જ્યોતિષ રાશિ ભવિષ્ય

 

 

મેષ (અ.લ.ઇ.)

આ સમયગાળામાં આપને આર્થિક વ્યવહારોમાં વિશેષ કાળજી રાખવી પડશે. આકસ્મિક ખર્ચના પ્રસંગો પણ ઊભા થવાની શક્યતાઓ ખરી જ. તે સિવાય પ્રવાસ, પર્યટન માટે સમય ઉત્તમ જણાય છે. વિવાહઇચ્છુકો માટે પણ સમયગાળો શુભ છે. ગર્ભવતી સ્ત્રીઓએ તબિયતની કાળજી રાખવી. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું. તા. ૧૦, ૧૧, ૧૨ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૧૩, ૧૪ ધાર્યું કાર્ય થાય નહિ. તા. ૧૫, ૧૬ તબિયત સાચવવી.

વ્ૃષભ (બ.વ.ઉ.)

આનંદ-ઉલ્લાસ અને ઉમંગ સાથે સપ્તાહ આપનું પૂર્ણ થશે. ઘરનાં તેમ જ બહારનાં તમામ કાર્યોમાં આપને સાનુકૂળતા જણાશે. વિવાહઇચ્છુકો માટે સમય શુભ જણાય છે. નોકરિયાત વર્ગે દરેક બાબતમાં કાળજી રાખવી હિતાવહ જણાય છે. વાદ-વિવાદથી દૂર રહેવું સલાહભર્યું ગણાય. તા. ૧૦, ૧૧ આનંદમય દિવસો પસાર થાય. તા. ૧૨, ૧૩, ૧૪ શુભ કાર્યો થઈ શકે. તા. ૧૫, ૧૬ વાદ-વિવાદથી દૂર રહેવું.

મિથુન (ક.છ.ઘ.)

આ સમયગાળામાં આપના મનોરથો પૂર્ણ થાય. આર્થિક બાબતોમાં સમય વિશેષ સાનુકૂળ જણાય છે. આકસ્મિક ધનલાભ થવાના યોગોને નકારી શકાય તેમ નથી. વ્યાવસાયિક લાભ થવાની શક્યતાઓ પણ ખરી જ. નાના-મોટા પ્રવાસનું આયોજન પણ શક્ય બને તેમ છે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૧૦, ૧૧, ૧૨ આનંદમય દિવસો પસાર થાય. તા. ૧૩, ૧૪ લાભકારક દિવસો. તા. ૧૫ લાભદાયી દિવસ. તા. ૧૬ શુભ સમાચાર મળે.

કર્ક (ડ.હ.)

આ સપ્તાહમાં આપ હરો-ફરો, પરંતુ મનમાં આનંદ-ઉમંગ જણાશે નહિ. દરેક બાબતમાં દરેક રીતે કાળજી રાખવી હિતાવહ બની રહેશે. કૌટુંબિક પ્રશ્ર્નો પણ આપને મૂંઝવે તેમ છે. વાહનથી ખાસ સંભાળવું. શરીરની કાળજી વિશેષ રાખવી જ‚રી જણાય છે. પ્રવાસ ટાળવો. તા. ૧૦, ૧૧, ૧૨ દરેક કાર્ય કરતાં પહેલાં લાંબું વિચારીને કામકાજ કરવું હિતાવહ. તા. ૧૩, ૧૪ કૌટુંબિક પ્રશ્ર્નો આપને ઘણી રીતે મૂંઝવશે. તા. ૧૫, ૧૬ શરીરને કાળજી રાખવી.

સિંહ (મ.ટ.)

આ સપ્તાહમાં આપને માનસિક અશાંતિ, ઉચાટ, ઉદ્વેગ જેવું રહ્યા કરશે. આર્થિક વ્યવહારોમાં પણ વિશેષ કાળજી રાખવી પડશે. ચોરી અથવા અન્ય પ્રકારના નુકસાનથી પણ સાવધ રહેવું જ‚રી જણાય છે. નોકરીઇચ્છુક વ્યક્તિઓ માટે સમય શુભ જણાય છે. કૌટુંબિક ક્લેશ થવાની સંભાવના પણ ખરી જ. તા. ૧૦, ૧૧, ૧૨ ઉચાટ, ઉદ્વેગ રહેશે. તા. ૧૩, ૧૪ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૧૫, ૧૬ વિવાદથી દૂર રહેવું.

કન્યા (પ.ઠ.ણ.)

આ સમયગાળામાં આપના દિવસો આનંદમય પસાર થાય તેવા યોગો જણાય છે. ખાસ કરીને તરુણો માટે સમય વિશેષ શુભ જણાય છે. પરદેશગમન માટે પણ સમય સંજોગો સાનુકૂળ જણાય છે. આર્થિક દ્ષ્ટિએ પણ આપને લાભ થાય તેવા યોગોને નકારી શકાય તેમ નથી. સ્ત્રી વર્ગે તબિયતની કાળજી રાખવી. તા. ૧૦, ૧૧ આનંદમય દિવસો પસાર થાય. તા. ૧૨, ૧૩, ૧૪ શુભ કાર્ય થઈ શકે. તા. ૧૫, ૧૬ તબિયત સંભાળવી.

તુલા (ર.ત.)

સપ્તાહના પ્રારંભિક તબક્કામાં આપને દરેક પ્રકારની અડચણોનો સામનો કરવો પડશે, પરંતુ જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ પ્રતિકૂળતા ઘટશે અને સાનુકૂળ સંજોગોનું નિર્માણ થશે. ગ્ાૃહોપયોગી ખર્ચા, ખરીદી માટે સમય સાનુકૂળ છે. પ્રવાસ ટાળવો. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું. તા. ૧૦, ૧૧ ઉચાટ, ઉદ્વેગ રહેશે. તા. ૧૨, ૧૩, ૧૪ સાનુકૂળ દિવસો પસાર થાય. તા. ૧૫ વાદ-વિવાદથી બને તેટલું દૂર રહેવું. તા. ૧૬ ધાર્યું કાર્ય થઈ શકે.

વૃશ્ચિક (ન.ય.)

આ સમયગાળામાં આપને એકંદરે રાહત જણાશે. આપનાં અધૂરાં કાર્યો પણ પૂર્ણ થઈ શકે તેમ છે. સ્નેહીજનો સાથે મિલન-મુલાકાત શક્ય અને ફળદાયી બનશે. અશક્ય કાર્યો પણ શક્ય બનશે. કૌટુંબિક પ્રશ્ર્નોમાં રાહત જણાશે. વડીલોની તબિયત સંભાળવી. તા. ૧૦, ૧૧, ૧૨ એકંદરે રાહત જણાશે. તા. ૧૩, ૧૪ મિલન – મુલાકાત શક્ય બનશે. તા. ૧૫ મિશ્ર દિવસ. તા. ૧૬ તબિયત સંભાળવી.

ધન (ભ.ધ.ફ.ઢ.)

આપને સુખ-દુ:ખ અને અનુકૂળતા-પ્રતિકૂળતાના મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. સપ્તાહના પ્રારંભિક તબક્કામાં દિવસો આનંદમય પસાર થાય તેવા યોગો જણાય છે. જેમ જેમ દિવસો વીતતા જશે તેમ તેમ દરેક બાબતમાં દરેક રીતે સંભાળીને કામકાજ કરવું હિતાવહ બની રહેશે. વાહનથી સંભાળવું. તા. ૧૦, ૧૧, ૧૨ આનંદમય દિવસો પસાર થાય. તા. ૧૩, ૧૪ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૧૫, ૧૬ વિવાદથી દૂર રહેવું.

મકર (ખ.જ.)

આ સપ્તાહમાં આપને એકંદરે રાહત જેવું જણાશે. નોકરિયાત વર્ગ તેમ જ તરુણો માટે સમય વિશેષ શુભ જણાય છે. વેપારી વર્ગ માટે પણ સમય શુભ જણાય છે. નાણાકીય સાહસ પણ કરી શકાય. કૌટુંબિક પ્રશ્ર્નોમાં પણ રાહત જણાશે. નાના-મોટા પ્રવાસનું આયોજન થઈ શકે. મિલન-મુલાકાત શક્ય બનશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું. તા. ૧૦, ૧૧, ૧૨ એકંદરે શુભ દિવસો ગણાય. તા. ૧૩, ૧૪ આર્થિક પ્રગતિ થાય. તા. ૧૫, ૧૬ પ્રવાસનું આયોજન થઈ શકે.

કુંભ (ગ.શ.સ.ષ.)

સપ્તાહના પ્રારંભિક દિવસોમાં આપ હરો-ફરો, પરંતુ મનને શાંતિ જેવું જણાશે નહિ. જેમ જેમ દિવસો વીતતા જાય તેમ તેમ આપને રાહતનો અનુભવ થાય તેવા યોગો જણાય છે. કૌટુંબિક પ્રશ્ર્નોમાં મૂંઝવણ ચાલુ રહેવાની સંભાવના ખરી જ. અન્ય ગુપ્ત ચિંતા પણ આપની માનસિક શાંતિને હણી નાખે તેવું પણ બનવાની શક્યતાઓ છે. તા. ૧૦, ૧૧, ૧૨ દરેક રીતે સંભાળવું. તા. ૧૩, ૧૪ નુકસાન થાય. તા. ૧૫, ૧૬ સામાન્ય દિવસો ગણાય.

મીન (દ.ચ.ઝ.થ.)

આ સપ્તાહ આપના માટે સર્વ પ્રકારે શુભ ફળદાયી બની રહેશે. સામાજિક યશ-પ્રતિષ્ઠામાં વ્ૃદ્ધિ થાય તેવા યોગો જણાય છે. પરદેશગમનની શક્યતાઓ પણ ખરી જ. પરિવારના સભ્યો સાથે આનંદ-પ્રમોદ થાય. નાના-મોટા પ્રવાસનું આયોજન પણ શક્ય બનશે. અંતિમ દિવસોમાં ગર્ભવતી સ્ત્રીઓએ ખાસ સંભાળવું. તા. ૧૦, ૧૧, ૧૨ આનંદમય દિવસો પસાર થાય. તા. ૧૩, ૧૪ લાભકારક દિવસો ગણાય. તા. ૧૫, ૧૬ પ્રવાસ શક્ય બને.