જ્યોતિષ રાશિ ભવિષ્ય

 

મેષ (અ.લ.ઇ.)

આ સપ્તાહ દરમિયાન માનસિક ચિંતા રહે. સાથોસાથ આરોગ્ય પણ બગડતું જણાય. આપના અગાઉના આર્થિક પ્રશ્ર્નો અંગે હજી કોઈ ઉકેલ આવતો જણાય નહિ. ઊલટાનું ધ્યાન ન રાખો તો ખર્ચા વધી જાય તેવું બની શકે. મુસાફરીમાં પ્રતિકૂળતા રહે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૩૦ વ્યગ્રતા રહે. તા. ૧ ધાર્મિકતા વધે. તા. ૨, ૩ શુભ કાર્ય થાય. તા. ૪ બપોર પછી રાહત. તા. ૫, ૬ ઉતાવળે કોઈ નિર્ણય ન લેવો, જેથી કરીને પસ્તાવાનો વારો આવે.

વૃષભ (બ.વ.ઉ.)

આ સપ્તાહ સ્વતંત્ર વ્યવસાય કરનાર માટે ઘણા પ્રશ્ર્નો ઊભા કરે તેવો સંકેત મળે છે, નોકરિયાત વર્ગને પણ કાર્યસ્થળે પ્રતિકૂળતા જણાય. ધાર્યાં કામો ન થવાથી નિરાશ થઈ જવાય. નાણાકીય બચત ન થઈ શકે, જેથી નવાં આયોજનો મોકૂફ રાખવાં પડે. નાણાંના અભાવે અગત્યનાં કામો વિલંબમાં પડે. તા. ૩૦, ૧, ૨ આરોગ્ય સંભાળવું. તા. ૩, ૪ મિશ્ર દિવસ પસાર થાય. તા. ૫, ૬ અંગત પ્રશ્ર્નોથી ટેન્શન વધે.

મિથુન (ક.છ.ઘ.)

નાણાકીય અવરોધો દૂર થઈ ચિંતા કે મુશ્કેલીમાંથી રાહત અનુભવી શકો. છતાં જાવકનું પ્રમાણ વધે નહિ તે જોજો. નોકરિયાત વર્ગને લાંબા સમયથી ગૂંચવાયેલા આર્થિક પ્રશ્ર્નોનો ઉકેલ આવે. ધંધામાં આવતા અવરોધો દૂર થાય. નવા આઇડિયા કામ લાગે. મિત્રોની મદદ મળી રહે. તા. ૩૦, ૧, ૨ ચિંતા દૂર થાય. તા. ૩, ૪ સંતાન અંગેની ચિંતા હળવી બને. તા. ૫, ૬ વિદ્યાભ્યાસ માટે પ્રોજેક્ટ પૂર્ણ થતાં નિરાંતનો અનુભવ થાય.

કર્ક (ડ.હ.)

આ સપ્તાહ દરમિયાન તમારો પુરુષાર્થ ફળે. તમારી યોજનાબદ્ધ કામગીરીનું ફળ મળે. ગૂંચવાયેલા પ્રશ્ર્નોનો ઉકેલ આવતો જણાય. સંતાનના આરોગ્ય અંગેની ચિંતા હોય તો તે દૂર થાય. આપના કાર્યક્ષેત્રે કોઈ મહત્ત્વની તક મળે અને સાહસપૂર્ણ યોજના કરો તો તેમાં સફળતા પણ મળે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું. તા. ૩૦, ૧, ૨ ઉત્સાહ વધે. તા. ૩, ૪ ખુશી અનુભવાય. તા. ૫ લાભમય દિવસ. તા. ૬ નવાં કામ શ‚ કરી શકો.

સિંહ (મ.ટ.)

આ સપ્તાહ દરમિયાન તમારા પ્રયત્નોને સફળતા મળતાં નવી દિશા ખૂલતી જણાય. માનસિક સ્વસ્થતા કેળવવા કોશિશ કરવી. નોકરિયાત વર્ગને પ્રમોશનના ચાન્સ મળે. વિકાસપૂર્ણ કામો કરવાની અપેક્ષા સંતોષાય. સ્વતંત્ર વ્યવસાયમાં નવું સાહસ કરો તો ધીમી પ્રગતિ જણાય. દામ્પત્યજીવનમાં સંવાદિતા અને પ્રેમનું વાતાવરણ વધે. તા. ૩૦ ટેન્શન રહે. તા. ૧, ૨, ૩ કાર્ય સફળ થાય. તા. ૪, ૫, ૬ ખુશી અનુભવાય.

કન્યા (પ.ઠ.ણ.)

આ સપ્તાહ ખર્ચાળ નીવડે. ખર્ચાઓ વધવાની શક્યતાઓ હોઈ સાવચેતીપૂર્વક ચાલવું. ઉતાવળા સાહસ કરવાં નહિ. નાણાકીય લેવડ-દેવડ, ધીરધાર, ઉધાર વગેરે સમજીવિચારીને કરવાં. કાનૂની કાર્યવાહી ચાલતી હોય તો તેમાં ચિંતા રહે. અશાંતિ અનુભવાય. મિલકતના પ્રશ્ર્નો હોય તો ઉકેલ લાવવામાં વિલંબ થાય. તા. ૩૦, ૧, ૨ સંતાન અંગે સારું રહે. તા. ૩, ૪ ધીરજથી કામ કરવું. ઉતાવળા નિર્ણયો મુશ્કેલી સર્જી શકે. તા. ૫, ૬ મિલન મુલાકાત શક્ય બને.

તુલા (ર.ત.)

ગૃહજીવનમાં સુખદ વાતાવરણ સર્જાય તેવા ગ્રહસંકેત આ સપ્તાહ દર્શાવે છે. લાગણી તથા પ્રેમભર્યું વાતાવરણ રહે. આરોગ્ય અંગે થોડી કાળજી લેવી. ઉજાગરા કે અનિદ્રાની સમસ્યા હોય તો યોગ્ય ઉપચાર કરવા, નહિતર આરોગ્ય અંગેની સમસ્યા ઉદ્ભવે. હિતશત્રુઓથી સાચવવું. તમારા કામમાં તેઓ માનસિક અશાંતિ ઊભી કરી શકે છે. તા. ૩૦, ૧, ૨ સ્નેહીજનોથી સુમેળ વધે. તા. ૩, ૪ નવી તક મળે તો જતી ન કરવી. તા. ૫, ૬ ધાર્યાં કામ થાય.

વૃશ્ર્ચિક (ન.ય.)

આવક કરતાં જાવક વધવાના ગ્રહસંકેત આ સપ્તાહમાં થઈ શકે છે. નવું સાહસ કરી શકો, પણ ફાઇનાન્સ માટે મદદ મળે તેવા પ્રયત્નો કરવાથી આર્થિક બોજ વધે નહિ. સરકારી કામોમાં સફળતા મળે. વ્યવસાયિક પ્રગતિ માટે મિત્રો કે સ્નેહીજનોની મદદ મળી રહે. દામ્પત્યજીવનમાં સુમેળભર્યું વાતાવરણ રહે. તા. ૩૦, ૧ ધાર્યાં કામો કરી શકો. તા. ૨, ૩ કાર્યસફળતાનો આનંદ થાય. તા. ૪, ૫, ૬ ઉત્સાહ રહે.

ધન (ભ.ધ.ફ.ઢ.)

આ સપ્તાહ દરમિયાન નવાં કામકાજો માટે અણધારી સમસ્યા સર્જાય તેવું બની શકે. સ્વતંત્ર વ્યવસાયમાં નવા નવા પ્રશ્ર્નો ઉદભવે. સંતાનો તથા જીવનસાથીના આરોગ્ય અંગે ચિંતા રહે. આકસ્મિક ખર્ચ ન વધે તેનું ધ્યાન રાખવું. કોર્ટ-કચેરીમાં તમારા પક્ષે સમાધાન કરવાનું આવે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૩૦, ૧, ૨ કુટુંબીજનોમાં સુમેળ વધે. તા. ૩, ૪ ઉત્સાહ વધે, આનંદ-ઉલ્લાસભર્યું વાતાવરણ સર્જાય. તા. ૫, ૬ સંબંધો ન બગડે તેનું ધ્યાન રાખવું.

મકર (ખ.જ.)

આ સપ્તાહ નોકરિયાત વર્ગને લાભદાયી નીવડે. પ્રમોશનના ચાન્સ મળે. અગાઉ કરેલા કામની કદર થાય. નવા સમાચાર જાણવા મળે. વ્યવસાય કરનારને ધંધાકીય સાનુકૂળતા રહે. સમય એકંદરે મહત્ત્વનો રહે. અગત્યના કામકાજમાં સફળતા મળે. દામ્પત્યજીવનમાં કેટલાક પ્રશ્ર્નો ઉદ્ભવ્યા હોય તો આ સપ્તાહમાં ઉકેલી શકો. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું. તા. ૩૦, ૧, ૨ રાહત રહે. તા. ૩ લાભદાયી દિવસ. તા. ૪, ૫, ૬ આનંદમાં દિવસો પસાર થાય.

કુંભ (ગ.શ.સ.ષ.)

આ સપ્તાહ દરમિયાન સાનુકૂળ પરિસ્થિતિ તેમ જ સફળતા માટેના પ્રયત્નો કરી લાભ લઈ લેવો. તમારા વિકાસ માટે તક મળે તેમ હોઈ તકનો લાભ લઈ પ્રગતિ સાધવા પૂરતો પ્રયત્ન કરવો. નાણાકીય સંજોગો વિપરીત હશે તો તેનો રસ્તો મળી જશે. કોઈ પણ  સમસ્યા હોય તો તેનો કુનેહપૂર્વક ઉકેલ લાવવો. તા. ૩૦, ૧ આરોગ્ય અંગે કાળજી લેવી. તા. ૨, ૩, ૪ મકાન કે સ્થાવર મિલકત અંગેના પ્રશ્ર્નો હલ થતા જણાય. તા. ૫, ૬ દિવસ ઉત્સાહપૂર્ણ રહે.

મીન (દ.ચ.ઝ.થ.)

સપ્તાહ નાણાકીય આયોજન માટે પડકાર‚પ રહે. અણધાર્યા ખર્ચ વધતા નાણાભીડ રહે. ગૃહજીવનમાં શાંતિ જળવાઈ રહે. મકાન-મિલકત સંપત્તિને લગતા પ્રશ્ર્નોમાં પ્રતિકૂળ સંજોગો હોઈ નવી સંપત્તિ ખરીદી વેચાણ વગેરેમાં ઉતાવળ ન કરવી. બાળકોની પ્રગતિમાં વૃદ્ધિ થતા રાહત રહે. વિદ્યાર્થીવર્ગને સફળતા સારી મળે. તા. ૩૦ આનંદ રહે. તા. ૧, ૨, ૩ વ્યસ્તતા અનુભવાય. તા. ૪, ૫, ૬ પ્રવાસનું આયોજન થાય અથવા મનોરંજન અર્થે બહાર જવાનું થાય.