જ્યોતિષ રાશિ ભવિષ્ય

 

 

 

મેષ (અ.લ.ઇ.)

આ સપ્તાહમાં નોકરિયાત વર્ગે ખાસ સાચવવું પડશે. અવરોધોનો સામનો કરવો પડે. હિતશત્રુઓ પણ સક્રિય જણાશે. ધાર્યું કાર્ય વિલંબમાં પડે. ધંધાકીય કામકાજમાં પણ પરિસ્થિતિ પ્રતિકૂળ બનશે. મૂંઝવણ ઘેરી બનશે, તે સિવાય દામ્પત્યજીવનમાં પ્રસન્નતા જળવાશે. આરોગ્ય સારું રહેશે. તા. ૯, ૧૦, ૧૧ સામાન્ય દિવસો ગણાય. તા. ૧૨, ૧૩ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૧૪ એકંદરે રાહત જણાશે. તા. ૧૫ બપોર પછી સારું.

વૃષભ (બ.વ.ઉ.)

વર્તમાન ગ્રહગોચર – ગ્રહાધીન સ્થિતિ વગેરે જોતાં આપને મિશ્ર સંજોગોમાંથી પસાર થવું પડશે, લાભ, ઉન્નતિ જણાય તેટલા પ્રમાણમાં થાય નહિ. કારણ વિનાની ચિંતાઓ તથા વ્યર્થ દોડધામ રહેવાની સંભાવના પણ ખરી જ. વડીલોનાં સલાહ-સૂચન મળે. કૌટુંબિક અશાંતિ. ઉતાવળ આવેશ ટાળવાં. તા. ૯, ૧૦ સામાન્ય દિવસો ગણાય. તા. ૧૧, ૧૨, ૧૩ દોડધામ રહેશે. તા. ૧૪, ૧૫ શાંતિથી દિવસો પસાર કરવા.

મિથુન (ક.છ.ઘ.)

નોકરિયાત વર્ગે આ સમયગાળામાં દરેક રીતે સાચવવું પડશે. હિતશત્રુઓથી સાવધ રહેવું પડશે. લાભની તકો અટકતી લાગે. ગ્ૃહજીવનની સંવાદિતા કંઈક અંશે રાહત આપશે. વિવાહ-ઇચ્છુકોને નિરાશા સાંપડે તેવા યોગોને નકારી શકાય તેમ નથી. આરોગ્ય સાચવવું. પ્રવાસ ટાળવો. તા. ૯, ૧૦, ૧૧ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૧૨, ૧૩ કંઈક રાહત અનુભવાશે. તા. ૧૪ આરોગ્ય સાચવવું. તા. ૧૫ મિશ્ર દિવસ.

કર્ક (ડ.હ.)

આ સપ્તાહમાં આપને એકંદરે રાહત જણાશે. નોકરિયાત વર્ગને વિશેષ સાનુકૂળતા જણાશે. ધંધાકીય ક્ષેત્રે આપના પ્રયત્નો ફળશે. સારી તક મળવાની સંભાવના પણ ખરી જ અને અંગત મૂંઝવણનો ઉકેલ મળશે. સાંપત્તિક પ્રશ્ર્નો યથાવત્ જણાશે. તબિયત સંભાળવી. પ્રવાસ માટે સમય સાનુકૂળ નથી. તા. ૯, ૧૦ રાહત જણાય. તા. ૧૧, ૧૨, ૧૩ સફળ દિવસો પસાર થાય. તા. ૧૪ લાભ થાય. તબિયત સાચવવી. તા. ૧૫ મિશ્ર દિવસ.

સિંહ (મ.ટ.)

મકાન યા સંપત્તિને લગતા પ્રશ્ર્નો માટે સંજોગો પ્રતિકૂળ જણાય છે. હાથ ધરેલાં કાર્યોમાં વિલંબ થવાની સંભાવના પણ ખરી જ. નોકરિયાત વર્ગને પણ ધાર્યું પરિણામ મળે નહિ. વેપાર-વ્યવસાયમાં આપની સમસ્યાઓ ધીમે ધીમે હલ થતી જણાશે. મુશ્કેલીમાંથી માર્ગ મળતાં રાહતનો અનુભવ થશે. તા. ૯, ૧૦, ૧૧ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૧૨, ૧૩ ધાર્યું કાર્ય થાય નહિ. તા. ૧૪, ૧૫ ધીમે ધીમે રાહત થાય.

કન્યા (પ.ઠ.ણ.)

સપ્તાહમાં એકંદરે આપને રાહત જણાશે. કેટલીક અનુકૂળતા – પ્રતિકૂળતા સાથે સપ્તાહ પૂરું થશે. ધંધામાં વિકાસ યથાવત્ જણાય. જમીન – મકાનને લગતાં કામોમાં પ્રતિકૂળતા જણાશે. દામ્પત્યજીવનમાં પ્રસન્નતા – સંવાદિતા રહેશે. પારિવારિક સંજોગો પણ સાનુકૂળ જણાય છે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું. તા. ૯, ૧૦, ૧૧ એકંદરે રાહત જણાય. તા. ૧૨, ૧૩ લાભકારક દિવસો પસાર થાય. તા. ૧૪ સફળ દિવસ. તા. ૧૫ લાભ થાય.

તુલા (ર.ત.)

આર્થિક દ્ષ્ટિએ લાભ સૂચવતા આ સપ્તાહમાં આપની મૂંઝવણોનો ઉકેલ મળશે. નવું હાઉસ ખરીદવું હોય કે જૂનું વેચવું હોય તો તે માટે સાનુકૂળ સંજોગો જણાય છે. ધંધાકીય બાબતોમાં અંતરાયો પછી સફળતા મળશે. વિવાહઇચ્છુકો માટે સમય શુભ જણાય છે. વડીલોના આરોગ્યની ચિંતા રહ્યા કરે. તા. ૯, ૧૦ લાભકારક દિવસો ગણાય. તા. ૧૧, ૧૨, ૧૩ સાંપત્તિક પ્રશ્ર્નો હલ થઈ શકે. તા. ૧૪ સફળ દિવસ. તા. ૧૫ ધારણા કરતાં વધુ લાભ થાય.

વ્ૃશ્ર્ચિક (ન.ય.)

આ સપ્તાહમાં આપને નોકરી-ધંધાના ક્ષેત્રમાં શુભ તકો મળશે. ભાવિ વિકાસ માટે રચનાત્મક કાર્યો શક્ય બનશે. મકાન – જમીનની લે-વેચ કે ફેરબદલી માટે પણ સમય સાનુકૂળ જણાય છે. પતિ-પત્નીએ તબિયતની કાળજી રાખવી જ‚રી જણાય છે. વિવાદથી દૂર રહેવું. પ્રવાસ ટાળવો. તા.  ૯, ૧૦, ૧૧ શુભ દિવસો પસાર થાય. તા. ૧૨, ૧૩ લાભ થાય. તા. ૧૪, ૧૫ તબિયતની કાળજી વિશેષ રાખવી.

ધન (ભ.ધ.ફ.ઢ.)

આ સમયગાળામાં આપને તબિયતની કાળજી વિશેષ રાખવી પડશે. નાણાકીય દ્ષ્ટિએ પણ આ સમય મુશ્કેલી‚પ નીવડે તેમ છે. નાણાંના અભાવે કેટલાંક અગત્યનાં કાર્યો પણ સ્થગિત થાય અથવા વિલંબિત બને તેવી શક્યતાઓ પણ ખરી જ. નોકરિયાત માટે બદલીનો પ્રશ્ર્ન ઉકેલાય તેમ છે. તા. ૯, ૧૦, ૧૧ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૧૨, ૧૩ સામાન્ય દિવસો ગણાય. તા. ૧૪ શુભ સમાચાર મળે. તા. ૧૫ મંગલકારી દિવસ.

મકર (ખ.જ.)

નોકરી-ધંધાના ક્ષેત્રમાં અવરોધોને કારણે ધાર્યું થાય નહિ તેવા યોગો જણાય છે. નોકરી અંગેના ‘ઇન્ટરવ્યુ’માં પણ સફળતા અટકે તેમ જણાય છે. જીવનસાથીની તબિયત ખાસ સાચવવી હિતાવહ જણાય છે. વિદ્યાર્થી વર્ગ માટે સમય સાનુકૂળ જણાય છે. સ્નેહી, સ્વજનોનો સહકાર મળશે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૯, ૧૦, ૧૧ સામાન્ય દિવસો પસાર થાય. તા. ૧૨, ૧૩ બપોર પછી કંઈક રાહત થાય. તા. ૧૪ સફળતા મળે. તા. ૧૫ શુભ સમાચાર મળે.

કુંભ (ગ.શ.સ.ષ.)

નોકરિયાત વર્ગને જણાતી મુશ્કેલીઓ આ સમયગાળામાં હળવી થતી જણાશે. હાથ ધરેલાં સઘળાં કાર્યોમાં પણ સફળતા મળે તેવા યોગોને નકારી શકાય તેમ નથી. ગ્ૃહસ્થજીવનમાં વિખવાદ – વિસંવાદિતાભર્યું વાતાવરણ સર્જાય તેવું પણ બને. સંયમથી વર્તવું હિતાવહ છે. પ્રવાસ થાય. તા. ૯, ૧૦, ૧૧ રાહત જણાય. તા. ૧૨, ૧૩ સફળ દિવસો પસાર થાય. તા. ૧૪, ૧૫ ગૃહજીવનમાં સાચવવું.

મીન (દ.ચ.ઝ.થ.)

નોકરિયાત વર્ગને કંઈ પણ મુશ્કેલી હશે તો તે દૂર થશે. પ્રવર્તમાન સમસ્યાઓનો અવશ્ય ઉકેલ મળશે અને રાહત થશે. ધંધાકીય બાબતોમાં પણ અવશ્ય લાભ મળે તેમ છે. લગ્ન-વિવાહના પ્રશ્ર્નોમાં ઉચાટ, ઉદ્વેગ અનુભવાશે. સંતાનોનું આરોગ્ય કાળજી માગી લેશે. પ્રવાસ પર્યટન ટાળવાં. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું. તા. ૯, ૧૦, ૧૧ શુભ દિવસો ગણાય. તા. ૧૨, ૧૩ લાભ થાય. તા. ૧૪ સામાન્ય દિવસ ગણાય. તા. ૧૫ પ્રવાસ ટાળવો.