જ્યોતિષ રાશિ ભવિષ્ય

 

મેષ (અ.લ.ઇ.)

કારણ વગરની ચિંતાઓ, ખર્ચ, કૌટુંબિક અશાંતિ તેમ જ પ્રિયજનોથી વિયોગ વગેરે આ સપ્તાહમાં આપની માનસિક શાંતિને હણી નાખશે. દરેક રીતે સંભાળીને કામકાજ કરવું હિતાવહ બની રહેશે. વાહનથી ખાસ સંભાળવું. વ્યગ્રતા કે ઉતાવળાપણું ટાળવું. આવેશમાં આવી કોઈ નિર્ણય લેવો હિતાવહ નથી. તા. ૧૬, ૧૭, ૧૮ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૧૯, ૨૦ સામાન્ય દિવસો ગણાય. તા. ૨૧ બપોર પછી રાહત થાય. તા. ૨૨ સંયમથી કામ લેવું.

વ્ૃષભ (બ.વ.ઉ.)

આપની માનસિક વ્યથા કંઈક હળવી થશે છતાં નોકરિયાત વર્ગ માટે સમય સાનુકૂળ જણાતો નથી. ધંધાકીય કામકાજમાં પણ અપેક્ષાકૃત પરિણામ મળે તેવા સંજોગો જણાતા નથી. દામ્પત્યજીવનમાં સંવાદિતા જળવાશે. વિવાહઇચ્છુકો માટે સમય શુભ નથી. તા. ૧૬, ૧૭, ૧૮ આનંદમય દિવસો પસાર થાય. તા. ૧૯, ૨૦ લાભ થાય નહિ. તા. ૨૧ સામાન્ય દિવસ ગણાય. તા. ૨૨ બપોર પછી રાહત થાય.

મિથુન (ક.છ.ઘ.)

નોકરિયાત વર્ગે આ સપ્તાહમાં હિતશત્રુઓથી સાવધ રહેવું પડશે. લાભ દેખાય તે મળશે નહિ. વેપાર-ધંધામાં પણ દરેક કાર્યોમાં વિઘ્ન આવે તેવા યોગો જણાય છે. અપરિણીતો માટે લગ્નની વાત વિલંબમાં પડે તેવા ગ્રહયોગો છે. સાંપત્તિક પ્રશ્ર્નોમાં કંઈક રાહત થાય તેવા સંજોગોનું નિર્માણ થશે. આરોગ્ય સાચવવું. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૧૬, ૧૭, ૧૮ હિતશત્રુઓથી સંભાળવું. તા. ૧૯, ૨૦ લાભ મળે નહિ. તા. ૨૧, ૨૨ કંઈક રાહત થાય. 

કર્ક (ડ.હ.)

નાણાકીય બાબતોમાં વિશેષ કાળજી રાખવી પડશે. નોકરિયાત વર્ગ માટે સમય શુભ જણાય છે. ધંધાકીય ક્ષેત્રે આપના પ્રયત્નો ફળે તેમ છે. સારી તક મળી શકે તેમ જણાય છે. આપની મૂંઝવણનો ઉકેલ મળશે. મિલકતને લગતા પ્રશ્ર્નો હાથ ધરવા સલાહભર્યા નથી. વાહનથી ખાસ સંભાળવું જ‚રી જણાય છે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું. તા. ૧૬, ૧૭, ૧૮ દરેક કાર્યમાં કાળજી રાખવી. તા. ૧૯, ૨૦ સારી તક મળે. તા. ૨૧, ૨૨ વાહનથી સંભાળવું.

સિંહ (મ.ટ.)

મકાન, સંપત્તિને લગતા પ્રશ્ર્નો અંગે સંજોગો પ્રતિકૂળ જણાય છે. ધાર્યું કામકાજ સરળતાથી થઈ શકે તેમ જણાતું નથી. વેપાર-ધંધામાં ધીરે ધીરે આપની સમસ્યા હલ થાય તેવા યોગો જણાય છે. મુશ્કેલીમાંથી અવશ્ય માર્ગ મળશે. ગ્ાૃહજીવનમાં ગેરસમજોને કારણે  જીવનસાથીથી મતભેદો થવાની શક્યતાઓ જણાય છે. તા. ૧૬, ૧૭, ૧૮ દરેક રીતે સંભાળવું. તા. ૧૯, ૨૦ કંઈક રાહત જણાય. તા. ૨૧, ૨૨ ગ્ાૃહજીવનમાં સંભાળવું.

કન્યા (પ.ઠ.ણ.)

આપના સઘળા પ્રયત્નોમાં વિલંબ બાદ સફળતા મળે તેવા યોગો જણાય છે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી સાથે સંબંધો બગડે નહિ તેનું ખાસ ધ્યાન રાખવું પડશે. ધંધાકીય વિકાસ ધીમો જણાશે. ધંધાકીય વિટંબણાઓ વધે તેવા યોગો છે. જમીન-મકાનને લગતા પ્રશ્ર્નો હાથ ધરવા યોગ્ય નથી. ગ્ાૃહજીવનમાં સંવાદિતા જણાશે. તા. ૧૬, ૧૭, ૧૮ સંઘર્ષ પછી સફળતા મળે. તા. ૧૯, ૨૦ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૨૧, ૨૨ ધીરજથી કામ લેવું.

તુલા (ર.ત.)

આર્થિક દ્ષ્ટિએ લાભ સૂચવવા આ સપ્તાહમાં આપને એકંદરે રાહત જણાશે. જમીન-મકાનને લગતા સાંપત્તિક પ્રશ્ર્નોમાં પણ આપનો ચિંતાનો બોજ હળવો થતો જોવા મળશે. નોકરી-ધંધાના ક્ષેત્રમાં હજી સંજોગો યથાવત્ જણાય છે. અંતરાયો આવશે, સાથે સાથે તેનો ઉકેલ પણ મળશે. વિવાહઇચ્છુકો માટે સમય શુભ છે. તા. ૧૬, ૧૭, ૧૮ એકંદરે રાહત થાય. તા. ૧૯, ૨૦ માનસિક શાંતિ વધશે. તા. ૨૧ મિશ્ર દિવસ. તા. ૨૨ શુભ કાર્ય થઈ શકે.

વ્ૃશ્ર્ચિક (ન.ય.)

આ સમયગાળામાં આપનો આનંદ-ઉત્સાહ જળવાઈ રહેશે. નોકરી-ધંધાના ક્ષેત્રમાં શુભ તકો મળવાની શક્યતાઓ ખરી જ. નોકરી બદલવા ઇચ્છતા હશે તેમની ઇચ્છા પૂર્ણ થશે. મકાન-જમીનની ફેરબદલી કે નવા મકાનની પ્રાપ્તિ માટે સમય સાનુકૂળ જણાય છે. તબિયતની કાળજી રાખવી હિતાવહ છે. તા. ૧૬, ૧૭, ૧૮ આનંદમય દિવસો પસાર થાય. તા. ૧૯, ૨૦ લાભ થાય. તા. ૨૧, ૨૨ શુભ સમાચાર મળે.

ધન (ભ.ધ.ફ.ઢ.)

આ સપ્તાહમાં આપ હરોફરો, પરંતુ મનને શાંતિ જણાશે નહિ. નોકરી-ધંધાના ક્ષેત્રમાં અવરોધોને કારણે ધાર્યું કાર્ય થાય તેમ જણાતું નથી. જીવનસાથીની તબિયતની કાળજી રાખવી પડશે. સરકારી કચેરીના કામકાજમાં વિલંબ થવાની શક્યતાઓ ખરી જ. સ્નેહી-સ્વજનોનો સહકાર મળતો રહેશે. પ્રવાસ સફળ થઈ શકે તેમ છે. તા. ૧૬, ૧૭, ૧૮ ઉચાટ, ઉદ્વેગ રહેશે. તા. ૧૯, ૨૦  જીવનસાથીની તબિયત સાચવવી. તા. ૨૧, ૨૨ દરેક કામ કાળજીથી કરવું.

મકર (ખ.જ.)

આ સમયગાળામાં આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. સ્ત્રીવર્ગે પોતાની તબિયત ખાસ સાચવવી પડશે. કોઈ શસ્ત્રક્રિયા પણ કદાચ કરાવવી પડે. નાણાકીય દ્ષ્ટિએ પણ આ સમય મુશ્કેલી‚પ નીવડે તેમ જણાય છે. નાણાંના અભાવે કેટલાંક કાર્યો વિલંબમાં પડવાની શક્યતાઓ ખરી જ. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૧૬, ૧૭, ૧૮ સામાન્ય દિવસો પસાર થાય. તા. ૧૯, ૨૦ તબિયત સાચવવી. તા. ૨૧, ૨૨ સંઘર્ષ પછી સફળતા મળે.

કુંભ (ગ.શ.સ.ષ.)

આ સપ્તાહમાં એકંદરે આપને રાહત જણાશે. કેટલીક અણધારી મદદ પણ આપની ચિંતાઓને હળવી કરશે. જમીન-મકાનને લગતા પ્રશ્ર્નો હાથ ધરવા હાલમાં હિતાવહ જણાતા નથી. નોકરિયાત વર્ગને મુશ્કેલીઓ હળવી થતી જણાશે. હાથ ધરેલાં કાર્યોમાં એકંદરે સફળતા મળશે. આરોગ્ય સારું રહેશે. પ્રવાસ થઈ શકે. તા. ૧૬, ૧૭, ૧૮ એકંદરે રાહત થાય. તા. ૧૯, ૨૦ સાહસિક બની નિર્ણયો લેવા નહિ. તા. ૨૧, ૨૨ કંઈક રાહત થાય.

મીન (દ.ચ.ઝ.થ.)

નોકરિયાત વર્ગને કંઈ તકલીફ હશે તો તે દૂર થઈ શકશે. ધંધામાં લાભ થવાની શક્યતાઓ પણ ખરી જ. વિવાહઇચ્છુકો માટે સમય શુભ જણાતો નથી. લાગણીઓ અને ભાવના દુભાવાથી અંગત જીવનમાં અશાંતિનો ઉપદ્રવ વધતો જણાશે, માટે સાચવવું. સંતાનોનું આરોગ્ય કાળજી માગી લે તેમ જણાય છે. તા. ૧૬, ૧૭, ૧૮ આનંદમય દિવસો પસાર થાય. તા. ૧૯, ૨૦ લાભ દેખાય છતાં તે મળે નહિ. તા. ૨૧, ૨૨ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here