જ્યોતિષ રાશિ ભવિષ્ય

 

મેષ (અ.લ.ઇ.)

આપનો આ સમય અગત્યની કાર્યરચના માટે સાનુકૂળ અને શુભ જણાય છે. આપના આયોજન પ્રમાણે સઘળું શક્ય બનશે. ઇચ્છિત તક મેળવી શકાય તેમ છે. આ દિશામાં આપના પ્રયત્નો ફળશે. ધંધાકીય – નાણાકીય પ્રગતિ થવાની શક્યતાઓ ખરી જ. નોકરિયાત વર્ગની મૂંઝવણ દૂર થશે. વિદ્યાર્થીમિત્રોએ અભ્યાસમાં ધ્યાન આપવું. તા. ૨, ૩, ૪ સાનુકૂળ દિવસો પસાર થાય. તા. ૫, ૬ પ્રયત્નો ફળશે. તા. ૭, ૮ બપોર પછી રાહત થાય.

વૃષભ (બ.વ.ઉ.)

આ સમયગાળામાં આપના વણઊકલ્યા પ્રશ્નો ઉકેલાઈ જશે. સાથે સાથે વધારાની જવાબદારીનો બોજ પણ સહન કરવો પડશે. નાણાકીય પરિસ્થિતિ યથાવત્ રહેવા સંભાવના ખરી જ. આવકની સાથે જાવક ઊભી રહેશે. સ્થાવર-જંગમ મિલકતને લગતા પ્રશ્નો હશે તો તેનો ઉકેલ પણ મળી રહેશે. આપની જૂની જવાબદારીમાંથી મુક્ત થઈ શકશો. તા. ૨, ૩, ૪ કાર્યસફળતા યોગ થાય છે. તા. ૫, ૬ સામાન્ય દિવસો ગણાય. તા. ૭, ૮ લાભ થાય.

મિથુન (ક.છ.ઘ.)

આ સપ્તાહમાં આપનો આનંદ-ઉમંગ જળવાઈ રહેશે. આપના પ્રયત્નો સફળ થતાં નવી દિશા ખૂલશે. નોકરી-ધંધાના ક્ષેત્રમાં વિકાસની અપેક્ષાઓ સંતોષાશે. બઢતીનો માર્ગ ખૂલશે. નાણાકીય બાબતોમાં હજી ઉતાવળા અઘરા થઈ નિર્ણયો લેવા હિતાવહ જણાતા નથી. વિદ્યાર્થી વર્ગને સફળતા મળે તેવા યોગો જણાય છે. ગૃહજીવનમાં સંવાદિતા રહેશે. તા. ૨, ૩, ૪ આનંદમય દિવસો ગણાય. તા. ૫, ૬ લાભ થાય. તા. ૭, ૮ શુભ દિવસો ગણાય.

કર્ક (ડ.હ.)

આ સપ્તાહમાં આપ હરોફરો, પરંતુ મનમાં આનંદ જેવું જણાશે નહિ. જીવનમાં અકારણ કંટાળો આવે તેવા યોગોને પણ નકારી શકાય તેમ નથી. નાણાકીય દૃષ્ટિએ પણ સમય હજી વિશેષ સાનુકૂળ જણાતો નથી. મિલકતના પ્રશ્નો હોય તો તે પણ હાથ ધરવા હિતાવહ જણાતા નથી. ગૃહજીવનમાં સંયમથી વર્તવું યોગ્ય જણાય છે. પ્રવાસ ટાળવો. તા. ૨, ૩, ૪ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૫, ૬ સામાન્ય દિવસો ગણાય. તા. ૭, ૮ ગૃહજીવનમાં સાચવવું.

સિંહ (મ.ટ.)

આ સપ્તાહમાં આપને મહત્ત્વનાં કાર્યોમાં સફળતા અને સાનુકૂળતા મળતાં માનસિક શાંતિ વધશે. શુભેચ્છક મિત્રોની મદદથી કામગીરીમાં વધુ સરળતા રહેશે. ઉત્સાહ વધશે. નાણાકીય સંજોગો પ્રતિકૂળ હશે તો પણ તેમાંથી નીકળવાનો માર્ગ મળી રહેશે. ખર્ચ પર કાબૂ રાખવો જરૂરી બની રહેશે. મિલકતને લગતા પ્રશ્નો હાથ ધરવા હિતાવહ નથી. તા. ૨, ૩, ૪ સફળ દિવસો ગણાય. તા. ૫, ૬ શુભ સમાચાર મળે. તા. ૭, ૮ ખર્ચ પર અંકુશ રાખવો.

કન્યા (પ.ઠ.ણ.)

આ સમયગાળામાં નાણાકીય બાબતોમાં હજી કાળજી રાખવી પડશે. ફસાયેલાં નાણાં પ્રાપ્ત થાય તેવા સંજોગો દેખાતા નથી. કૌટુંબિક બાબતો અંગે ગ્રહો મધ્યમ જણાય છે. સ્વજનોથી મનદુ:ખ ન થાય તેની કાળજી રાખવી. મિલન-મુલાકાત શક્ય બનશે. નાના-મોટા પ્રવાસનું આયોજન પણ થઈ શકે તેમ છે. તા. ૨, ૩, ૪ દરેક રીતે સંભાળવું જરૂરી છે. તા. ૫, ૬ સામાન્ય દિવસો ગણાય. તા. ૭, ૮ સ્વજનોથી મુલાકાત શક્ય બનશે.

તુલા (ર.ત.)

આ સપ્તાહમાં એકંદરે આપને રાહત જણાશે. આપની વ્યાવસાયિક યોજનાઓમાં ધારી સફળતા મળે તેમ છે. નોકરિયાત વર્ગને ઇચ્છાનુસાર બદલી-બઢતી મળી શકે તેવા યોગોને પણ નકારી શકાય તેમ નથી. નવું હાઉસ ખરીદવું કે જૂનું વેચવું હોય તો તે માટે સમય હજી સાનુકૂળ જણાતો નથી. સંતાનોના પ્રશ્નોનો ઉકેલ મળતાં આનંદ થશે. તા. ૨, ૩, ૪ સફળ દિવસો પસાર થાય. તા. ૫, ૬ નોકરિયાતોને લાભ થાય. તા. ૭, ૮ સંતાનોના પ્રશ્નો ઉકેલાઈ જશે.

વૃશ્ર્ચિક (ન.ય.)

આ સમયમાં હજી ઇચ્છિત કાર્ય ન થવાથી મનની તંગદિલી તથા મૂંઝવણ ચાલુ રહે તેમ જણાય છે. આર્થિક બાબતોમાં પણ સંભાળવું પડશે. આવક કરતાં જાવકનું પ્રમાણ વધવાની પણ સંભાવના ખરી જ. પરિણામે નાણાભીડનો અનુભવ થવાની શક્યતાઓ ખરી જ. મૂડીરોકાણ કરવા માટે સમય સાનુકૂળ નથી. નોકરિયાત વર્ગે દરેક રીતે સંભાળવું. તા. ૨, ૩, ૪ દરેક રીતે સંભાળવું. તા. ૫, ૬ નાણાકીય બાબતોમાં વિશેષ ધ્યાન આપવું. તા. ૭, ૮ મિશ્ર દિવસો.

ધન (ભ.ધ.ફ.ઢ.)

આ સપ્તાહમાં આપ હરોફરો, પરંતુ મનમાં શાંતિ જેવું જણાશે નહિ. ઘરનાં-બહારનાં તમામ કામકાજમાં આપને નિષ્ફળતા મળે તેમ જણાય છે. સપ્તાહના આખરી દિવસોમાં નાણાકીય દૃષ્ટિએ રાહત થાય તેવા સંજોગોનું નિર્માણ થતાં આપને શાંતિનો અનુભવ થશે. નોકરિયાત વર્ગને પ્રતિકૂળતા ચાલુ રહે તેમ છે. તા. ૨, ૩, ૪ માનસિક અશાંતિ રહેશે. તા. ૫, ૬ નાણાકીય બાબતોમાં રાહત થશે. તા. ૭, ૮ નોકરિયાત વર્ગે ખાસ સંભાળવું.

મકર (ખ.જ.)

આ સમયગાળામાં આપ મનોબળને મજબૂત અને સ્થિર રાખવા પ્રયત્ન કરશો તો આપનાં ચાલુ કાર્યોમાં અવરોધો ઓછા જણાશે. આળસ તેમ જ બેદરકારીથી દૂર રહેવા પ્રયત્ન કરજો. આશાવાદી વિચારો જ આપને સુખ આપશે. નાણાકીય પરિસ્થિતિ ધીરે ધીરે સુધરવા પામશે. મકાન-મિલકતને લગતા પ્રશ્નોમાં રાહત જણાશે. તા. ૨, ૩, ૪ સામાન્ય દિવસો ગણાય. તા. ૫, ૬ નાણાકીય પરિસ્થિતિ સુધરશે. તા. ૭, ૮ એકંદરે રાહત જણાશે.

કુંભ (ગ.શ.સ.ષ.)

આ સપ્તાહમાં આપના કૌટુંબિક કે વ્યાવસાયિક કાર્યો આડે જો કોઈ અવરોધો હશે તો આપ તેમાંથી માર્ગ કાઢી શકશો. સ્નેહીઓ, શુભેચ્છકો, મિત્રો સાથે મિલન-મુલાકાત શક્ય બનશે. નાના-મોટા પ્રવાસનું આયોજન થઈ શકે. નાણાકીય સાહસથી દૂર રહેવું હિતાવહ ગણાય. પ્રવાસ માટે સમય સાનુકૂળ જણાતો નથી. તા. ૨, ૩, ૪ સફળતા મળશે. તા. ૫, ૬ મિલન, મુલાકાત શક્ય બનશે. તા. ૭, ૮ નાણાકીય સાહસથી દૂર રહેવું.

મીન (દ.ચ.ઝ.થ.)

આ સમયના યોગો આપને માનસિક રીતે પ્રસન્નતાનો અનુભવ કરાવશે. નાણાકીય સમસ્યાઓ કેટલાક અંતરાયો બાદ કરતાં ઉકેલી શકાશે. નોકરિયાત વર્ગ માટે સમય વિશેષ સાનુકૂળ જણાય છે. હિતશત્રુઓ ફાવે તેમ નથી. ધંધાકીય બાબતોમાં સમય અનુકૂળ છે. સપ્તાહનાં અંતિમ ચરણોમાં મહત્ત્વનાં કાર્યો ઉકેલી શકશો. તા. ૨, ૩, ૪ આનંદમય દિવસો પસાર થાય. તા. ૫, ૬ ધંધાકીય ફાયદો થાય. તા. ૭, ૮ આયોજનમાં સફળતા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here