જ્યોતિષ રાશિ ભવિષ્ય

0
1861


મેષ (અ.લ.ઇ.)
આ સપ્તાહમાં આપને દરેક બાબતમાં દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. ખાસ કરીને આર્થિક વ્યવહારોમાં વિશેષ કાળજી રાખવી પડશે. નાણાકીય સાહસથી દૂર રહેવું હિતાવહ ગણાય. સપ્તાહના અંતિમ તબક્કામાં કંઈક રાહત જણાશે. નોકરિયાત વર્ગને યશ મળે. ગૃહસ્થજીવનમાં સંયમ રાખવો જરૂરી ગણાય. તા. 18, 19, 20 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું હિતાવહ. તા. 21, 22 આર્થિક વ્યવહારોમાં સાચવવું. તા. 23, 24 સામાન્ય દિવસો ગણાય.

વૃષભ (બ.વ.ઉ.)
આ સમયગાળામાં આપને એકંદરે રાહત જણાશે. સ્થાવર-જંગમ મિલકત વસાવવા માટે સમય સાનુકૂળ જણાય છે. પારિવારિક શુભ સમાચાર મળી શકે. સંતાનોના ભાગ્યોદયની શક્યતાઓ ખરી જ. સપ્તાહના અંતિમ તબક્કામાં આરોગ્યની કાળજી રાખવી. અનપેક્ષિત પ્રવાસની શક્યતાઓ પણ ખરી જ. તા. 18, 19 રાહત જણાશે. તા. 20, 21, 22 શુભ દિવસો ગણાય. તા. 23, 24 પ્રવાસનું આયોજન કરી શકાય.

મિથુન (ક.છ.ઘ.)
આ સપ્તાહમાં આપને મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડે. ક્યારેક અનુકૂળતા તો કોઈ વાતમાં પ્રતિકૂળતા પણ જણાય. ભાગીદારીમાં ધંધો હોય તો આર્થિક બાબતોમાં વિશેષ ધ્યાન આપવું હિતાવહ ગણાય. સપ્તાહના અંતિમ તબક્કામાં આર્થિક ઉત્કર્ષ થાય. નોકરી-વ્યવસાય ક્ષેત્રમાં અનપેક્ષિત લાભ થવાની શક્યતાઓ ખરી જ. તા. 18, 19 સામાન્ય દિવસો. તા. 20, 21, 22 આર્થિક બાબતોમાં ધ્યાન આપવું. તા. 23, 24 લાભ થાય.

કર્ક (ડ.હ.)
આ સમયગાળામાં આપને એકંદરે રાહત જણાશે છતાં આર્થિક વ્યવહારોમાં વિશેષ કાળજી રાખવી પડશે. નાના-મોટા પ્રવાસનું સુંદર આયોજન શક્ય બને. ગૃહસ્થજીવનમાં સંવાદિતા રહે. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં અચાનક લાભ થવાની શક્યતાઓ પણ ખરી જ. મિલન-મુલાકાત શુભ ફળદાયી બની રહેશે. યશ-પ્રતિષ્ઠા વધવા પામશે. તા. 18, 19 રાહત જણાય. તા. 20, 21, 22 સફળ દિવસો ગણાય. તા. 23, 24 શુભ સમાચાર મળે.

સિંહ (મ.ટ.)
સપ્તાહના પ્રારંભિક તબક્કામાં એકંદરે આપને રાહત જણાશે. ઘરનાં-બહારનાં તમામ કાર્ય સરળતાથી પૂર્ણ થતાં વિશેષ આનંદ થશે. સામાજિક કાર્યોમાં યશ મળવાની સંભાવના ખરી જ, પરંતુ જેમ જેમ દિવસો વીતતા જશે તેમ તેમ પ્રતિકૂળ સંજોગોનું નિર્માણ થતાં આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. વડીલોની ચિંતા રહેશે. તા. 18, 19 રાહત જણાય. તા. 20, 21, 22 આનંદમય દિવસો ગણાય. તા. 23, 24 સંભાળીને કામકાજ કરવું.

કન્યા (પ.ઠ.ણ.)
આ સમયગાળામાં એકંદરે આપને રાહત જણાશે. નોકરી-ધંધાના અને વ્યાવસાયિક ક્ષેત્રમાં આપને વિશેષ શાંતિની અનુભૂતિ થશે. સામાજિક કાર્યો સાથે સંકળાયેલી વ્યક્તિઓને પણ યશ મળશે. શુભેચ્છકો, મિત્રો સાથે મિલન-મુલાકાત શક્ય બનશે. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય જણાય છે. વાહનથી ખાસ સંભાળવું. શરીરની કાળજી રાખવી. તા. 18, 19 રાહત જણાય. તા. 20, 21, 22 સફળ દિવસો ગણાય. તા. 23, 24 શરીરની કાળજી રાખવી.

તુલા (ર.ત.)
આ સપ્તાહમાં આપ હરો ફરો, પરંતુ મનમાં શાંતિ જણાશે નહિ. અકારણ ઉચાટ, ઉદ્વેગ આપની મનની શાંતિમાં અવરોધ ઊભા કરશે, પરંતુ જેમ જેમ દિવસો વ્યતીત થશે તેમ તેમ એકંદરે રાહતની અનુભૂતિ થશે. હાથ ધરેલાં અધૂરાં કાર્યો પૂર્ણ થતાં વિશેષ આનંદની લાગણી અનુભવાશે. મિત્રોથી લાભ થાય. તા. 18, 19 મનમાં શાંતિ જણાય નહિ. તા. 20, 21, રાહત જણાય. તા. 22 સફળ દિવસ. તા. 23, 24 લાભકારક દિવસો પસાર થાય.

વૃશ્ચિક (ન.ય.)
આ સમયગાળામાં આપ હરો ફરો, પરંતુ મનમાં શાંતિ-અશાંતિનું આવરણ આવી જશે. નેગેટિવ વિચારોમાં આપને હતાશાનો અનુભવ થવાની સંભાવના પણ ખરી જ. પ્રવાસનું આયોજન કરેલું હોય તો વાહનથી ખાસ સંભાળવું. વિદેશપ્રવાસનું આયોજન પણ શક્ય બને તેમ છે. આર્થિક સાહસથી દૂર રહેવું. તા. 18, 19 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. 20, 21, 22 સામાન્ય દિવસો ગણાય. તા. 23, 24 પ્રવાસનું આયોજન શક્ય બને.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આ સપ્તાહમાં આપને મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. તબિયતની કાળજી રાખવી વિશેષ સલાહભર્યું ગણાય. નોકરિયાત વર્ગને વિશેષ લાભ મળવાની શક્યતાઓ ખરી જ. વ્યાપાર-વ્યવસાય ક્ષેત્ર સાથે સંકળાયેલી વ્યક્તિઓને સરકારી તંત્ર થકી લાભ થવાની શક્યતાઓ પણ જણાય છે. પ્રવાસનું આયોજન શક્ય બને. તા. 18, 19, 20 મિશ્ર અનુભવો જણાય. તા. 21, 22 લાભ થાય. તા. 23, 24 સફળ દિવસો ગણાય.

મકર (ખ.જ.)
આ સમયગાળામાં આપના દિવસો આનંદમય પસાર થાય તેવા યોગો જણાય છે છતાં પ્રારંભમાં આપને હિતશત્રુઓ – ધંધાકીય હરીફોથી સાચવવું પડશે. જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ આપને વિશેષ રાહતની અનુભૂતિ અવશ્ય થશે. વ્યાવસાયિક લાભ થવાની શક્યતાઓ પણ ખરી જ. શુભ કાર્ય થઈ શકે. તા. 18, 19, 20 આનંદમય દિવસો પસાર થાય. તા. 21, 22 હરીફોથી સાચવવું. તા. 23 શુભ સમાચાર મળે. તા. 24 લાભ થાય.

કુંભ (ગ.શ.સ.ષ.)
આ સમયગાળામાં આપને મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. શરૂઆતના તબક્કામાં રાહતની લાગણી અનુભવશો, પરંતુ જેમ જેમ દિવસો પસાર થાય તેમ તેમ દરેક બાબતમાં દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. સંતાનો વિષયક બાબતોમાં શુભ સમાચાર મળવાની સંભાવના ખરી જ. વડીલોએ તબિયત સાચવવી. તા. 18, 19, 20 સામાન્ય દિવસો ગણાય. તા. 21, 22 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. 23, 24 તબિયત સાચવવી.

મીન (દ.ચ.ઝ.થ.)
સપ્તાહના પ્રારંભિક તબક્કામાં આપને રાહત જણાશે, પરંતુ જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ નવીન જવાબદારીઓ થકી ચિંતાનું આવરણ આવી જવા સંભાવના ખરી જ. પરિવાર સાથે નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બનશે. ભાઈ-ભાંડુ સાથેના સંબંધોમાં સંયમ તથા સમજદારીથી કામ લેવું પડશે. તા. 18, 19, 20 રાહત જણાય. તા. 20, 21 ઉચાટ, ઉદ્વેગ રહેશે. તા. 23, 24 સમજદારીથી કાર્ય કરવું