મેષ (અ.લ.ઇ.)
નોકરી-ધંધાના કાર્યમાં આપ કોઈ સાનુકૂળ તક મેળવી શકશો. નોકરીનું પરિવર્તન પણ શક્ય જણાય છે. મકાન-જમીનને લગતા પ્રશ્ર્નોમાં હજી ખાસ લાભ જણાતો નથી. પરિસ્થિતિ યથાવત્ રહેશે. ગ્ાૃહસ્થ જીવનમાં પ્રસન્નતા જળવાશે. કોર્ટ-કચેરીના કાર્યમાં વિલંબ થાય. આરોગ્ય જાળવવા સલાહ છે. તા. ૨૭, ૨૮, ૨૯ સફળતા મળશે. તા. ૩૦, ૩૧ સામાન્ય દિવસો પસાર થાય. તા. ૧ લાભ થાય, આરોગ્ય સંભાળવું. તા. ૨ વડીલોના આરોગ્યની ચિંતા રહે.
વ્ાૃષભ (બ.વ.ઉ.)
નાણાકીય દ્ષ્ટિએ કોઈ અણધાર્યા લાભ થઈ શકે. મહત્ત્વનાં હાથ ધરેલાં કાર્યોમાં સફળતા મળશે. વિઘ્નો કે અંતરાયોથી ગભરાશો નહિ. પ્રયત્નો ચાલુ રાખજો. નવું હાઉસ ખરીદવું કે વેચવું હોય તો આ કાર્યમાં નોંધપાત્ર પ્રગતિ થઈ શકશે. ગ્ૃહસ્થ જીવનમાં વિવાદ ટાળવો. સંતાનોની તબિયત સાચવવા સલાહ છે. તા. ૨૭, ૨૮, ૨૯ લાભ થાય. તા. ૩૦, ૩૧ સફળતા મળે. તા. ૧ સામાન્ય દિવસ. તા. ૨ બપોર પછી રાહત થાય.
મિથુન (ક.છ.ઘ.)
આપના ગૂંચવાયેલા પ્રશ્ર્નો હલ થાય તેવા યોગો જણાય છે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિકારક રચના થાય તેવા યોગો જણાય છે. જમીન-મકાન કે વાહનને લગતા પ્રશ્ર્નો હાથ ધરવા હિતાવહ નથી. આપના સંતાનોની આરોગ્યની કાળજી લેશો. ગ્ાૃહજીવનમાં સંવાદિતા રહેશે. મિલન-મુલાકાત સફળ બનશે. પ્રવાસ ટાળવો હિતાવહ ગણાય. તા. ૨૭, ૨૮, ૨૯ પ્રગતિ થાય. તા. ૩૦, ૩૧ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૧ પ્રવાસ ટાળવો. તા. ૨ મિશ્ર દિવસ.
કર્ક (ડ.હ.)
નોકરી-ધંધાના ક્ષેત્રમાં આપની કામગીરી સફળ બને તેવા યોગો જણાય છે. જીવનમાં નવીન તક મળવાની સંભાવના પણ ખરી જ. મકાન-જમીનને લગતા કામકાજમાં સફળતા મળશે. દામ્પત્યજીવનનો વિખવાદ નિવારી શકશો. વિવાહઇચ્છુકો માટે સમય શુભ જણાય છે. વિદ્યાર્થીઓએ વિદ્યાભ્યાસમાં ધ્યાન આપવું. પ્રવાસ-પર્યટન પ્રસન્નતા આપશે. તા. ૨૭, ૨૮, ૨૯ સફળતા મળે. તા. ૩૦, ૩૧ નવીન તક મળે. તા. ૧ શુભ સમાચાર મળે. તા. ૨ લાભકારક દિવસ.
સિંહ (મ.ટ.)
નોકરિયાત વર્ગ માટે સમય સાનુકૂળ જણાતો નથી. વેપાર-ધંધાના ક્ષેત્રમાં લાભની તક ગુમાવવી ન પડે તે જોજો. અન્ય મુશ્કેલીઓમાંથી બહાર આવી શકશો. મકાન-જમીનને લગતી બાબતોમાં સફળતા મળશે. દામ્પત્યજીવનમાં સંવાદિતા અને સહકાર જળવાશે. લગ્ન-વિવાહની વાત સફળ બની શકે. આરોગ્યની કાળજી રાખવી. તા. ૨૭, ૨૮, ૨૯ દરેક રીતે સંભાળવું. તા. ૩૦, ૩૧ લાભ થાય. તા. ૧, ૨ આરોગ્ય સાચવવું.
કન્યા (પ.ઠ.ણ.)
નોકરિયાત વર્ગ માટે સમય હવે વિશેષ સાનુકૂળ જણાય છે. હિતશત્રુઓ ફાવે તેમ નથી, એકંદરે મનની શાંતિ જળવાશે. ધંધાકીય કામકાજમાં પણ સાનુકૂળતા રહેશે. ગ્ાૃહજીવનમાં મતભેદો ટાળવા પ્રયત્ન કરશો. મિલન-મુલાકાત શક્ય અને સફળ જણાય છે. નાના-મોટા પ્રવાસનું આયોજન કરવા માટે સમય શુભ જણાતો નથી. તા. ૨૭, ૨૮, ૨૯ આનંદમય દિવસો ગણાય. તા. ૩૦, ૩૧ લાભ થાય. તા. ૧ પ્રવાસ ટાળવો. તા. ૨ શુભ સમાચાર મળે.
તુલા (ર.ત.)
વર્તમાન ગ્રહાધીન સ્થિતિ જોતાં એકંદરે આપને રાહત જણાશે. હિતશત્રુઓ ફાવે તેમ નથી. ગ્ાૃહસ્થ જીવનમાં વધુ પડતા લાગણીશીલ બનવું યોગ્ય નથી. વિવાહઇચ્છુકો માટે સમય સાનુકૂળ જણાય છે. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બને. એકંદરે આ સપ્તાહમાં આપને સાર્વત્રિક સાનુકૂળતા જણાશે. તા. ૨૭, ૨૮, ૨૯ શુભ દિવસો ગણાય. તા. ૩૦, ૩૧ બુદ્ધિથી નિર્ણય લેવા. લાગણી ટાળવી. તા. ૧ સફળતા મળે. તા. ૨ શુભ સમાચાર મળે.
વ્ાૃશ્ર્ચિક (ન.ય.)
નોકરિયાત વર્ગને કેટલીક પ્રતિકૂળતાઓ બાદ સફળતા મળે તેમ જણાય છે. કામકાજમાં વિલંબ થાય છતાં તે ઉકેલાય તેમ છે. ધંધાકીય ભાગીદારીમાં લાભ જણાય છે. મિલન-મુલાકાત સફળ બનશે. આપના વિરોધીઓના હાથ હેઠા પડશે. પ્રવાસ-પર્યટન લાભદાયી જણાય છે. તા. ૨૭, ૨૮, ૨૯ સામાન્ય દિવસો પસાર થાય. તા. ૩૦, ૩૧ લાભમય દિવસો. તા. ૧ એકંદરે રાહત જણાય. તા. ૨ બપોર પછી રાહત થાય.
ધન (ભ.ધ.ફ.ઢ.)
આ સપ્તાહમાં કૌટુંબિક તથા અન્ય પ્રકારના ખર્ચાઓ વધવા પામશે, જેથી આવકમાં સુધારો જણાશે નહિ. નોકરિયાત વર્ગના પ્રશ્ર્નો હલ થશે જેમાં બદલીનો પ્રશ્ર્ન હશે તો તેમાં વિશેષ સાનુકૂળતા ભી થશે. જમીન-મકાનને લગતા કામકાજમાં મૂંઝવણ વધે તેમ છે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૨૭, ૨૮, ૨૯ ખર્ચ વધવા પામશે. તા. ૩૦, ૩૧ પ્રશ્ર્નો હલ થશે. તા. ૧ સામાન્ય દિવસ ગણાય. તા. ૨ આર્થિક મૂંઝવણ વધશે.
મકર (ખ.જ.)
નોકરિયાત વર્ગે આ સમયગાળામાં દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. પોતાના ઉપરી સાથે મતભેદો – વિવાદોથી માનસિક તાણ વધવાની સંભાવના ખરી જ. ધંધાકીય પ્રશ્ર્નો ઉકેલી શકશો. આ ક્ષેત્રમાં આપની યોજનાઓ આગળ ધપાવી શકશો. અંગત આરોગ્ય સુધરતું રહેશે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૨૭, ૨૮, ૨૯ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૩૦, ૩૧ માનસિક ચિંતા વધશે. તા. ૧ ધંધાકીય ક્ષેત્રે લાભ થાય. તા. ૨ શુભ સમાચાર મળે.
કુંભ (ગ.શ.સ.ષ.)
ખરીદી તથા અન્ય કારણોસર થતા ખર્ચને અંકુશમાં રાખશો. નોકરીના ક્ષેત્રમાં હજી પ્રતિકૂળતા રહેશે. વિશેષ પ્રયત્ને કામ પતે તેવું બનશે. વિદ્યાર્થી વર્ગને માનસિક તાણ વધશે. ધાર્યું પરિણામ ન મળવાની સંભાવના પણ ખરી જ. વાહન અકસ્માતથી ખાસ સંભાળવું. તા. ૨૭, ૨૮, ૨૯ ખર્ચ પર અંકુશ રાખવો. તા. ૩૦, ૩૧ સામાન્ય દિવસો પસાર થાય. તા. ૧ ધાર્યું પરિણામ ન મળે. તા. ૨ મિશ્ર દિવસ.
મીન (દ.ચ.ઝ.થ.)
સ્થાવર-જંગમ મિલકતને લગતા પ્રશ્ર્નોમાં એકંદરે આપને રાહત જણાશે. નોકરિયાત વર્ગની ઉન્નતિ થાય. ઉપરની સહાય મળશે. ધંધાકીય ક્ષેત્રે કોઈ નવા લાભની શક્યતાઓ ભી થશે. પ્રવાસ-પર્યટન શક્ય બનશે. ગ્ાૃહજીવનના પ્રશ્ર્નોનો સુખદ ઉકેલ મળી શકશે. સ્વાસ્થ્ય જળવાશે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૨૭, ૨૮, ૨૯ રાહત જણાશે. તા. ૩૦, ૩૧ લાભકારક દિવસો પસાર થાય. તા. ૧ ગ્ાૃહજીવનના પ્રશ્ર્નો ઉકેલાશે. તા. ૨ બપોર પછી રાહત જણાય.