જ્યોતિષ રાશિ ભવિષ્ય

 

 

મેષ (અ.લ.ઇ.)

આ સમયગાળામાં નોકરિયાત વર્ગને સાનુકૂળ સંજોગો મળશે. ધંધાર્થીઓનાં આયોજન પણ સરળતાથી સિદ્ધ થશે અને પ્રગતિકારક કાર્યરચના સાકાર થઈ શકશે. વિવાહઇચ્છુકો માટે પણ સમય સાનુકૂળ જણાય છે. તે સિવાય ગ્ાૃહસ્થ જીવનમાં, દામ્પત્યજીવનમાં સંવાદિતા રહેશે. તબિયત સાચવવી. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૨૬, ૨૭, ૨૮ સફળ દિવસો પસાર થાય. તા. ૨૯, ૩૦ પ્રગતિકારક રચના થાય. તા. ૩૧ શુભ દિવસ. તા. ૧ લાભમય દિવસ.

વ્ૃષભ (બ.વ.ઉ.)

આપના અગત્યના સઘળા પ્રશ્ર્નો આ સપ્તાહમાં સિદ્ધ થતાં આપનાં સપનાં સાકાર થતાં જોવા મળશે. દામ્પત્યજીવનમાં પણ સંવાદિતા સાથે પ્રસન્નતાની અનુભૂતિ અવશ્ય થશે. જૂનું હાઉસ વેચી નવું લેવું હોય તો આ પ્રકારની ફેરબદલીનાં કાર્યો પણ સરળ બનશે. સંતાનની તબિયત સાચવવી. પ્રવાસ ટાળવો. તા. ૨૬, ૨૭, ૨૮ સફળતા મળે. તા. ૨૯, ૩૦ લાભમય દિવસો પસાર થાય. તા. ૩૧, ૧ સામાન્ય દિવસો ગણાય.

મિથુન (ક.છ.ઘ.)

નાણાંભીડનો અનુભવ કરાવતું આ સપ્તાહ આપને ઉચાટ – ઉદ્વેગમાં રાખશે. કુટુંબમાં ક્લેશ થવાની સંભાવના પણ ખરી જ. મિલકતના પ્રશ્ર્નો હજી યથાવત્ રહે તેમ જણાય છે. નોકરિયાત વર્ગને માનસિક અશાંતિ વધવાની સંભાવના ખરી જ. અંગત આરોગ્ય જાળવવું. પ્રવાસ માટે સમય સાનુકૂળ નથી. તા. ૨૬, ૨૭, ૨૮ દરેક રીતે સંભાળીને કામ કરવું. તા. ૨૯, ૩૦ સામાન્ય દિવસો ગણાય. તા. ૩૧ મિશ્ર દિવસ. તા. ૧ આરોગ્ય સંભાળવું.

કર્ક (ડ.હ.)

આ સમયગાળામાં આપને મિશ્ર સંજોગોમાંથી પસાર થવું પડશે. આર્થિક પ્રશ્ર્ન પણ ગૂંચવાય તેમ છે. ગ્ાૃહજીવનને લગતાં હાથ ધરેલાં કાર્યો વિલંબથી ઉકેલાશે. સપ્તાહના અંતિમ દિવસોમાં કંઈક રાહત થાય તેવા ગ્રહજન્ય યોગો ગણાય. પ્રવાસ માટે સમય સાનુકૂળ જણાતો નથી. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું. તા. ૨૬, ૨૭, ૨૮ સામાન્ય દિવસો ગણાય. તા. ૨૯, ૩૦ સંઘર્ષ પછી સફળતા મળે. તા. ૩૧ પ્રવાસ ટાળવો. તા. ૧ બપોર પછી એકંદરે રાહત થાય.

સિંહ (મ.ટ.)

ખોટી ગેરસમજો આપની મનની શાંતિમાં ભંગ પાડશે. ધંધાકીય પ્રશ્ર્નોમાં ઉતાવળું સાહસ કરવું યોગ્ય નથી. ધીરજથી કામ લેવું હિતાવહ બની રહેશે. એક સમસ્યા પતી નહિ હોય ત્યાં બીજી ઊભી થતાં વિશેષ તકલીફનો અનુભવ અવશ્ય થશે. તબિયતની કાળજી રાખજો. સંતાનોના પ્રશ્ર્નોમાં રાહત થશે. તા. ૨૬, ૨૭, ૨૮ સામાન્ય દિવસો ગણાય. તા. ૨૯, ૩૦ ધીરજથી કાર્ય કરવું. તા. ૩૧, ૧ તબિયત સંભાળવી.

કન્યા (પ.ઠ.ણ.)

આ સપ્તાહમાં કાર્યસફળતાનો યોગ થાય છે. હાથ ધરેલાં સઘળાં કાર્યોમાં સફળતા અને જોઈતી તકો મેળવી શકશો. સઘળા અંતરાયો દૂર થતાં વિશેષ આનંદની અનુભૂતિ અવશ્ય થશે. કૌટુંબિક – સાંપત્તિક પ્રશ્ર્નોમાં પણ સમાધાન સાથે સુખદ સંજોગોનું નિર્માણ થશે. સંતાનની તબિયત સાચવજો. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું. તા. ૨૬, ૨૭ સફળતા મળે. તા. ૨૮, ૨૯, ૩૦ લાભમય દિવસો પસાર થાય. તા. ૩૧, ૧ શુભ સમાચાર મળશે.

તુલા (ર.ત.)

નોકરીના ક્ષેત્રમાં આપના હિતશત્રુઓથી સાચવવું પડશે. અકારણ ચિંતા રહેશે. તે સિવાય વ્યાવસાયિક કાર્યોમાં લાભ સાથે સફળતા મળશે. કોઈ સારી તક પ્રાપ્ત થવાની સંભાવના પણ ખરી જ. જમીન-મકાનને લગતા પ્રશ્ર્ને ગૂંચવાય તેવા ગ્રહયોગો જણાય છે. ગ્ાૃહસ્થ જીવનમાં સંવાદિતા રહેશે. જીવનસાથીનો પૂર્ણ સહકાર મળશે. તા. ૨૬, ૨૭, ૨૮ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૨૯, ૩૦ લાભકારક દિવસો. તા. ૩૧, ૧ શુભમય દિવસો ગણાય.

વ્ૃશ્ર્ચિક (ન.ય.)

આ સપ્તાહમાં એકંદરે આપને રાહત જણાશે. ધંધાકીય ઉન્નતિ – લાભ થવાની શક્યતાઓ પણ ખરી જ. વિવાહઇચ્છુકો માટે સમય વિશેષ સાનુકૂળ જણાય છે. અંગત આરોગ્ય સાચવવું. સંતાનોના પ્રશ્ર્નોમાં રાહત જણાશે. યાત્રાપ્રવાસમાં શુભાશુભ મિશ્ર સંજોગો જણાય છે. શક્ય હોય તો પ્રવાસ ટાળવો. તા. ૨૬, ૨૭, ૨૮ આનંદમય દિવસો ગણાય. તા. ૨૯, ૩૦ આરોગ્ય જાળવવું. તા. ૩૧, ૧ સંભાળીને કાર્ય કરવું.

ધન (ભ.ધ.ફ.ઢ.)

આ સમયગાળામાં આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. જમીન-મકાનની લે-વેચનાં કાર્યોમાં નિષ્ફળતા મળે તેમ છે, અથવા વિલંબ થવાની સંભાવના પણ ખરી જ. દામ્પત્યજીવનની અંગત સમસ્યાઓથી પણ આપને દુ:ખ-વ્યથાની અનુભૂતિ થાય તેમ છે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૨૬, ૨૭, ૨૮ દરેક રીતે સંભાળીને કાર્ય કરવું. તા. ૨૯, ૩૦ ઉતાવળો નિર્ણય લેવો નહિ. તા. ૩૧ સામાન્ય દિવસ. તા. ૧ બપોર પછી રાહત થાય.

મકર (ખ.જ.)

નોકરિયાત વર્ગ માટે આ સમય વિશેષ શુભ ફળદાયી – લાભકારક જણાય છે. ધંધાકીય ક્ષેત્રે પણ ઉન્નતિ સાથે રચનાત્મક કાર્યો હાથ ધરી શકાય તેમ છે. ગ્ાૃહસ્થ જીવનમાં ઉદ્ભવેલી ગેરસમજો દૂર થતાં વિશેષ રાહતની લાગણી અનુભવશો. સ્નેહી-શુભેચ્છકો-મિત્રો સાથેની મુલાકાત શક્ય જણાય છે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું. તા. ૨૬, ૨૭ શુભમય દિવસો ગણાય. તા. ૨૮, ૨૯, ૩૦ લાભકારક દિવસો પસાર થાય. તા. ૩૧, ૧ સાફળતા મળે.

કુંભ (ગ.શ.સ.ષ.)

નોકરિયાત વર્ગ માટે આ સપ્તાહ વિશેષ લાભદાયી પુરવાર થાય તેમ છે. બદલી અંગેનો પ્રશ્ર્ન હશે તો તે પણ હલ થઈ શકશે. વ્યાવસાયિક લાભના સંજોગો ઊભા થવાની શક્યતાઓ પણ ખરી જ. ગ્ાૃહજીવનમાં ગેરસમજ – વિસંવાદિતા ઊભી ન થાય તે માટે સંયમ – સહનશીલતા અને સમજણ રાખવી પડશે. તા. ૨૬, ૨૭ લાભ થાય. તા. ૨૮, ૨૯, ૩૦ શુભ દિવસો પસાર થાય. તા. ૩૧, ૧ સહનશીલતા રાખવી.

મીન (દ.ચ.ઝ.થ.)

ધંધાકીય મુશ્કેલીઓનો ઉકેલ આવતો જણાશે. તે સિવાય કૌટુંબિક સમસ્યાઓ યોગ્ય રીતે હલ થઈ શકશે. જાહેરજીવનમાં સંકળાયેલ વ્યક્તિઓને યશ-પ્રતિષ્ઠા મળે તેમ છે. વિવાહ ઇચ્છુકો માટે પણ સમય સાનુકૂળ જણાય છે. પરિવારમાં કોઈ માંગલિક શુભ કાર્યનું આયોજન પણ શક્ય બને તેમ છે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું. તા. ૨૬, ૨૭, ૨૮ સફળ દિવસો પસાર થાય. તા. ૨૯, ૩૦ શુભકાર્ય થઈ શકે. તા. ૩૧, ૧ શુભમય પસાર થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here