જ્યોતિષ રાશિ ભવિષ્ય

 

 

મેષ (અ.લ.ઇ.)

આપના ગૂંચવાયેલા પ્રશ્ર્નોનો ઉકેલ મળશે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારીનો સાથ-સહકાર મળશે. કોઈ પરિવર્તનની તક ઊભી થવાની શક્યતાઓ પણ ખરી જ. દામ્પત્યજીવનમાં સંવાદિતા જળવાશે. પ્રિયપાત્ર અથવા જીવનસાથીથી સુમેળ વધશે. વિવાહઇચ્છુકો માટે સમય શુભ જણાય છે. વાહનથી સંભાળવું. તા. ૧૨, ૧૩, ૧૪ સફળ દિવસો ગણાય. તા. ૧૫ લાભ થાય. તા. ૧૬ આનંદમય દિવસો પસાર થાય. તા. ૧૭, ૧૮ વાહનથી ખાસ સંભાળવું.

વ્ૃષભ (બ.વ.ઉ.)

નોકરિયાત વર્ગને સાનુકૂળ તક મળશે. ધંધાના ક્ષેત્રમાં ધંધાકીય કામકાજમાં સફળતા મળશે. પ્રગતિકારક કાર્યરચના શક્ય બને. વિવાહઇચ્છુકો માટે પણ સમય શુભ જણાય છે. ગ્ાૃહસ્થ જીવનમાં સંવાદિતા સાથે શાંતિ જળવાશે. આપની તથા વડીલોની તબિયત સાચવવી. તા. ૧૨, ૧૩, ૧૪ આનંદમય દિવસો પસાર થાય. તા. ૧૫, ૧૬ શુભ સમાચાર મળે. તા. ૧૭, ૧૮ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું.

મિથુન (ક.છ.ઘ.)

દામ્પત્યજીવનમાં પ્રસન્નતા રહેશે. જીવનસાથીનો પૂર્ણ સહકાર મળતો જણાશે. લગ્ન-વિવાહના કાર્યમાં પણ સાનુકૂળતા જણાશે. નવું હાઉસ ખરીદવું હોય કે જૂનું વેચવું હોય તો આ પ્રકારના કાર્ય માટે પણ સાનુકૂળ સંજોગો ઊભા થશે. સંતાનની તબિયત સાચવવી પડશે. પ્રવાસ ટાળવા પ્રયત્ન કરવો. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું. તા. ૧૨, ૧૩, ૧૪ પ્રસન્નતા રહેશે. તા. ૧૫, ૧૬ શુભ કાર્યો થઈ શકે. તા. ૧૭, ૧૮ સંભાળીને કામકાજ કરવું.

કર્ક (ડ.હ.)

આ સમયગાળામાં કૌટુંબિક ક્લેશ યા ઘર્ષણના પ્રસંગોથી દૂર રહેવા સલાહ છે. મકાન, મિલકતના બાકી પ્રશ્ર્નોના કારણે પણ માનસિક તાણ વધવાની સંભાવના ખરી જ. નોકરી યા ધંધાના ક્ષેત્રમાં પણ કેટલાક નવીન ગૂંચવાડા કે સમસ્યાઓ ઉદ્ભવતાં માનસિક અશાંતિ વધવા પામશે. અંગત આરોગ્ય સાચવવા ખાસ સલાહ છે. તા. ૧૨, ૧૩, ૧૪ ચિંતાજનક દિવસો ગણાય. તા. ૧૫, ૧૬ આરોગ્ય સાચવવું. તા. ૧૭ સામાન્ય દિવસ. તા. ૧૮ બપોર પછી રાહત થાય.

સિંહ (મ.ટ.)

આ સપ્તાહમાં કોઈ પણ નવીન કાર્ય હાથ ધરવું કે સાહસ કરવું હિતાવહ જણાતું નથી. માટે ધીરજથી કામ લેજો. ઉતાવળા – અધીરા બની કોઈ નિર્ણય કરવો હિતાવહ નથી. તે સિવાય ગ્ાૃહસ્થ જીવનમાં સંવાદિતા અને સુખની અનુભૂતિ થશે. સંતાન વિષયક શુભ સમાચાર મળે. પ્રિયજનથી મિલન મુલાકાત શક્ય બનશે. તા. ૧૨, ૧૩, ૧૪ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૧૫, ૧૬ ધીરજથી કામ લેવું. તા. ૧૭, ૧૮ શુભ સમાચાર મળે.

કન્યા (પ.ઠ.ણ.)

આ સપ્તાહમાં એકંદરે આપને રાહત થશે. જમીન મકાનને લગતા કામકાજમાં સફળતા અને જોઈતી તકો મેળવી શકશો. પારિવારિક સંયુક્ત મિલકતના પ્રશ્ર્નોમાં પણ રાહત થાય તેવા યોગો જણાય છે. ધંધાકીય બાબતોમાં પ્રગતિ ધીમી જણાશે. નોકરિયાત વર્ગે દરેક રીતે સંભાળીને કાર્ય કરવું. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૧૨, ૧૩, ૧૪ સફળતા મળે. તા. ૧૫ શુભ સમાચાર મળે. તા. ૧૬ દરેક પ્રકારે રાહત થાય. તા. ૧૭, ૧૮ નોકરિયાર્તે ખાસ સંભાળવું.

તુલા (ર.ત.)

આ સપ્તાહમાં નોકરિયાત વર્ગને અકારણ ચિંતા રહેશે. તે સિવાય વ્યાવસાયિક કાર્યોમાં લાભ અને સફળતા મળશે. કોઈ સારી તક પ્રાપ્ત થવાની શક્યતાઓ પણ ખરી જ. જમીન – મકાનને લગતા પ્રશ્ર્નોમાં ખાસ સાચવવું. વિવાહઇચ્છુકો માટે સમય સાનુકૂળ નથી. વડીલોના આરોગ્યની ચિંતા રહ્યા કરે. તા. ૧૨, ૧૩, ૧૪ વ્યાવસાયિક સફળતા મળે. તા. ૧૫ સામાન્ય દિવસ પસાર થાય. તા. ૧૬ બપોર પછી રાહત થાય. તા. ૧૭, ૧૮ મહત્ત્વની વ્યક્તિ સાથે મુલાકાત થાય.

વ્ૃશ્ર્ચિક (ન.ય.)

ધંધાકીય લાભ તથા ઉન્નતિ દર્શાવતા આ સપ્તાહમાં ગ્ાૃહસ્થ જીવનમાં પણ આનંદમય વાતાવરણની અનુભૂતિ થશે. જીવનસાથી સાથેની ગેરસમજો દૂર થતાં આનંદમાં વ્ાૃદ્ધિ થશે. વિવાહ-ઇચ્છુકો માટે પણ સમય શુભ છે. સંતાનોને લગતા પ્રશ્ર્નોમાં રાહત થશે. આરોગ્ય જાળવજો. તા. ૧૨, ૧૩, ૧૪ આનંદમય દિવસો પસાર થાય. તા. ૧૫, ૧૬ શુભ દિવસો ગણાય. તા. ૧૭, ૧૮ રાહત થાય.

ધન (ભ.ધ.ફ.ઢ.)

આ સમયગાળામાં આપના પારિવારિક વિકાસ તથા સુખ-સગવડ પાછળ ખર્ચ થશે. જમીન મકાનની લે-વેચનાં કાર્યો વિલંબમાં પડે તેમ જણાય છે. દામ્પત્યજીવનમાં વાણી, વર્તન અને વ્યવહારમાં સંયમી બનવું પડશે, નહિતર વ્યથાનો અનુભવ થાય. કૌટુંબિક પ્રશ્ર્નોમાં પણ ધીરજ રાખવી. વડીલોના આરોગ્યની ચિંતા રહ્યા કરે. તા. ૧૨, ૧૩, ૧૪ ખર્ચાળ દિવસો. તા. ૧૫, ૧૬ આપનાં ધારેલાં કાર્યોમાં વિલંબ થાય. તા. ૧૭, ૧૮ ધીરજથી કામ લેવું.

મકર (ખ.જ.)

નોકરિયાત વર્ગને લાભ સાથે બદલી થવાના યોગો પ્રબળ અને સાનુકૂળ જણાય છે. ધંધાકીય ક્ષેત્રે પણ સમય પ્રગતિકારક જણાય છે. ગ્ાૃહસ્થ જીવનમાં ગેરસમજો ઊભી થઈ હશે તો તે અવશ્ય દૂર થઈ શકશે. સંવાદિતા જળવાશે. સ્નેહીજનો-શુભેચ્છકો મિત્રો સાથે મિલન મુલાકાત શક્ય બનશે. સંતાનોના પ્રશ્ર્ન ચિંતા રખાવશે. તા. ૧૨, ૧૩, ૧૪ નોકરિયાત વર્ગે દરેક રીતે સંભાળવું પડશે. તા. ૧૫, ૧૬ કંઈક રાહત થાય. તા. ૧૭, ૧૮ સંતાનોના પ્રશ્ર્નો મૂંઝવશે.

કુંભ (ગ.શ.સ.ષ.)

નોકરિયાત વર્ગ માટે સમય શુભ જણાય છે. બદલી અંગેનો પ્રશ્ર્ન હશે તો હલ થઈ શકશે. વ્યાવસાયિક લાભના સંજોગો પણ ઊભા થાય. ગ્ાૃહસ્થ જીવનમાં દરેક બાબતમાં સાચવવું પડશે. સંયમ અને સહનશીલતા રાખવાથી જ શાંતિ જળવાશે. સાંપત્તિક કાર્યો માટે સમય સાનુકૂળ જણાતો નથી. સંતાનોના પ્રશ્ર્નો ચિંતા રખાવશે. તા. ૧૨ શુભ દિવસ ગણાય. તા. ૧૩, ૧૪ લાભ થાય. તા. ૧૫, ૧૬, ૧૭ સહનશીલતા રાખવી તા. ૧૮ સંતાનોની ચિંતા રહેશે.

મીન (દ.ચ.ઝ.થ.)

જીવનસાથીનું આરોગ્ય સાચવવું પડશે. ધંધાકીય મૂંઝવણોમાંથી ઉકેલ મળતાં શાંતિ જણાશે. કૌટુંબિક સમસ્યાઓ હલ થઈ શકશે. ગ્ાૃહસ્થ જીવનમાં સંવાદિતા સાથે સુખ-શાંતિની અનુભૂતિ થશે. વિવાહ-ઇચ્છુકો માટે સમય શુભ જણાય છે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું. તા. ૧૨, ૧૩ રાહત થાય. તા. ૧૪, ૧૫ આનંદમય દિવસો પસાર થાય. તા. ૧૬, ૧૭ શુભ કાર્ય થાય. તા. ૧૮ સફળ દિવસ ગણાય.