જ્યોતિષ રાશિ ભવિષ્ય

 

 

મેષ (અ.લ.ઇ.)

આ સપ્તાહમાં આપને આવક કરતાં જાવકનું પલ્લું વધારે નમતું દેખાશે. પરિણામે માનસિક ચિંતામાં વધારો થવાની શક્યતાઓ ખરી જ. આર્થિક નુકસાન, હાનિ અથવા તો અણધાર્યાં રોકાણોને કારણે નાણાકીય પરિસ્થિતિ બગડે નહિ તેનું વિશેષ ધ્યાન રાખજો. પારીવારિક પ્રશ્નોમાં રાહત જેવું જણાશે. તા. ૧૧, ૧૨, ૧૩ દરેક રીતે સંભાળવું જરૂરી. તા. ૧૪, ૧૫ લાભકારક દિવસો. તા. ૧૬ કાળજીપૂર્વક નિર્ણયો લેવા. તા. ૧૭ સામાન્ય દિવસ.

વૃષભ (બ.વ.ઉ.)

આ સમયગાળામાં આપની નાણાકીય પ્રગતિ શક્ય બનશે. આવકમાં વૃદ્ધિ થશે. ફસાયેલાં નાણાં છૂટાં થાય તેવી સંભાવના પણ ખરી જ. નવીન કાર્યોથી પણ આવકમાં વધારો થવાની શક્યતાઓ ખરી જ. ગણતરીપૂર્વકનાં કાર્યોથી અવશ્ય લાભ થશે. પ્રવાસ-પર્યટનનો ખર્ચ વધશે. તા. ૧૧, ૧૨, ૧૩ લાભપ્રદ દિવસો પસાર થાય. તા. ૧૪, ૧૫ સામાન્ય દિવસો. તા. ૧૬ સફળ દિવસ. તા. ૧૭ બપોર પછી લાભ થાય.

મિથુન (ક.છ.ઘ.)

આ સપ્તાહમાં આપને દરેક પ્રકારે શાંતિનો અનુભવ થાય તેવા સંજોગોનું નિર્માણ થશે. સંજોગો લાભમાં પલટાશે. સાનુકૂળ તક મળશે. ધંધાકીય બાબતોમાં પણ ગ્રહો વિશેષ સાનુકૂળ બનતા જણાય છે. પ્રગતિકારક રચના થઈ શકશે. મકાન યા જમીનને લગતા પ્રશ્નોમાં હજી સમય સાનુકૂળ જણાતો નથી. તા. ૧૧, ૧૨, ૧૩ દરેક રીતે સંભાળવું. તા. ૧૪ લાભમય દિવસ. તા. ૧૫ નવીન કાર્ય થાય. તા. ૧૬, ૧૭ આનંદમય દિવસો પસાર થાય.

કર્ક (ડ.હ.)

આ સમયમાં આપની માનસિક ચિંતા અને ટેન્શન વધુ તીવ્ર બને તેવા સંજોગોનું નિર્માણ થશે. પરિણામે માનસિક અસ્વસ્થતાનો અનુભવ થશે. આર્થિક બાબતોમાં વિશેષ ધ્યાન રાખવું જરૂરી બનશે. ખર્ચ જોઈ-વિચારીને કરજો. નોકરિયાત વર્ગ માટે સમય વિશેષ સાનુકૂળ જણાય છે. એકંદરે મિશ્ર અનુભવોમાંથી આપને પસાર થવું પડશે. તા. ૧૧, ૧૨, ૧૩ દરેક બાબતમાં સંભાળવું. તા. ૧૪, ૧૫ નિરર્થક દોડધામ. તા. ૧૬, ૧૭ સામાન્ય દિવસ.

સિંહ (મ.ટ.)

આ સમયગાળામાં સ્નેહીઓ, સંબંધીઓ કે મિત્રો સાથે કે આપના જીવનસાથી સાથે મતભેદોથી ઉગ્ર સ્વરૂપ પ્રગટ ન થાય તે ખાસ જોજો. ધીરજ અને સંયમથી તેમ જ સહનશીલતા કેળવી વર્તશો તો ખાસ વાંધો નહિ આવે. નોકરીના ક્ષેત્રમાં ચિંતા, બોજ હજુ ચાલુ રહેશે. તા. ૧૧, ૧૨, ૧૩ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૧૪, ૧૫ લાભકારક દિવસો પસાર થાય. તા. ૧૬ સામાન્ય દિવસ. તા. ૧૭ બપોર પછી રાહત થાય.

કન્યા (પ.ઠ.ણ.)

આ સપ્તાહમાં આપને એકંદરે રાહત જેવું જણાશે. નોકરીના ક્ષેત્રમાં પરિસ્થિતિ સુધરતી જણાશે. નોકરીના ક્ષેત્રમાં મહત્ત્વનાં કાર્યોમાં આપને સફળતા મળે તેવા યોગો જણાય છે. વ્યાવસાયિક દૃષ્ટિએ ધીમો, પણ આશાસ્પદ વિકાસ શરૂ થાય તેવા યોગો જણાય છે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું. તા. ૧૧, ૧૨, ૧૩ આનંદમય દિવસો પસાર થાય. તા. ૧૪, ૧૫ સામાન્ય દિવસો ગણાય. તા. ૧૬ સફળ દિવસ. તા. ૧૭ બપોર પછી રાહત થાય.

તુલા (ર.ત.)

આ સમયગાળામાં આપની તકલીફો વિશેષ હળવી બનશે છતાં નોકરિયાત વર્ગે ઉપરી અધિકારી સાથેના સંઘર્ષો ટાળવા પ્રયત્ન કરવો રહ્યો. વિદ્યાર્થીમિત્રોએ આ સમયગાળામાં વિશેષ સાચવવું પડશે નહિતર પોતાની શૈક્ષણિક કારકિર્દીમાં નુકસાન થાય તેવા યોગો જણાય છે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૧૧ લાભમય દિવસ. તા. ૧૨, ૧૩ રાહત થશે. તા. ૧૪, ૧૫ સામાન્ય દિવસો. તા. ૧૬ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૧૭ બપોર પછી રાહત થાય.

વૃશ્ર્ચિક (ન.ય.)

આ સમયગાળામાં નોકરિયાત વર્ગને લાભ થાય તેવા યોગો જણાય છે. વેપાર-ધંધાના ક્ષેત્રમાં પણ આપની પ્રગતિ થાય તેવા યોગો જણાય છે. પ્રગતિકારક તક મળશે. પારિવારિક પ્રશ્નોમાં રાહત જણાશે. પ્રવાસ પાછળ ખર્ચ થાય તેવું બનવાની સંભાવના. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વિશેષ ધ્યાન આપવું. તા. ૧૧, ૧૨, ૧૩ આનંદમય દિવસો પસાર થાય. તા. ૧૪, ૧૫ લાભકારક દિવસો. તા. ૧૬ સામાન્ય દિવસ. તા. ૧૭ પ્રગતિકારક રચના થશે.

ધન (ભ.ધ.ફ.ઢ.)

આ સમયમાં નાણાકીય લેવડ-દેવડ કરવી નહિ. આવકના પ્રમાણમાં જાવક અને ખર્ચાઓને કારણે મૂંઝવણમાં વધારો થવાની શક્યતાઓ ખરી જ. ખોટા ખર્ચાઓને અંકુશમાં રાખવાથી-રોકવાથી રાહત થશે. સ્થાવર-જંગમ મિલકતને લગતા પ્રશ્નોમાં હજી સફળતા મળે તેમ જણાતું નથી. તા. ૧૧, ૧૨, ૧૩ સામાન્ય દિવસો પસાર થાય. તા. ૧૪ લાભકારક દિવસ. તા. ૧૫, ૧૬ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૧૭ બપોર પછી રાહત થાય.

મકર (ખ.જ.)

આ સમયગાળામાં આપ હરો-ફરો, પરંતુ મનથી શાંતિનો અનુભવ થઈ શકશે નહિ. અલબત્ત! પ્રતિસ્પર્ધીઓ અને હિતશત્રુઓથી રાહત થાય તેવો વિજય આપને પ્રાપ્ત થશે. તે સિવાય આપના જીવનમાં આવેલી કૌટુંબિક ગ્ાૃહજીવનને લગતી સમસ્યાઓનો અંત અચૂક આવી પડશે. તા. ૧૧, ૧૨, ૧૩ દરેક રીતે સંભાળીને કાર્ય કરવું. તા. ૧૪, ૧૫ સામાન્ય દિવસો પસાર થાય. તા. ૧૬ લાભકારક દિવસ. તા. ૧૭ બપોર પછી કંઈક રાહત થાય.

કુંભ (ગ.શ.સ.ષ.)

આ સપ્તાહમાં આપને આર્થિક દૃષ્ટિએ ઘણી રાહત જેવું જણાશે, પરંતુ પારિવારિક પ્રશ્નોમાં હજી મૂંઝવણ ચાલુ રહે તેવા યોગો જણાય છે. અણધાર્યો પ્રવાસ અંગેનો ખર્ચ થવાના કારણે પણ આર્થિક સંકળામણ ભોગવવી પડે તેવી શક્યતાઓ પણ ખરી જ. સંતાન અંગેની ચિંતા હશે તો તે દૂર થતી જણાશે. તા. ૧૧, ૧૨, ૧૩ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૧૪, ૧૫ સામાન્ય દિવસો પસાર થાય. તા. ૧૬ કંઈક રાહત થાય. તા. ૧૭ બપોર પછી રાહત થાય.

મીન (દ.ચ.ઝ.થ.)

એકંદરે આપને સર્વ પ્રકારે રાહત મળે તેવા સંજોગોનું નિર્માણ થશે. કોઈની સહાય મળવાની સંભાવના પણ ખરી જ. નોકરિયાત વર્ગની કોઈ મુશ્કેલીઓ હશે તો અવશ્ય તેનો અંત આવી જશે. બદલી થવાના સંજોગો ઊભા થયા હશે તો તે મોકૂફ રહેશે. વેપાર-ધંધામાં લાભની આશા રાખી શકાય. તા. ૧૧, ૧૨, ૧૩ આનંદમય દિવસો પસાર થાય. તા. ૧૪, ૧૫ લાભકારક દિવસો. તા. ૧૬ સફળતાનો આનંદ મળશે. તા. ૧૭ આનંદકારક દિવસ.