જ્યોતિષ રાશિ ભવિષ્ય

 

 

મેષ (અ.લ.ઇ.)

આપનો આ સમય અનિશ્ર્ચિતતા અને અનિર્ણાયકતામાં પસાર થશે. માનસિક મૂંઝવણ વિશેષ રહેતી લાગશે. છતાં આર્થિક સમસ્યાઓ હલ થતી જણાશે. નાણાકીય પ્રતિકૂળતા દૂર થશે. અણધાર્યા ખર્ચ પણ થાય. જીવનસાથીનું આરોગ્ય સાચવવું પ્રતિસ્પર્ધીઓથી ચેતતા રહેજો. કાર્યબોજ રહેશે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૧૭, ૧૮, ૧૯ સામાન્ય દિવસો પસાર થાય. તા. ૨૦, ૨૧ અણધાર્યા ખર્ચ થાય. તા. ૨૨, ૨૩ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે.

વ્ૃષભ (બ.વ.ઉ.)

આ સમય દરમિયાન તબિયતના કારણે અસ્વસ્થતા જણાય. ખોટી અને કાલ્પનિક ચિંતાઓ પણ રહેવા પામે. નાણાકીય દ્ષ્ટિએ પણ આ સમય કટોકટીભર્યો જણાય છે. આર્થિક કાર્યોમાં અંતરાય જણાય છે. ખર્ચની શક્યતાઓ વિશેષ જણાય છે તે સિવાય નોકરિયાત વર્ગ માટે સમય સાનુકૂળ જણાય છે. વિરોધીઓના હાથ હેઠા પડે. તા. ૧૭, ૧૮, ૧૯ ઉચાટ, ઉદ્વેગ રહેશે. તા. ૨૦, ૨૧ આર્થિક બાબતોમાં સાચવવું. તા. ૨૨, ૨૩ એકંદરે રાહત.

મિથુન (ક.છ.ઘ.)

આ સમયમાં આપની ચિંતા યા માનસિક બેચેની નિવારી શકશો. કોઈ સારા સમાચાર પણ પ્રાપ્ત થાય. આર્થિક પ્રશ્ર્નો ગૂંચવાયા હશે તો તેનો ઉકેલ મળશે. કોઈ વધારાની આવક કે નાણાકીય લાભ પણ મળી શકે. ધંધાકીય ક્ષેત્રે કોઈ નવા પરિવર્તનની આશા રાખી શકાય. આપનાં ફસાયેલાં નાણાં મેળવી શકશો. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું. તા. ૧૭, ૧૮, ૧૯ રાહત થાય. તા. ૨૦, ૨૧ ધાર્યું કામ થઈ શકશે. તા. ૨૨, ૨૩ નાણાકીય લાભ થાય.

કર્ક (ડ.હ.)

આ સમયગાળામાં આપની મનની મુરાદો બાર આવશે. પ્રયત્નો ફળતાં માનસિક સુખ વધશે. અણધારી મદદ પણ ઉપયોગી બને તેમ છે. આર્થિક પ્રશ્ર્નો ગૂંચવાયેલા હશે તો તે ઉકેલી શકશો. લાભની તક મળે. નોકરિયાત વર્ગ માટે પણ પ્રગતિનો માર્ગ ખુલ્લો થાય. નોકરીમાં સ્થળાંતર કે સ્થાનાંતર શક્ય જણાય છે. તા. ૧૭, ૧૮, ૧૯ આનંદમય દિવસો પસાર થાય. તા. ૨૦, ૨૧ પ્રશ્ર્નોનો ઉકેલ મળશે. તા. ૨૨ શુભમય દિવસ પસાર થાય. તા. ૨૩ લાભ થાય.

સિંહ (મ.ટ.)

આ સમયગાળામાં આપના ગૂંચવાયેલા પ્રશ્ર્નો હલ થઈ શકશે. આપની પરિસ્થિતિ તથા સંજોગો સાનુકૂળ રીતે બદલાતા જોવા મળે. કોઈ અણધારી તક મળે તો તેને ઝડપી લેજો. ઉન્નતિનો માર્ગ વિશેષ સરળ બનશે. આપના વેપાર-ધંધાના ક્ષેત્રમાં પણ હવે લાભની આશા વધશે. તબિયતની કાળજી રાખજો. તા. ૧૭, ૧૮, ૧૯ ધાર્યું કામ થાય. તા. ૨૦, ૨૧ અણધારી તક મળશે. તા. ૨૨, ૨૩ તબિયતની કાળજી રાખવી.

કન્યા (પ.ઠ.ણ.)

આપની માનસિક પરિસ્થિતિ મિશ્ર પ્રકારની રહેશે. આશા-નિરાશા, ચિંતા-આનંદ એમ બેવડા અનુભવો થતા રહેશે. આર્થિક દ્ષ્ટિએ આ સમય ખર્ચાળ જણાશે. આવક કરતાં ખર્ચનું પ્રમાણ આપની શક્તિ બહાર ન થાય તે જોજો. વ્યાવસાયિક તથા નોકરીના ક્ષેત્રે દરેક રીતે સંભાળવું જ‚રી જણાય છે. તા. ૧૭, ૧૮ સામાન્ય દિવસો ગણાય. તા. ૧૯, ૨૦ ખર્ચ પર અંકુશ રાખવો. તા. ૨૧, ૨૨, ૨૩ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું હિતાવહ છે.

તુલા (ર.ત.)

આ સમયમાં આર્થિક પ્રગતિનો માર્ગ ખુલ્લો જણાશે. આવકવ્ાૃદ્ધિ માટેના આપના પ્રયત્નો ફળતા જણાશે. અગવડો દૂર થશે. ખર્ચ ઘટે અને આવક વધે તેવું પણ બનશે. માનસિક અજંપો – અશાંતિ જેવું રહેવાની સંભાવના પણ ખરી જ. મકાન મિલકતના પ્રશ્ર્નો માટે સમય સાનુકૂળ જણાય છે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું. તા. ૧૭, ૧૮ લાભકારક દિવસો પસાર થાય. તા. ૧૯, ૨૦ આવક વધશે. તા. ૨૧ શુભમય દિવસ. તા. ૨૨, ૨૩ સાંપત્તિક પ્રશ્ર્નોમાં લાભ થાય.

વ્ૃશ્ર્ચિક (ન.ય.)

આ સમયગાળામાં આપનાં મહત્ત્વનાં કાર્યો અને આયોજનોમાં સરળતા જણાશે સાથે સાથે ખર્ચ વધતાં કંઈક અંશે નાણાભીડનો અનુભવ થવાની શક્યતાઓ પણ ખરી જ. જોખમ ઉઠાવીને નાણાકીય રોકાણ કરવું હિતાવહ જણાતું નથી. ધંધાકીય ક્ષેત્રે આપના સંજોગો સાનુકૂળતા થશે. તા. ૧૭, ૧૮, ૧૯ આનંદમય દિવસો પસાર થાય. તા. ૨૦, ૨૧ નાણાકીય બાબતોમાં સંભાળવું. તા. ૨૨, ૨૩ ધંધાકીય લાભ થાય.

ધન (ભ.ધ.ફ.ઢ.)

આપની વ્યાવસાયિક યોજનાઓ માટે આ સમય પ્રગતિકારક અને સાનુકૂળ બની રહેશે. આપના સઘળા પ્રયત્નો સફળ નીવડશે. માનસિક અશાંતિ અને ચિંતાનો ઉકેલ પણ મળી આવવાની સંભાવના ખરી જ. ખર્ચાઓને પહોંચી વળવા જ‚રી નાણાં મેળવી શકશો. પ્રવાસનું આયોજન શક્ય બને તેમ છે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૧૭, ૧૮, ૧૯ પ્રગતિકારક રચના થાય. તા. ૨૦, ૨૧ રાહત જણાય. તા. ૨૨, ૨૩ પ્રવાસનું આયોજન શક્ય બને.

મકર (ખ.જ.)

આપની મહત્ત્વની કામગીરીમાં આપ આગળ વધી શકશો. નવા લાભ મળવાની ભૂમિકા ઊભી થાય. ચિંતાઓનાં વાદળ હટતાં જણાશે. ખર્ચ પર અંકુશ રાખવાથી વિશેષ રાહત થશે. નોકરિયાત વર્ગ માટે સમય વિશેષ સાનુકૂળ જણાય છે. સ્થાનાંતર – સ્થળાંતર શક્ય બને તેમ છે. વાહનથી સંભાળવું. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૧૭, ૧૮, ૧૯ લાભકારક દિવસો પસાર થાય. તા. ૨૦, ૨૧ ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે. તા. ૨૨, ૨૩ નોકરિયાતને લાભ થાય.

કુંભ (ગ.શ.સ.ષ.)

આ સમયગાળામાં આપનો ઉત્સાહ વધશે. મહત્ત્વનાં કામકાજ અંગે પરિસ્થિતિ વિશેષ સાનુકૂળ બનશે. નાણાકીય ચિંતાનો કોઈ સારો ઉકેલ મળવાની શક્યતાઓ પણ ખરી જ. નોકરિયાત વર્ગને પ્રગતિ તથા લાભની આશા રહેશે. જ‚રી આર્થિક વ્યવસ્થા થઈ શકશે. મહત્ત્વની વ્યક્તિથી લાભ થાય. આરોગ્ય જાળવવું. તા. ૧૭, ૧૮, ૧૯ આનંદમય દિવસો પસાર થાય. તા. ૨૦, ૨૧ ચિંતા દૂર થશે. તા. ૨૨, ૨૩ લાભ થાય.

મીન (દ.ચ.ઝ.થ.)

આ સપ્તાહમાં આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. વ્યાપાર-ધંધાના કાર્યમાં કોઈ વિલંબ યા વિઘ્ન જોવા પડશે. કૌટુંબિક પ્રશ્ર્નો હલ કરી શકાશે. નાણાકીય કામકાજમાં પ્રયત્નો પછી સફળતા મળશે. દામ્પત્યજીવનની સમસ્યાઓનો હલ મળશે. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બનશે. તા. ૧૭, ૧૮, ૧૯ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૨૦, ૨૧ કૌટુંબિક પ્રશ્ર્નો હલ કરી શકશો. તા. ૨૨, ૨૩ પ્રવાસનું આયોજન શક્ય બને.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here