જ્યોતિષ રાશિ ભવિષ્ય

 

મેષ (અ.લ.ઇ.)

આ સપ્તાહ દરમિયાન નવી યોજનાઓનું આયોજન થાય અને જેના થકી લાભ થાય. પરાક્રમોમાં વ્ૃદ્ધિ થાય. સમાજ, પરિવારમાં આદર-માન પ્રાપ્ત થાય. વાહન ચલાવવાનાં સાવધાની રાખવી જ‚રી છે. નોકરિયાતોને તેમનાં કાર્યોમાં પ્રશંસા પ્રાપ્ત થવાના યોગો છે. રાજ્યપક્ષથી લાભ થશે. સુખ-વ્ાૃદ્ધિ અને પારંપરિક ઉન્નતિ થશે. નવા મકાનની શ‚આત થાય. રચનાત્મક રુચિમાં વધારો થાય. તા. ૧૪, ૧૫ કાર્યસફળતા. તા. ૧૬-૧૭ અગત્યનાં કાર્યો થાય. તા. ૧૮, ૧૯, ૨૦ તબિયત માટે સાચવવું.

વૃષભ (બ.વ.ઉ.)

આ સપ્તાહ દરમિયાન કાર્યક્ષેત્રમાં હિતેચ્છુઓની પૂર્ણ કૃપા મળશે. આપને આ સપ્તાહ દરમિયાન ક્રોધ ઉપર ખૂબ જ સંયમ રાખવો જ‚રી છે. કેટલીયે આર્થિક સમસ્યાઓમાંથી છુટકારો પ્રાપ્ત થશે. વિરોધીઓ પર વિજય પ્રાપ્ત થશે. ભૂલ કરશો તો વિરોધીઓમાં વધારો થશે. બુદ્ધિનો ઉપયોગ કરવાથી આર્થિક ઉન્નતિ પ્રાપ્ત થશે. તા. ૧૪, ૧૫, ૧૬ મધ્યમ ફળદાયી દિવસો. તા. ૧૭, ૧૮ મહેનત મુજબ ફળ મળે. તા. ૧૯, ૨૦ અન્યોનો સાથસહકાર મળે.

મિથુન (ક.છ.ઘ.)

આ સપ્તાહ દરમિયાન આપને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે. આવક અને જાવકની સમાનતા સ્થિર રહેશે. મિત્રોના સાથ-સહકારથી લાભ થશે. બિનજ‚રી લાગતાં કામોથી દૂર રહેવું. સપ્તાહના મધ્યમાં દામ્પત્યસુખમાં કમી આવશે. સમસ્યાઓમાં બીજાઓના સાથ લેવો નહિ. ખર્ચા ઓછા કરવા જ‚રી છે. વિરોધીઓથી સતર્ક રહેવું. તા. ૧૪, ૧૫, ૧૬ ઉત્સાહ રહે. તા. ૧૭, ૧૮, ૧૯ કાર્યોની કદરથી સફળતા મળે. તા. ૨૦ મધ્યમ રહેશે.

કર્ક (ડ.હ.)

આ સપ્તાહ દરમિયાન સંતાનો તરફથી સારા સમાચાર પ્રાપ્ત થશે. આપની સમસ્યાનો હલ આપના જ પ્રયત્નોથી નીકળશે, બીજાનો સહારો લેવો નહિ. કોઈ સારા મિત્રોનો નવો સંપર્ક થશે, પરંતુ નવા સંબંધો પ્રતિ સતર્ક રહેવું જ‚રી છે. પ્રતિસ્પર્ધીઓ આપનું મહત્ત્વ ઓછું કરવાનો પ્રયત્ન કરશે. તો ઘર કે પરિવારની પરેશાની દુ:ખની લાગણી થશે. તા. ૧૪, ૧૫, ૧૬ પ્રવાસનું આયોજન થાય. તા. ૧૭, ૧૮ વ્યસ્ત દિવસ રહે. તા. ૧૯, ૨૦ અધૂરા પ્રશ્ર્નોનો ઉકેલ આવેલો જણાય.

સિંહ (મ.ટ.)

આ સપ્તાહ દરમિયાન આપના પરિવારમાં સુખ-શાંતિનો વધારો થશે. આપની બુદ્ધિ અને તર્ક દ્વારા આપના કાર્યોમાં સફળતા મળશે. વ્યાવસાયિક પ્રતિસ્પર્ધાથી દૂર રહેવું. માંગલિક ઉત્સવોમાં જોડાવાનો અવસર આવશે. વ્યાપારમાં લાભદાયી સંબંધો બંધાશે. રોકાયેલાં કાર્યો અલ્પ પરિશ્રમથી પૂરાં થતાં હર્ષની લાગણીનો અનુભવ થશે. તા. ૧૪-૧૫ અગત્યનાં કાર્યો થાય. તા. ૧૬-૧૭ આકસ્મિક લાભ મળે. તા. ૧૮, ૧૯, ૨૦ તબિયત માટે સાચવવું.

કન્યા (પ.ઠ.ણ.)

સપ્તાહ દરમિયાન આર્થિક મુશ્કેલીઓ દૂર થતા આપના મનોબળમાં વધારો થાય. દ્ઢ નિશ્ર્ચયથી કાર્યો સરળ બની પૂરાં થાય. પ્રેમસંબંધોથી ભેટ મળવાની શક્યતાઓ છે. વેપાર સારો ચાલશે. સામાજિક કાર્યોમાં રસ રાખશો. ભૌતિક સુખનાં સાધનોની પ્રાપ્તિ થાય. સામાજિક સ્થિતિ સારી અને કાર્યક્ષેત્ર વિસ્ત્ાૃત બને. વ્યાવસાયિક તકલીફો પ્રયત્નથી દૂર થશે. તા. ૧૪, ૧૫, ૧૬ કાર્યોમાં નવી તક મળે. તા. ૧૭, ૧૮ આરામ રહે. તા. ૧૯, ૨૦ ધાર્યું કામ થાય.

તુલા (ર.ત.)

આ સપ્તાહ દરમિયાન નવાં કાર્યોના અવસરો ઊભા થશે. પરિવારના સદસ્યો એટલે કે સભ્યો પર પૂરતું ધ્યાન રાખવું જ‚રી છે. વાહન ધ્યાન રાખીને ચલાવવું. આધ્યાત્મિક પ્રવ્ાૃત્તિ કરવાથી સંપૂર્ણ મનની શાંતિ પ્રાપ્ત થશે. આપના પ્રયાસો ઉન્નતિના પથ પર લઈ જશે. આવક કરતાં વ્યય વધુ કરવો નહિ. ખોટા દેખાવો અએ આડંબરથી દૂર રહેશો. આ સપ્તાહ દરમિયાન ખાણી-પીણી પર ધ્યાન રાખવું જ‚રી છે. તા. ૧૪, ૧૫ સંભાળવું. તા. ૧૬, ૧૭, ૧૮ ચિંતાઓ રહે. તા. ૧૯, ૨૦ કાર્યોમાં વિલંબ થાય.

વૃશ્ર્ચિક (ન.ય.)

આ સપ્તાહ દરમિયાન આપના પારિવારિક સંબંધોમાં મુશ્કેલીઓ આવશે. વ્યાપાર-વ્યવસાય મુશ્કેલીઓથી ભરેલો અને મધ્યમ રહેશે. મહત્ત્વપૂર્ણ કાર્યોને અત્યારે અટકાવી રાખવાં જ‚રી છે, નહિ તો આર્થિક નુકસાન થવાની શક્યતાઓ છે. પોતે લીધેલા નિર્ણયો લાભદાયક રહેશે. દામ્પત્યજીવન માટે આ સમય સુખદાયક બનશે. તા. ૧૪, ૧૫, ૧૬ મધ્યમ ફળદાયી દિવસો. તા. ૧૭, ૧૮ મહેનત મુજબ ફળ મળે. તા. ૧૯, ૨૦ અન્યોનો સાથસહકાર મળે.

ધન (ભ.ધ.ફ.ઢ.)

આ સપ્તાહ દરમિયાન આપને આપના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જ‚રી છે. વ્યાપાર-વ્યવસાય લાભદાયી બનશે. ઘરેલુ તકલીફોનો સામાનો કરવો પડશે અને આપનાથી જ તેનો ઉકેલ આવશે. ગ્ાૃહઉપયોગી વસ્તુઓનો વ્યાપર કરવાથી વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત થાય. પહેલાં કરેલાં કાર્યોના લાભદાયી પરિણામ જોવા મળશે. તા. ૧૪, ૧૫, ૧૬ વિદેશથી સારા સમાચાર મળે. તા. ૧૭, ૧૮ આરોગ્યનું ધ્યાન રાખવું. તા. ૧૯, ૨૦ ખુશી અનુભવાય.

મકર (ખ.જ.)

આ સપ્તાહ દરમિયાન આપને આપનાં કાર્યો તેમ જ વ્યવસાયમાં વિશેષ લાભ થવાની શક્યતાઓ છે. આવક કરતાં વધુ ખર્ચ કરવો નહિ. આર્થિક વિષયોના મામલામાં સાવચેતીથી ચાલવું જ‚રી છે. આ સપ્તાહ દરમિયાન આપનાં કાર્યો સમય પર પૂર્ણ થતાં આપ સંતોષની લાગણી અનુભવશો. વ્યાવસાયિક શ્રેષ્ઠતાનો લાભ મળશે. કામકાજમાં અવરોધો દૂર થવાથી ખુશી અનુભવાય. તા. ૧૪, ૧૫, ૧૬ કાર્યોમાં નવીનતા આવે. તા. ૧૭, ૧૮ આરામ રહે. તા. ૧૯, ૨૦ ખુશી અનુભવાય.

કુંભ (ગ.શ.સ.ષ.)

આ સપ્તાહ દરમિયાન આપને માટે ઉત્સાહપૂર્વક અને મનોરંજનમય રહેશે. કેટલાય દિવસોથી અટકેલાં કાર્યો પૂરાં થવાનો અવસર છે. પારિવારિક સંબંધો સુમધુર અને પ્રગાઢ બનશે. નવા વિચારો, નવી યોજનાઓ ઉપર ચર્ચા કરવાની થાય. આપના નિકટના સંબંધોને મહત્ત્વ આપવું. આ સપ્તાહ દરમિયાન સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જ‚રી છે. તા. ૧૪, ૧૫ સ્વાસ્થ્ય સારું રહે. તા. ૧૬, ૧૭ આકસ્મિક ખર્ચ વધે. તા. ૧૮, ૧૯, ૨૦ સહાકરી કાર્યો થાય. 

મીન (દ.ચ.ઝ.થ.)

આ સપ્તાહ દરમિયાન અધિકારીવર્ગ આપને વિશેષ સહયોગ આપશે. પરિવારમાં ઝઘડાઓ ઊભા થશે. કદાચ આર્થિક નિયમન માટે ઋણ કરવાનો વારો આવે. આપના વિરોધીઓ આપનું કામ બગાડવાનો પ્રયત્ન કરે, પરંતુ આપના કાર્યક્ષેત્રમાં આપના હિતેચ્છુઓની પૂર્ણ કૃપા રહેશે. ગુસ્સો-ક્રોધ કરવો નહિ, તેના ઉપર સંયમ રાખવો જ‚રી છે. તા. ૧૪, ૧૫, ૧૬ ધાર્યું કામ થાય. તા. ૧૭, ૧૮ આળસ રહે. તા. ૧૯, ૨૦ કાર્યમાં સફળતા મળે.