જ્યોતિષ રાશિ ભવિષ્ય

 

મેષ (અ.લ.ઇ.)

આપની માનસિક પરિસ્થિતિ તણાવભરી અને શંકાશીલ ન બની જાય એ માટે સકારાત્મક વિચારો જરૂરી છે. આર્થિક બાબતો અંગેની કોઈ ચિંતા હશે તો એનો ઉકેલ મળતો જણાય. નોકરિયાત વર્ગને કાર્યબોજ વધતો જણાય. વેપાર-ધંધાના ક્ષેત્રમાં પણ પ્રયત્નો વધારવા પડે. જમીન, મકાનને લગતા પ્રશ્નો હાથ ધરવા યોગ્ય નથી. તા. ૨૧, ૨૨, ૨૩ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૨૪, ૨૫ કંઈક રાહત જણાય. તા. ર૬, ૨૭ મિશ્ર દિવસો પસાર થાય.

વૃષભ (બ.વ.ઉ.)

આપની ચિંતા કે સમસ્યાના ઉકેલ માટે વધુ સમય લાગતો જણાય. નાણાભીડ ચાલુ રહેવાની સંભાવના ખરી જ. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં કંઈક રાહત જણાય. જમીન, મકાન અને વાહનને લગતા પ્રશ્નોમાં સાનુકૂળ સંજોગોનું નિર્માણ થાય. વેપાર-ધંધામાં લાભ ઓછો જણાય. પારિવારિક પ્રશ્નોમાં પણ મૂંઝવણ ચાલુ રહેવા સંભાવના ખરી જ. તા. ૨૧, ૨૨, ૨૩ અશાંતિ જણાય. તા. ૨૪, ૨૫ દરેક રીતે સંભાળીને કાર્ય કરવું. તા. ૨૬, ૨૭ સામાન્ય દિવસો ગણાય.

મિથુન (ક.છ.ઘ.)

આપની માનસિક તંગદિલી હળવી બનાવી શકશો. અશાંતિનાં વાદળો વિખેરાતાં જણાય. નાણાકીય પરિસ્થિતિ ધીરે ધીરે સુધરવા પામશે છતાં ખર્ચ, ખરીદી પર કાબૂ રાખવો પડશે. નાણાંની ફસામણી ન થાય એનું વિશેષ ધ્યાન રાખવું પડશે. વેપાર, ધંધા અને વ્યવસાયમાં પણ પ્રતિકૂળ સંજોગોમાં સાચવવું પડશે. તા. ૨૧, ૨૨, ૨૩ રાહત જણાય. તા. ૨૪, ૨૫ ખર્ચ, ખરીદી પર કાબૂ રાખવો. તા. ર૬, ૨૭ પ્રતિકૂળ દિવસો ગણાય.

કર્ક (ડ.હ.)

આનંદમય દિવસો પસાર થાય. આશા, ઉમંગ અને ઉત્સાહ વધવા પામશે. સમય ધીરે ધીરે સુધરતો જણાય. ખર્ચ-ઉઘરાણી જેવી બાબતોમાં કોઈની મદદ મળતી જણાય. નોકરી, ધંધા અને ઉદ્યોગમાં આપના પ્રયત્નો સફળ થતા જણાય. પારિવારિક પ્રશ્નોમાં પણ મૂંઝવણ દૂર થતાં એકંદરે રાહત અનુભવશો. તા. ૨૧, ૨૨, ૨૩ આનંદમય દિવસો પસાર થાય. તા. ૨૪, ૨૫ લાભમય દિવસો પસાર થાય. તા. ૨૬, ૨૭ રાહતની લાગણી જણાય.

સિંહ (મ.ટ.)

આપની ચિંતા કે સમસ્યાના ઉકેલ માટે વધુ સમય લાગતો જણાય. નાણાભીડ ચાલુ રહેવાની સંભાવના ખરી જ. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં કંઈક રાહત જણાય. જમીન, મકાન અને વાહનને લગતા પ્રશ્નોમાં સાનુકૂળ સંજોગોનું નિર્માણ થાય. વેપારધંધામાં લાભ ઓછો જણાય. પારિવારિક પ્રશ્નોમાં પણ મૂંઝવણ ચાલુ રહેવા સંભાવના ખરી જ. તા. ૨૧, ૨૨, ૨૩ અશાંતિ જણાય. તા. ૨૪, ૨૫ દરેક રીતે સંભાળવું. તા. ૨૬, ૨૭ સામાન્ય દિવસો ગણાય.

કન્યા (પ.ઠ.ણ.)

આપની માનસિક પરિસ્થિતિ તણાવભરી કે ચિંતાજનક હશે તો હવે હળવાશ અનુભવી શકશો. આર્થિક પ્રશ્નોના ઉકેલ માટેની તક સર્જાય. કોઈની મદદ સાંપડે. નોકરિયાત વર્ગને કામની કદર ઓછી થાય. કાર્યબોજ વધવા પામે. વેપાર-ધંધામાં નુકસાનીથી બચીને ચાલવું. નિર્ણયો સમજીવિચારીને લેવા. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૨૧, ૨૨, ૨૩ હળવાશ થાય. તા. ૨૪, ૨૫ લાભમય દિવસો પસાર થાય. તા. ૨૬, ૨૭ વિચારીને નિર્ણયો લેવા.

તુલા (ર.ત.)

આપ આપની મનોસ્થિતિ સ્વસ્થ તેમજ સમતોલ રાખી શકશો. નકારાત્મક વલણ છોડવાથી વધુ પ્રસન્નતા રહેવા પામશો. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવવાની તક મળતી જણાય. નોકરિયાત વર્ગે દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. વેપાર-ધંધાના ક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવવામાં વિલંબ જણાય. તા. ૨૧, ૨૨, ૨૩ રાહત જણાય. તા. ૨૪, ૨૫ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું હિતાવહ છે. તા. ર૬, ૨૭ સામાન્ય દિવસો ગણાય.

વૃશ્વિક (ન.ય.)

માનસિક તંગદિલીનો અનુભવ થાય. નાણાકીય બાબતોમાં વિશેષ ધ્યાન રાખી નિર્ણયો લેવા હિતાવહ જણાય છે. નોકરિયાત વર્ગ માટે સમય વિશેષ સાનુકૂળ જણાય છે. પારિવારિક પ્રશ્નોમાં ચિંતા બાદ હળવાશ અનુભવાય. પ્રેમ-પ્રકરણમાં ઉચાટ, ઉદ્વેગ રહ્યા કરશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન રાખવું. તા. ૨૧, ૨૨, ૨૩ ઉચાટ, ઉદ્વેગ રહેવા પામશે. તા. ૨૪, ૨૫ સાનુકૂળ દિવસો પસાર થાય. તા. ર૬, ૨૭ દરેક કાર્ય સંભાળીને કરવું હિતાવહ જણાય છે.

ધન (ભ.ધ.ફ.ઢ.)

આપના મનની કલ્પનાઓ કે વિચારોથી પરેશાની વધતી જણાય. નાણાભીડ પણ વધતી જણાય. આવકજાવક વચ્ચેની સમતુલા ખોરવાઈ ન જાય એ જોજો. નાહકની ચિંતા રહ્યા કરશે. એ સિવાય નોકરિયાત વર્ગ માટે સમય સાનુકૂળ જણાય છે, પરંતુ એ માટે પ્રયત્નો વધારવા પડશે. કોઈની મદદ ઉપયોગી થઈ પડશે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૨૧, ૨૨, ૨૩ દરેક રીતે સંભાળવું. તા. ૨૪, ૨૫ ચિંતાજનક દિવસો ગણાય. તા. ૨૬, ૨૭ રાહત થાય.

મકર (ખ.જ.)

આપ આપની મનોસ્થિતિ સ્વસ્થ તેમજ સમતોલ રાખી શકશો. નકારાત્મક વલણ છોડવાથી વધુ પ્રસન્નતા રહેવા પામશો. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવવાની તક મળતી જણાય. નોકરિયાત વર્ગે દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. વેપાર-ધંધાના ક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવવામાં વિલંબ જણાય. તા. ૨૧, ૨૨, ૨૩ રાહત જણાય. તા. ૨૪, ૨૫ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું હિતાવહ છે. તા. ૨૬, ૨૭ સામાન્ય દિવસો ગણાય.

કુંભ (ગ.શ.સ.ષ.)

માનસિક મૂંઝવણો તથા અશાંતિભર્યા સંજોગોમાંથી તમે બહાર નીકળી શકશો, થોડી રાહત અનુભવશો. આપની આર્થિક પરિસ્થિતિ સુધારવા તનતોડ પ્રયત્નો કરવાથી સફળતા મળતી જણાય. ખર્ચ પર કાબૂ રાખવો જરૂરી જણાય છે. નોકરિયાત વર્ગને દરેક રીતે સંભાળવું જરૂરી છે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૨૧, ૨૨, ૨૩ રાહત જણાય. તા. ૨૪, ૨૫ વધુ પ્રયત્નોથી લાભ મળે. તા. ૨૬, ૨૭ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું હિતાવહ છે.

મીન (દ.ચ.ઝ.થ.)

આપની ચિંતા કે સમસ્યાના ઉકેલ માટે વધુ સમય લાગતો જણાય. નાણાભીડ ચાલુ રહેવાની સંભાવના ખરી જ. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં કંઈક રાહત જણાય. જમીન, મકાન અને વાહનને લગતા પ્રશ્નોમાં સાનુકૂળ સંજોગોનું નિર્માણ થાય. વેપાર-ધંધામાં લાભ ઓછો જણાય. પારિવારિક પ્રશ્નોમાં પણ મૂંઝવણ ચાલુ રહેવા સંભાવના ખરી જ. તા. ૨૧, ૨૨, ૨૩ અશાંતિ જણાય. તા. ૨૪, ૨૫ દરેક રીતે સંભાળવું. તા. ૨૬, ૨૭ સામાન્ય દિવસો ગણાય.

 

પોષ વદ ત્રીજથી પોષ વદ ૧૦ (વિક્રમ સંવત ૨૦૭૮) તા. ૨૧ જાન્યુઆરીથી તા. ૨૭ જાન્યુઆરી, ૨૦૨૨ સુધી)