જ્યોતિષ 

 

 

મેષ (અ.લ.ઇ.)

આ સપ્તાહમાં આપને મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. આર્થિક બાબતોમાં વિશેષ ધ્યાન આપજો, ખર્ચ પર કાબૂ રાખજો. ખોટાં રોકાણ ન થાય તે ખાસ જોશો. સાંપત્તિક બાબતો માટે સમય વિશેષ સાનુકૂળ જણાય છે. કુટુંબક્લેશ, વિસંવાદિતાના પ્રસંગો ટાળજો. પ્રવાસ માટે સમય યોગ્ય નથી. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૫, ૬, ૭ સામાન્ય દિવસો પસાર થાય. તા. ૮, ૯ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૧૦, ૧૧ કંઈક રાહત જણાશે.

વ્ૃષભ (બ.વ.ઉ.)

આ સમયગાળામાં એકંદરે આપને રાહત જેવું જણાશે. નવા લાભ મળે અથવા વધારાની આવક થવાની સંભાવના પણ ખરી જ. મિત્રોની મદદ મળશે. સ્વજનોથી મનદુ:ખ થવાની શક્યતાઓ વિશેષ જણાય છે. નોકરિયાત વર્ગ માટે સમય સાનુકૂળ છે. ધંધાકીય કામકાજમાં સફળતા મળે તેમ છે. તા. ૫, ૬, ૭ આનંદમય દિવસો પસાર થાય. તા. ૮, ૯ મિત્રોની મદદ મળશે. તા. ૧૦, ૧૧ ધંધાકીય લાભ થાય.

મિથુન (ક.છ.ઘ.)

નાણાકીય દ્ષ્ટિએ આ સમય ખર્ચાળ જણાય છે. માનસિક અશાંતિનાં વાદળો હજી વીખરાય તેમ નથી. તબિયતની કાળજી પણ સાથે સાથે રાખવી પડશે. અલબત્ત, આપની મૂંઝવણોનો ઉકેલ પણ સાંપડશે. નોકરિયાત વર્ગને નવીન તક મળે તેમ છે. પ્રગતિનો માર્ગ ખૂલતો જણાય. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું. તા. ૫, ૬ ખર્ચ પર અંકુશ રાખવો. તા. ૭ સામાન્ય દિવસ. તા. ૮, ૯ પ્રયત્નોથી લાભ મળશે. તા. ૧૦, ૧૧ સફળ દિવસો પસાર થાય.

કર્ક (ડ.હ.)

આ સપ્તાહ દરમિયાન આપને અનુકૂળતા અને પ્રતિકૂળતાના મિશ્ર સંજોગોમાંથી પસાર થવું પડશે. ધાર્યું કામ થાય નહિ તેવા યોગો જણાય છે. નાણાભીડનો અનુભવ થવાની સંભાવના પણ ખરી જ. કૌટુંબિક ક્લેશ તથા ગેરસમજના પ્રસંગે સહનશીલતા/સંયમ રાખવો હિતાવહ જણાય છે. તા. ૫, ૬ ૭ સામાન્ય દિવસો ગણાય. તા. ૮ ધાર્યું કાર્ય ન થઈ શકે. તા. ૯ મિશ્ર દિવસ. તા. ૧૦ જીવનસાથી સાથે સંઘર્ષ ન થાય તે જોજો. તા. ૧૧ સંયમ અને સહનશીલતા રાખવા હિતાવહ.

સિંહ (મ.ટ.)

આ સમયગાળા દરમિયાન આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. સ્થાવર મિલકતને લગતા સંયુક્ત પરિવારના પ્રશ્ર્નો આપની મૂંઝવણ વધારે તેમ છે. નોકરિયાત વર્ગે પણ સંભાળવું પડશે. ખોટી ગેરસમજો ઊભી થવાની શક્યતાઓ પણ ખરી જ. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૫, ૬, ૭ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૮, ૯ સામાન્ય દિવસો ગણાય. તા. ૧૦, ૧૧ ગેરસમજણથી બચવું.

કન્યા (પ.ઠ.ણ.)

આ સપ્તાહમાં આપના દિવસો આનંદમય પસાર થાય તેવા યોગો જણાય છે. જમીન મકાનને લગતા પ્રશ્ર્નોમાં પણ સફળતા અને જોઈતી તકો મેળવી શકશો. પારિવારિક સાંપત્તિક પ્રશ્ર્નોનો ઉકેલ પણ આવી શકે તેમ છે. નોકરી ધંધામાં પણ એકંદરે રાહત રહેશે. મિલન-મુલાકાત શક્ય બનશે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૫, ૬, ૭ આનંદમય દિવસો ગણાય. તા. ૮, ૯ સર્વકાય સિદ્ધ થાય. તા. ૧૦ મિશ્ર દિવસ. તા. ૧૧ બપોર પછી રાહત જણાય.

તુલા (ર.ત.)

આ સમયગાળામાં આપને મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. ખર્ચનો બોજો વધે તેમ છે. સાથે સાથે આવકનું પ્રમાણ ઘટવાની પણ સંભાવના ખરી જ, અલબત્ત, આપની સમસ્યાઓના ઉકેલનો માર્ગ પણ મળી આવશે. નોકરીમાં વિરોધીઓથી સાચવવું. અકારણ ચિંતા રહેશે. પ્રવાસ ટાળવો. તા. ૫, ૬, ૭ મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડે. તા. ૮, ૯ ખર્ચ પર અંકુશ રાખવો. તા. ૧૦ જીવનસાથીના આરોગ્યની ચિંતા રહે. તા. ૧૧ બપોર પછી ચિંતા વધવા પામે.

વ્ૃશ્ર્ચિક (ન.ય.)

આ સપ્તાહમાં એકંદરે આપને રાહત જેવું જણાશે. આપની વ્યાવસાયિક યોજનાઓને આગળ ધપાવી શકશો. નોકરિયાત વર્ગે સંભાળીને કામકાજ કરવું પડશે. વાદવિવાદના પ્રસંગો ટાળવા પ્રયત્ન કરવો હિતાવહ બની રહેશે. કૌટુંબિક જવાબદારીઓ વધશે. સ્નેહી-સગાસંબંધની અવરજવર વધશે. તા. ૫, ૬, ૭ એકંદરે રાહત જણાશે. તા. ૮, ૯ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૧૦, ૧૧ કૌટુંબિક ખર્ચ થાય.

ધન (ભ.ધ.ફ.ઢ.)

આ સમયમાં આપની આર્થિક જવાબદારીઓ અંગે જ‚રી નાણાં ઊભાં કરી શકશો. પારીવારિક વિકાસનાં કાર્યોમાં નાણાં ઊભાં થઈ શકશે. કૌટુંબિક સુખસગવડનાં નવાં સાધનો પણ વસાવી શકાય તેવા યોગો જણાય છે. ગ્ાૃહસ્થ જીવનમાં વિસંવાદિતા ટાળવા પ્રયત્ન કરવો. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું. તા. ૫, ૬, ૭ નાણાંકીય લાભ થાય. તા. ૮, ૯ નવી ખરીદી શક્ય બને તેમ છે. તા. ૧૦, ૧૧ નોકરી ધંધામાં વાદ વિવાદથી દૂર રહેવું હિતાવહ.

મકર (ખ.જ.)

આ સપ્તાહ આપનું આનંદમય પસાર થાય તેવા યોગો જણાય છે. નોકરિયાત વર્ગને લાભ સાથે બદલી થાય. ધંધાકીય ક્ષેત્રે પણ પ્રગતિકારક રચના થઈ શકે તેમ છે. ગ્ાૃહજીવનમાં ઉપસ્થિત થયેલી ગેરસમજો દૂર થતાં રાહતની લાગણી અનુભવશો. નાના મોટા પ્રવાસનું આયોજન કરી શકાય. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૫, ૬, ૭ આનંદમય દિવસો પસાર થાય. તા. ૮, ૯ લાભકારક દિવસો ગણાય. તા. ૧૦ ધંધાકીય પ્રગતિ શક્ય બને. તા. ૧૧ બપોર પછી રાહત થાય.

કુંભ (ગ.શ.સ.ષ.)

આ સમયગાળામાં આપના માટે કાર્ય સફળતાનો યોગ થાય છે. મનની મુંઝવણો દૂર થશે. અગત્યની અંગત સમસ્યાઓનો ઉકેલ મળશે. સ્નેહી શુભેચ્છકની સહાય ઉપયોગી થશે. નોકરિયાત વર્ગ માટે પણ સમય સાનુકૂલ જણાય છે. વ્યાવસાયિક લાભના સંજોગો ઊભા થશે. તા. ૫, ૬, ૭ નોકરી – ધંધાવાળાને કાર્ય સફળતાનો યોગ થાય છે. તા. ૮, ૯ સગા-સ્નેહીઓથી લાભ થાય. તા. ૧૦, ૧૧ શુભ સમાચાર મળે.

મીન (દ.ચ.ઝ.થ.)

આ સપ્તાહમાં એકંદરે આપને રાહત જણાશે. આપના આયોજન પ્રમાણે સઘળાં કાર્યો સફળ થતાં વિશેષ આનંદની લાગણી અનુભવશો. સ્નેહીઓ, શુભેચ્છકો સાથે મિલન મુલાકાત શક્ય બનશે. નાના-મોટા પ્રવાસનું આયોજન પણ શક્ય બને તેમ છે. નોકરિયાત વર્ગને બઢતી મળવાની શક્યતાઓ પણ જણાય છે. તા. ૫, ૬, ૭ એકંદરે સફળ દિવસો ગણાય. તા. ૮, ૯ લાભકારક દિવસો પસાર થાય. તા. ૧૦ શુભ કાર્ય થઈ શકે. તા. ૧૧ બપોર પછી રાહત થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here