જ્યોતિષ રાશિ ભવિષ્ય

 

(તા. ૨૮ એપ્રિલ ૨૦૨૩થી તા. ૪ મે ૨૦૨૩ સુધી)

મેષ (અ,લ,ઈ)

આ સમયગાળા દરમિયાન આપને તબિયતનીકાળજી રાખવી પડશે. શત્રુપીડા પજવશે. નિકટના સ્વજનો સાથે મતભેદ-મનભેદ અને ગેરસમજ થવાની શક્યતાઓ પણ ખરી જ. અનપેક્ષિત ખર્ચ થવાની સંભાવના પણ જણાય છે. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બનશે. પરદેશગમન માટે સમય ગુમ જણાય છે. તા. ૨૮, ૨૯, ૩૦ તબિયતની કાળજી રાખવી પડશે. તા. ૧, ૨ સહનશીલતા કેળવવાથી લાભ થશે. તા. ૩, ૪ પ્રવાસ થઈ શકે.

 

વૃષભ (બ,વ,ઉ)

નાણાકીય પ્રશ્નો આપની મૂંઝવણમાં વધારો કરશે. સાથે સાથે નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં પણ તકેદારીપૂર્વક નિર્ણયો લેવા પડશે. પતિ-પત્નીએ અન્યોન્ય રાજી રાખવા પ્રયત્નશીલ રહેવું પડે. પ્રેમ-રોમાન્સ-પ્રિયજન અંગેની આપની નિરાશા દૂર થઈ શકશે. વિવાહઇચ્છુકો માટે પણ સમય શુભ જણાય છે. સામાજિક પ્રસંગો અંગે પણ સાનુકૂળતા સર્જાશે. તા. ૨૧, ૨૨, ૨૩ દરેક રીતે સાચવવું. તા. ૨૪, ૨૫ સહનશીલતા રાખવી. તા. ૨૬, ૨૭ શુભ. 

 

મિથુન (ક,છ,ધ)

સપ્તાહના પ્રારંભિક તબક્કામાં દિવસો શુભ તથા આનંદમય જણાય છે. નોકરિયાત વર્ગને બઢતી મળવાની શક્યતાઓ ખરી જ. નવું વાહન ખરીદી શકાય. મિલન-મુલાકાત શક્ય બનશે, પરંતુ જેમ જેમ દિવસો વ્યતીત થતા જાય તેમ તેમ તકલીફો – પ્રતિકૂળતાઓ વધતી જણાશે. વેપાર- ધંધામાં ભાગીદારો સાથે મનદુઃખ ન થાય તેની કાળજી રાખવી. તા. ૨૮, ૨૯, ૩૦ સફ્ળતા મળે. તા. ૧, ૨ આનંદમય દિવસો ગણાય. તા. ૩, ૪ દરેક રીતે સંભાળવું. 

 

કર્ક (ડ,હ)

આ સપ્તાહમાં આપને મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. સપ્તાહની શરૂઆતમાં દરેક કાર્યમાં સફળતા મળતાં આનંદની અનુભૂતિ અવશ્ય થાય, પરંતુ જેમ જેમ દિવસો વ્યતીત થતા જાય તેમ તેમ મુશ્કેલીઓ વધતી જાય, ઘરના વડીલોની ચિંતા ઊભી થવાની શકયતાઓ પણ ખરી જ. તા. ૨૮, ૨૯, ૭૦ સામાન્ય દિવસો પસાર થાય. તા. ૧. ૨ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું હિતાવહ. તા. ૩, ૪ કંઈક અંશે રાહત થાય એવું અનુભવાય.

 

સિંહ (મ,ટ)

આ સપ્તાહમાં આપ હરીહરો, પરંતુ મનને 

શાંતિ કે આનંદ જણાય નહિ તેવા સંજોગોનું નિર્માણ થવાની શક્યતાઓ ખરી જ. અનપેક્ષિત તથા વિચિત્ર કહી શકાય તેવો ખર્ચ થવાની સંભાવના પણ ખરી જ. વેપાર ધંધામાં પા આવકનું પ્રમાણે ઘટવા પામે. નોકરિયાત વર્ગને અન્યાયકારક બદલી પણ થાય. પ્રવાસ ટાળવો. તા. ૨૮, ૨૯, ૩૦ ચાટ-ઉદ્દેગ રહેશે. તા. ૧, ૨ ખર્ચાળ દિવસો ગણાય. તા. ૩, ૪ પ્રવાસ ટાળવો.

 

કન્યા (પ,ઠ,ણ)

આ સમયગાળામાં શરૂઆતના દિવસોમાં આપને દરેક બાબતમાં દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. પારિવારિક પ્રશ્નોમાં પણ આપની મુંઝવણ વધવાની શકયતાઓ ખરી જ, પરંતુ જેમ જેમ દિવસો પસાર થાય તેમ તેમ કંઈક રાહત થતી જણાશે. નોકરિયાત વર્ગને બઢતી મળવાની શક્યતાઓ ખરી જ. અનપેક્ષિત ધનલાભ પણ થાય. તા. ૨૮, ૨૯, ૩૦ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૧, ૨ પારિવારિક પ્રશ્નોમાં સંભાળવું. તા. ૩, ૪ કંઈક રાહત જણાય.

 

તુલા (ર,ત)

આ સપ્તાહમાં આપને મિશ્ર સંજોગોમાંથી પસાર થવું પડશે. ખાસ કરીને શારીરિક પીડાથી સંભાળવું પડશે. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બનશે. નોકરિયાત વર્ગને પગારવધારો મળવાની શક્યતાઓ ખરી જ, પારિવારિક બાબતોમાં સમજદારી અને સહનશીલતાથી કામ લેવું હિતાવહ બની રહેશે. તા. ૨૮, ૨૯, ૩૦ સામાન્ય દિવસો પસાર થાય. તા. ૧, ૨ નોકરિયાત વર્ગ માટે શુભ દિવસો ગણાય. તા. ૩, ૪ સંયમથી વર્તવું.

 

વૃશ્ચિક (ન,ય)

આ સમયગાળામાં આપના દિવસો આનંદમય પસાર થાય તેવા યોગો જણાય છે. વ્યક્તિગત ઉત્કર્ષ થાય. અનપેક્ષિત લાભ મળે. પારિવારિક પ્રશ્નોમાં પણ ઉકેલ મળે. આવકની સામે જાવકનું પ્રમાણ ચાલુ રહેવા પામશે. ખર્ચ પર અંકુશ રાખવો હિતાવહ ગણાય. વાહનથી સંભાળવું, પ્રવાસ ટાળવો. તા. ૨૮, ૨૯, ૩૦ આનંદમય દિવસો પસાર થાય. તા. ૧, ૨ ખર્ચાળ દિવસો ગણાય. તા. ૩, ૪ પ્રવાસ ટાળવો, વાહનથી સંભાળવું.

 

ધન (ભ,ધ,ફ,ઢ)

 

આ સમયગાળામાં આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે, તબિયતની કાળજી રાખવી હિતાવહ ગણાય તે સિવાય, નોકરિયાત વર્ગને બઢતી મળતાં વિશેષ આનંદ થશે. નવું મકાન ખરીદવું હોય કે જૂનું વેચવું હોય તો તે માટે પણ સમય સાનુકળ જાય છે. પ્રેમપ્રકરણમાં પ્રતિકૂળતા રહેશે. તા. ૨૮, ૨૯, ૩૦ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું હિતાવહ. તા. ૧, ૨ નોકરિયાત વર્ગને લાભ થાય. તા. ૩, ૪ સામાન્ય મિશ્ર દિવસો ગણાય.

 

મકર (જ,ખ)

સપ્તાહના શરૂઆતના દિવસોને બાદ કરતાં બાકીના દિવસોમાં ઉત્તરોત્તર આનંદમાં અભિવૃદ્ધિ થાય તેવા યોગો જણાય છે. તરુણો માટે સમય વિશેષ સાનુકૂળ જાય છે. વેપાર ધંધામાં પા આવકનું પ્રમાણ જળવાય. નાના-મોટા પ્રવાસનું આયોજન શકય બનશે. મિલન-મુલાકાત શકય નીવડે. તા. ૨૮, ૨૯, ૩૦ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૧, ૨ ઓનંદમય દિવસો પસાર થાય. તા. ૩ લાભમય દિવસ. તા. ૪ શુભ કાર્ય થાય.

 

કુંભ (ગ,શ,સ,ષ)

આ સમયગાળામાં આપને મિશ્ર સંજોગોમાંથીપસાર થવું પડશે. પ્રારંભિક તબક્કામાં આનંદમય દિવસો પસાર થાય, પરંતુ જેમ જેમ દિવસો વીતતા જાય તેમ તેમ મુશ્કેલીઓ અને પ્રતિકૂળતાઓની પરંપરાનો અનુભવ થવાની શક્યતાઓ ખરી જ. દરેક બાબતમાં દરેક રીતે વિચારીને કામકાજ કરવું પડશે, પ્રવાસ ટાળવા પ્રયત્ન કરવો. વાહનથી સંભાળવું. તા. ૨૮, ૨૯, ૩૦ સામાન્ય દિવસો ગણાય. તા. ૧, ૨, ૩ દરેક રીતે સંભાળવું. તા. ૪ બપોર પછી રાહત થાય.

 

મીન (દ.ચ,ઝ,થ)

આ સપ્તાહમાં આપના દિવસો આનંદમય બની રહેશે. ધરનાં તથા બહારનાં તમામ કાર્યોમાં સફળતા મળમાં આપનો આનંદ લેવાશે. પારિવારિક પ્રશ્નોમાં પણ ધીરજ રાખવી. શુભેચ્છકો, મિત્રો સાથેની મિલન-મુલાકાત શક્ય અને સરળ બનશે. શુભ કાર્ય પણ સંપન્ન થઈ શકે આર્થિક વિટંબણા દૂર થતાં વિશેષ રાત ઘશે. તા. ૨૮, ૨૯, ૩૦ આનંદમય દિવસો ગણાય. તા. ૧, ૨ લાભકારક દિવસો પસાર થાય. તા. ૩, ૪ રાહત જણાય.