અંકો પ્રકાશિત થઈ ચૂક્યા છે, જેમાં ભારત-અમરિકા વચ્ચેના દ્વિપક્ષી સંબંધો વિશેના બૌદ્ધિકોના વિચારો રજૂ કરાયા છે.
આગામી અંક ફેબ્રુઆરીમાં પ્રકાશિત થશે, જેમાં આસિયાન અને ભારતના 25 વર્ષના સંબંધો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે, જે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની એક્ટ ઈસ્ટ પોલિસી સાથે ઝડપથી નવી ગતિ પ્રાપ્ત કરશે.
‘યુએસ-ઇન્ડિયા ગ્લોબલ રિવ્યુ’ ત્રિમાસિક સામયિક છે. તેની નકલો પસંદગીનાં સરકારી કાર્યાલયો, સત્તાવાળાઓ અને ભારતમાં મંત્રીઓ, વિશ્વભરમાં આવેલાં ભારતીય રાજદ્વારી મિશનો અને દૂતાવાસો, કેટલાક વહીવટી સત્તાવાળાઓ, કેપિટોલ હિલના સભ્યો, યુએસમાં વિવિધ થિન્ક ટેન્કમાં વિતરણ કરવામાં આવે છે