જ્યોતિષ રાશિ ભવિષ્ય

 

 

મેષ (અ.લ.ઇ.)

આ સપ્તાહમાં આપને મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. હરો-ફરો, પરંતુ મનમાં ઉચાટ-ઉદ્વેગ જેવું રહ્યા કરશે, પરંતુ જેમ જેમ દિવસો પસાર થાય તેમ તેમ એકંદરે શાંતિ જણાશે. મિલન-મુલાકાત શક્ય બનશે. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બનશે, વાહનથી ખાસ સંભાળવું. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૧૭, ૧૮, ૧૯ એકંદરે રાહત જણાય. તા. ૨૦, ૨૧ લાભકારક દિવસો ગણાય. તા. ૨૨, ૨૩ વાહનથી ખાસ સંભાળવું.

વૃષભ (બ.વ.ઉ.)

આ સમયગાળામાં આપનાં દરેક કાર્યોમાં અનપેક્ષિત સફળતા મળતાં આપ વિશેષ શાંતિની અનુભૂતિ કરી શકશો. ગૃહજીવનમાં પણ સંવાદિતા રહેશે. સ્નેહીજન સાથે થયેલા મતભેદ દૂર થઈ શકશે. મિલન-મુલાકાત શક્ય બનશે. તબિયતની કાળજી વિશેષ રાખવી. તા. ૧૭, ૧૮, ૧૯ આનંદમય દિવસો પસાર થાય. તા. ૨૦, ૨૧ રાહત જણાશે. તા. ૨૨ મિશ્ર દિવસ. તા. ૨૩ તબિયત સંભાળવી.

મિથુન (ક.છ.ઘ.)

આ સપ્તાહમાં આપના સઘળા દિવસો આનંદમય પસાર થાય તેવા યોગો જણાય છે. ગૃહસ્થ જીવનમાં સંવાદિતા રહેશે. સંતાનની પ્રગતિના સમાચાર આપને વિશેષ આનંદ આપશે. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બનશે. તબિયત સુધરવા પામશે. વાહનથી ખાસ સંભાળીને ચાલવું. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૧૭, ૧૮, ૧૯ સફળ દિવસો ગણાય. તા. ૨૦, ૨૧ શુભ સમાચાર મળે. તા. ૨૨, ૨૩ વાહનથી ખાસ સંભાળવું.

કર્ક (ડ.હ.)

આ સમયગાળામાં એકંદરે આપને સફળતા મળે તેવા યોગો જણાય છે. ખાસ કરીને યુવાનો-તરુણોના પ્રશ્ર્નોનો અનપેક્ષિત ઉકેલ આવી શકે તેમ છે. સ્પર્ધાત્મક પરીક્ષા આપી હોય તો પરિણામ સારું આવવાની સંભાવના ખરી જ. મિલન-મુલાકાત શક્ય બનશે. કાર્યસફળતાનો યોગ થાય છે. એકાદ શુભ સમાચાર પણ મળે. તા. ૧૭, ૧૮, ૧૯ એકંદરે રાહત જણાશે. તા. ૨૦, ૨૧ કાર્યસફળતાનો યોગ થાય છે. તા. ૨૨, ૨૩ શુભ સમાચાર મળે.

સિંહ (મ.ટ.)

આ સપ્તાહ દરમિયાન આપને મિશ્ર સંજોગોમાંથી પસાર થવું પડશે. એક-બે દિવસ આનંદમાં જાય તો પછી મનદુ:ખના પ્રસંગો પણ સંભવે. તબિયતની કાળજી રાખવી હિતાવહ બની રહેશે. મિલન-મુલાકાત શક્ય બનશે. પ્રવાસ-પર્યટન માટે સમય સાનુકૂળ નથી. વાહનથી સંભાળવું. તા. ૧૭, ૧૮, ૧૯ સામાન્ય દિવસો પસાર થાય. તા. ૨૦, ૨૧ તબિયત સાચવવી. તા. ૨૨, ૨૩ પ્રવાસ ટાળવો.

કન્યા (પ.ઠ.ણ.)

આ સપ્તાહ દરમિયાન આપનાં સઘળાં કાર્યોમાં સફળતા મળતાં વિશેષ આનંદની અનુભૂતિ થશે. સંસ્મરણીય શુભ ઘટના આપના જીવનમાં બનવાની શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી. વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રમાં પણ વિશેષ લાભ થઈ શકશે. પ્રવાસ-પર્યટન શક્ય બનશે. તા. ૧૭, ૧૮, ૧૯ સફળ દિવસો પસાર થશે. તા. ૨૦, ૨૧ શુભ સમાચાર મળશે. તા. ૨૨, ૨૩ લાંબા પ્રવાસનું આયોજન કર્યું હોય તો તે શક્ય બનવાના યોગો છે.

તુલા (ર.ત.)

આનંદ-ઉલ્લાસ અને ઉમંગની અનુભૂતિ કરાવનારા આ સપ્તાહમાં આપને દરેક રીતે રાહત જણાશે. જ‚રી મોટી વસ્તુની ખરીદી થઈ શકે. મકાન-જમીનને લગતા પ્રશ્ર્નોમાં રાહત થાય. શુભેચ્છકો, મિત્રોની મદદ થકી આપનું કાર્ય વિશેષ સરળ બની શકે. વાહનથી ખાસ સંભાળવું. વિદ્યાર્થીમિત્રોએ અભ્યાસમાં ધ્યાન આપવું. તા. ૧૭, ૧૮, ૧૯ આનંદમય દિવસો પસાર થાય. તા. ૨૦, ૨૧ ખર્ચ થાય. તા. ૨૨, ૨૩ વાહનથી ખાસ સંભાળવું હિતાવહ.

વ્ૃશ્ર્ચિક (ન.ય.)

આ સમયગાળામાં આપને નહિ ધારેલી સફળતા મળતાં વિશેષ આનંદ થશે. શુભ કાર્ય હાથ ધરી શકાય. વિવાહ-ઇચ્છુકો માટે પણ સમય શુભ છે. સામાજિક યશ, પ્રતિષ્ઠા વધવાની શક્યતા ખરી જ. વિદેશગમનના યોગો પણ પ્રબળ બનતા જણાય છે. ગ્ાૃહજીવનમાં સંવાદિતા રહેશે. તા. ૧૭, ૧૮, ૧૯ આનંદમય દિવસો પસાર થાય. તા. ૨૦, ૨૧ શુભ દિવસો ગણાય. તા. ૨૨, ૨૩ ગ્ાૃહજીવનમાં વિશેષ આનંદ જણાય.

ધન (ભ.ધ.ફ.ઢ.)

આ સમયગાળામાં આપને દરેક રીતે સફળતા મળશે. નાનાં-મોટાં કાર્યો સફળતાથી – સહજતાથી હાથ ધરી આપ પૂર્ણ કરી શકશો. નવપરિણીતો માટે સમય વિશેષ સાનુકૂળ જણાય છે. નોકરિયાત વર્ગના પ્રશ્ર્નોનો પણ નિકાલ આવી જતાં વિશેષ આનંદ થશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું. તા. ૧૭ મિશ્ર દિવસ ગણાય. તા. ૧૮, ૧૯ સફળ દિવસો પસાર થાય. તા. ૨૦, ૨૧ શુભમય દિવસો ગણાય. તા. ૨૨, ૨૩ લાભકારક દિવસો.

મકર (ખ.જ.)

આ સપ્તાહ આપના માટે શુભ સાબિત થશે. ઘરમાં ઉત્સવ જેવું વાતાવરણ અનુભવી શકશો. શુભેચ્છકો, મિત્રો મદદમાં આવશે. તેમની સાથેની મુલાકાત પણ ફળદાયી નીવડશે. નવું મકાન ખરીદવું હોય કે તે નિમિત્તે શુભ કાર્ય કરવાનું બાકી હોય તો તેનું આયોજન થઈ શકશે. પુત્રનો ઉત્કર્ષ વિશેષ આનંદ આપશે. તા. ૧૭, ૧૮ શુભ દિવસો ગણાય. તા. ૧૯, ૨૦, ૨૧ સ્થાવર મિલકત માટે શુભ દિવસો ગણાય. તા. ૨૨, ૨૩ શુભ સમાચાર મળે.

કુંભ (ગ.શ.સ.ષ.)

વેપાર-ધંધામાં ધારી સફળતા મળશે. નોકરિયાત વર્ગ માટે પણ સમય વિશેષ સાનુકૂળ જણાય છે. વ્યક્તિગત માન-પ્રતિષ્ઠા વધવાના સંજોગો પણ ઊભા થવા પામશે. ગૃહજીવનમાં સંવાદિતા રહેશે. નોકરીની ઇચ્છા ધરાવનાર વ્યક્તિને નોકરી મળવાના યોગો પણ પ્રબળ જણાય છે. મિત્રોથી લાભ થાય. તા. ૧૭, ૧૮, ૧૯ સફળ દિવસો ગણાય. તા. ૨૦, ૨૧, ૨૨ આનંદમય દિવસો ગણાય. તા. ૨૩ શુભ દિવસ.

મીન (દ.ચ.ઝ.થ.)

સપ્તાહના શ‚આતમાં આપને દરેક પ્રકારે રાહત જણાશે. આનંદની અનુભૂતિ થશે. ઘરનાં-બહારનાં નાનાં-મોટાં તમામ કાર્યોમાં ધારી સફળતા મેળવી શકશો. પરદેશથી શુભ સમાચાર મળશે. સંતાનોના પ્રશ્ર્નોનો પણ ઉકેલ મળશે, પરંતુ સપ્તાહના અંતિમ ચરણમાં દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. તા. ૧૭, ૧૮, ૧૯ કંઈક અંશે રાહત જણાય. તા. ૨૦, ૨૧ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૨૨, ૨૩ નોકરિયાત વર્ગે સંભાળવું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here