જ્યોર્જીયામાં ટ્રમ્પને આંચકો, રીકાઉન્ટિંગમાં જો બાયડનને મળી જીત

 

વોશિંગ્ટનઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણીમાં ગોટાળાના આરોપોને વધુ એક આંચકો લાગ્યો છે. જ્યોર્જીયામાં કરવામાં આવેલી રિકાઉન્ટિંગમાં પણ જો બાયડેનને જીત મળી છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે બાયડેન સામાન્ય અંતરથી ચૂંટણી જીતી ગયા છે. 

જ્યોર્જીયાને રિપબ્લિકનનો ગઢ ગણવામાં આવે છે. એટલા માટે જ્યારે ચૂંટણીના પરીણામ બાયડેનના પક્ષમાં આવે તો ડોનાલ્ડ ટ્રમ્પને તેને સ્વિકાર કરવાની મનાઇ કરી દીધી. જોકે હવે સ્પષ્ટ થઇ ગયું કે જનતાએ બાયડેનને જ મત આપ્યા છે. જ્યોર્જીયાના સેક્રેટરી ઓફ સ્ટેટ બ્રાંડ રેફેંસપ્રેેગરે કહ્યું કે ઓડિટથી પુષ્ટિ થઇ ગઇ છે કે મશીન દ્વારા કરવામાં આવેલી ગણતરી સાચી હતી. 

તેમણે આગળ કહ્યું કે બીજા રિપબ્લિકનની માફક હું પણ તે હારથી નિરાશ છું, પરંતુ મારું માનવું છું કે નંબર ખોટું બોલતા નથી. વોટોની જે સંખ્યા આજે અમને બતાવવામાં આવી છે, મને તેના પર વિશ્વાસ છે. તમને જણાવી દઇએ કે બ્રાંડ રેફેંસપ્રેગર પોતાને ટ્રમ્પના સમર્થન ગણાવતા આવ્યા છે. 

આ જીત સાથે જ બાયડેન લગભગ ત્રણ દાયકા બાદ આ મહત્ત્વપૂર્ણ રાજ્યથી જીતનાર પહેલાં ડેમોક્રેટ બની ગયા છે. જ્યોર્જીયામાં બાયડેને ૧૪,૦૦૦થી વધુ મતોથી ચૂંટણી જીતી હતી. રિકાઉન્ટિંગમાં સામાન્ય ખામી સામે આવી. જેના લીધે તેમની જીતનું અંતર ૦.૫ ટકા રહી ગયું. એટલે તેમણે સામાન્ય અંતરથી જીત પ્રાપ્ત કરી છે. 

તો બીજી તરફ જ્યોર્જીયાના વોટિંગ સિસ્ટમ ઇમ્પ્લીમેન્ટેશન મેનેજર અને રિપબ્લિકન ગ્રેબ્રિયન સ્ટર્લિંગે એક ચેનલને જણાવ્યું કે મશીનોને લઇને ઘણી ફરિયાદો મળી હતી. જેમાં સૌથી મુખ્ય એ હતું કે મશીનોમાં વોટ બદલાઇ ગયા છે. પરંતુ એવું જ્યોર્જીયામાં તો બિલકુલ થયું નથી અને અમે તેને સાબિત કરી દીધું છે.