જ્યોર્જિયા મેલોની ઈટાલીનાં પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા: કેબિનટ મંત્રીઓ સાથે શપથ લેશે

 

ઈટાલી: રાઇટ વિંગના નેતા જ્યોર્જિયા મેલોની ઈટાલીનાં પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યાં છે. આ સાથે ઈટાલીમાં બ્રધર્સ ઓફ ઈટાલી પાર્ટીની નવી સરકાર રચવામાં આવે છે. ૪૫ વર્ષીય જ્યોર્જિયા અને તેમના કેબિનેટ મંત્રીઓ શપથ લેશે. ચાર વર્ષ પહેલાં માત્ર ૪.૧૩ ટકા વોટ મેળવનાર મેલોનીની પાર્ટીને આ વખતે ૨૬ ટકા વોટ મળ્યા છે. બીજા વિશ્વયુદ્ધ પછી ઈટાલીમાં આ પ્રથમ વખત છે, જ્યારે કોઈ રાઈટ વિંગનાં નેતા વડાપ્રધાન પદ સંભાળશે. જ્યોર્જિયા પાર્ટી ઈટાલિયન સરમુખત્યાર મુસોલિનીની સમર્થક છે. ઇમિગ્રન્ટ્સને આશ્રય ન આપવો અને હોમોસેક્સ્યૂઅલનો વિરોધ અને અધિકારો ન આપવાનો એ જ્યોર્જિયાનો ચૂંટણી-એજન્ડા હતો. ઈટાલીમાં નવા વડાપ્રધાન માટે ૨૫ સપ્ટેમ્બરે ચૂંટણી યોજાઈ હતી. બ્રધર્સ ઓફ ઇટાલીના નેતા જ્યોર્જિયા મેલોનીએ તેમના રાષ્ટ્રવાદી એજન્ડાના કારણે તેમના વિરોધીઓ સામે જીત મેળવી. ઈટાલીમાં નવા વડાપ્રધાન માટે ૨૫ સપ્ટેમ્બરે ચૂંટણી યોજાઈ હતી. બ્રધર્સ ઓફ ઇટાલીના નેતા જ્યોર્જિયા મેલોનીએ તેમના રાષ્ટ્રવાદી એજન્ડાના કારણે તેમના વિરોધીઓ સામે જીત મેળવી. જ્યોર્જિયા મેલોનીનો જન્મ ૧૫ જાન્યુઆરી ૧૯૭૭ના રોજ થયો હતો. તેઓ ઈટાલિયન જર્નલિસ્ટ અને પોલિટિશિયન છે. બીજા વિશ્વ યુદ્ધ બાદ સરમુખત્યાર બેનિટો મુસોલિનીના સમર્થકોએ એક આંદોલન શરૂ કર્યું હતું. એને ઈટાલિયન સોશિયલ મૂવમેન્ટ નામ આપવામાં આવ્યું. ૧૫ વર્ષની ઉંમરે મેલોનીએ યુવા વિંગમાં કામ શરૂ કર્યું હતું