જ્યોતિષ રાશિ ભવિષ્ય

 

 (તા. ૧૨ મે ૨૦૨૩થી તા. ૧૮ મે ૨૦૨૩ સુધી)

મેષ (અ,લ,ઈ)

ગૃહજીવનમાં અશાંતિનું વાતાવરણ જેમનું તેમ રહેવા પામશે. કંઈ ફેરફાર જણાતો નથી. નોકરી-ધંધાના ક્ષેત્રે મુશ્કેલીઓ સામે ચાલવાનું છે તેમ સમજી આગળ વધજો. પૂરી તકેદારી અને સાવધાની રાખવાની અહીં જરૂર જણાય છે. આમ આ સમય આપના માટે મિશ્ર ફળદાયી બની રહેશે. તા. ૧૨, ૧૩, ૧૪ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું હિતાવહ છે. તા. ૧૫, ૧૬ મુશ્કેલીઓ ઊભી થતી જણાય. તા. ૧૭, ૧૮ સામાન્ય દિવસો પસાર થાય.

વૃષભ (બ,વ,ઉ)

કોઈની મદદ કે અનાયાસે નાણાંની વ્યવસ્થા થતી રહેતાં આપનું કામ નીકળી શકશે. સ્થાવર મિલકત તથા જમીનને લગતા પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. ભ્રાતૃવર્ગથી લાભ થવાની શક્યતાઓ ખરી જ. મોટી યાત્રાઓ સુખદાયી બની રહેશે. નોકરી-વ્યવસાયના ક્ષેત્રે વાતાવરણ સાનુકૂળ જણાય છે. તા. ૧૨, ૧૩, ૧૪ કાર્યસફળતાનો યોગ ગણાય. તા. ૧૫, ૧૬ લાભકારક દિવસો. તા. ૧૭, ૧૮ બપોર પછી વિશેષ રાહત જણાય.

મિથુન (ક,છ,ધ)

આ સમયગાળામાં નાણાકીય સાનુકૂળતા રહેશે. નોકરિયાત વર્ગને સ્થાનફેર કે બદલીનો પ્રસંગ ઊભો થાય તો નવાઈ નહિ. દામ્પત્યજીવનની વિસંવાદિતાઓથી વિષાદ સર્જાશે. હિતશત્રુઓ ફાવે તેમ જણાતું નથી. મકાન મિલકતની લે-વેચના પ્રશ્નો મૂંઝવે તેવા યોગો જણાય છે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૧૨, ૧૩, ૧૪ આનંદમય દિવસો પસાર થાય. તા. ૧૫, ૧૬ માનસિક અશાંતિ ૨હેશે. તા. ૧૭, ૧૮ મૂંઝવણ વધવા પામશે.

કર્ક (ડ,હ)

નાણાકીય પ્રશ્નો મૂંઝવશે છતાં માર્ગ મળશે. આપની નોકરી યા વ્યવસાય સંબંધી અગત્યનું કાર્ય થઈ શકશે. પ્રેમ-રોમાન્સ, પ્રિયજન અંગેની આપની નિરાશા દૂર થતાં વિશેષ આનંદ થશે. સંતાનના વિવાહ-લગ્ન અંગેના શુભ કાર્ય માટે સમય સાનુકૂળ જણાય છે. તંદુરસ્તીનો ખ્યાલ રાખવો. તા. ૧૨, ૧૩, ૧૪ નાણાકીય પ્રશ્નો મૂંઝવશે. તા. ૧૫, ૧૬ સાનુકૂળ દિવસો ગણાય. તા. ૧૭, મિશ્ર દિવસ. તા. ૧૮ વડીલોની તબિયતની કાળજી રાખવી હિતાવહ.

સિંહ (મ,ટ)

આપની આવકમાં અનાયાસે વૃદ્ધિ થતાં અટકેલાં કાર્યો આગળ ધપાવી શકશો. નાણાભીડમાંથી મુક્તિ મળી શકે તેમ છે. નવા કામકાજથી લાભ થાય. અલબત્ત, મુસાફરી તેમ જ મનોરંજન પાછળ ખર્ચ થશે. મિલકત વાહન અંગેના પ્રશ્નોમાં કેટલીક મુશ્કેલીઓ જોવા મળશે. તા. ૧૨, ૧૩, ૧૪ નાણાકીય લાભ થાય. તા. ૧૫, ૧૬ ખર્ચનું  પ્રમાણ વધવા પામશે. તા. ૧૭, ૧૮ વાહનથી સંભાળવું.

કન્યા (પ,ઠ,ણ)

આર્થિક લાભથી ખર્ચના પ્રસંગોને આપ જરૂરથી પહોંચી વળશો. નોકરીમાં બઢતીની આશા રાખી શકાય. વિશેષમાં, ધંધાકીય ક્ષેત્રે વિકાસ અને પ્રગતિને જોઈ શકશો. સાથે સાથે આરોગ્યની કાળજી રાખવી પડશે. મુસાફરીથી લાભ થાય. ગૃહજીવનનું વાતાવરણ અશાંતિમય બનવાની સંભાવના ખરી જ. જીવનસાથીનું આરોગ્ય સાચવવું. તા. ૧૨, ૧૩, ૧૪ આર્થિક દૃષ્ટિએ લાભ થાય. તા. ૧૫, ૧૬ આરોગ્યની કાળજી રાખવી. તા. ૧૭, ૧૮ જીવનસાથીનું આરોગ્ય સાચવવું.

તુલા (ર,ત)

આર્થિક બાબતોમાં પગલાં જોઈવિચારીને ભરજો. દામ્પત્યજીવનનું વાતાવરણ સુધરવા પામશે. જીવનસાથીના સ્વાસ્થ્ય અંગેની ચિંતાઓ હશે તો તે દૂર થશે. ધંધાકીય તેમ જ નોકરીવિષયક બાબતો અંગે કેટલીક મૂંઝવણરૂપ સમસ્યાઓ આવતી જણાય. નોકરિયાત વર્ગને બદલીની સંભાવના ખરી જ. તા. ૧૨, ૧૩, ૧૪ આનંદમય દિવસો ગણાય. તા. ૧૫, ૧૬ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૧૭, મિશ્ર દિવસ. તા. ૧૮ નોકરિયાત વર્ગે સંભાળવું.

 

વૃશ્ચિક (ન,ય)

સફળતા આડે અંતરાયો ઊભા થવાની શક્યતાઓ ખરી જ. મુસાફરીમાં મુશ્કેલીનો અનુભવ થાય. સાથે સાથે આર્થિક લાભ મેળવવાના પ્રયત્નો એળે નહિ જાય. નાણાકીય સમસ્યાઓ હલ કરી શકશો. ભાગીદારો સાથેના મતભેદો દૂર થતાં સુખદ વાતાવરણ સર્જાશે. તા. ૧૨, ૧૩, ૧૪ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૧૫, ૧૬ આર્થિક લાભ થાય. તા. ૧૭, ૧૮ આનંદમય દિવસો ગણાય.

ધન (ભ,ધ,ફ,ઢ)

મિલકતના પ્રશ્નો કે કોર્ટ-કચેરીને લગતા પ્રશ્નો અંગે સાનુકૂળતા વધતી જોઈ શકશો. ભાગીદારી તથા ગૃહજીવનને લગતા પ્રશ્નો આપોઆપ ઉકેલાઈ જશે, અને પરિણામે સંવાદિતા વધવા પામશે. વિવાહઇચ્છુકો માટે સમય શુભ જણાય છે. નોકરી-વ્યવસાયમાં સંભાળવું. પ્રવાસ માટે સમય સાનુકૂળ નથી. તા. ૧૨, ૧૩, ૧૪ સાનુકૂળતા વધતી જણાય. તા. ૧૫, ૧૬ આનંદમય દિવસો ગણાય. તા. ૧૭ લાભકારક દિવસ, તા. ૧૮ પ્રવાસ થઈ શકે.

 

મકર (જ,ખ)

ખાસ કરીને સ્ત્રીવર્ગ માટે આ સમય વિશેષ સાનુકૂળ જણાય છે. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં પ્રગતિકા૨ક ૨ચના થઈ શકશે. સાથે સાથે સ્થાવર-મિલકતને લગતા પ્રશ્નોમાં પણ સાનુકૂળતા વધવા પામશે. ધનલાભ થાય. દામ્પત્યજીવનના પ્રશ્નો ઉકેલાતાં વિશેષ રાહત થશે. ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી છે. પ્રવાસ ટાળવો. તા. ૧૨, ૧૩, ૧૪ પ્રગતિકારક રચના થાય. તા. ૧૫, ૧૬ સાનુકૂળ દિવસો ગણાય. તા. ૧૭, ૧૮ ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી.

 

કુંભ (ગ,શ,સ,ષ)

નોકરિયાત વર્ગે આ સમયગાળામાં ખાસ સાચવવું હિતાવહ બની રહેશે. હિતશત્રુઓ અવરોધો ઊભા કરે તો નવાઈ નહિ. આરોગ્ય મધ્યમ રહેશે. દામ્પત્યજીવનના ડહોળાયેલા વાતાવરણને આપ કેટલેક અંશે મધુર અને સંવાદિત બનાવી શકશો. સ્નેહીજનો, મિત્રો, શુભેચ્છકો સાથે મિલન-મુલાકાત શક્ય અને સફળ બનશે. તા. ૧૨, ૧૩, ૧૪ દરેક રીતે સંભાળવું જરૂરી છે. તા. ૧૫, ૧૬ આનંદમય દિવસો. તા. ૧૭, ૧૮ લાભ થાય.

 

મીન (દ.ચ,ઝ,થ)

ધંધાકીય દૃષ્ટિએ આ સમય વિશેષ સાનુકૂળ જણાય છે. લાંબા સમયથી અટકેલા આપના કેટલાક પ્રશ્નોનો ઉકેલ પણ આ સમયગાળામાં શક્ય જણાય છે. સાથે સાથે દામ્પત્યજીવનમાં ઉદ્વેગ તથા અશાંતિજનક પ્રસંગો સર્જાતાં દુઃખ અનુભવશો. સ્નેહી-મિત્રોથી લાભ થાય. પ્રવાસ માટે સમય સાનુકૂળ જણાય છે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું. તા. ૧૨, ૧૩, ૧૪ સફળ દિવસો ગણાય. તા. ૧૫, ૧૬ અશાંતિ ઊભી થાય. તા. ૧૭, ૧૮ શુભ દિવસો ગણાય.